________________
| ઉદ્દેશક-૪
૨૯૯ |
३१ बहवे आयरिय-उवज्झाया एगयओ विहरंति, णो णं कप्पइ अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । कप्पइ णं अहाराइणियाए अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ – ઘણા આચાર્ય અથવા ઉપાધ્યાય એક સાથે વિચરતા હોય તો તેમણે પરસ્પર એક બીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પતું નથી, પરંતુ પરસ્પરમાં લઘુ-જ્યેષ્ઠ (નાના-મોટા)ની મર્યાદા સ્વીકારીને અર્થાત્ રત્નાધિકને અગ્રણી તરીકે સ્વીકારીને સાથે વિચરવું કહ્યું છે.
३२ बहवे भिक्खुणो बहवे गणावच्छेइया, बहवे आयरिय-उवज्झाया एगयओ विहरंति, णो णं कप्पइ अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । कप्पइ णं अहाराइणियाए अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ – ઘણા સાધુઓ, ઘણા ગણાવચ્છેદકો અને ઘણા આચાર્યો-ઉપાધ્યાયો એક સાથે વિચરતા હોય તો તેમણે પરસ્પર એક બીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પતું નથી, પરંતુ પરસ્પરમાં લઘુ-જ્યેષ્ઠ (નાના-મોટા)ની મર્યાદા સ્વીકારીને અર્થાત્ રત્નાધિકને અગ્રણી તરીકે સ્વીકારી વિચરવું કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુના રત્નાધિકો સાથેના વિનય વ્યવહાર રૂપ આવશ્યક કર્તવ્યોનું કથન છે.
બે અથવા અનેક સાધુઓ એક સાથે રહે અથવા એક સાથે વિચરણ કરતા હોય, ત્યારે બંને સાધુએ એકબીજાને સમાન માનીને અર્થાતુ નાના-મોટાની મર્યાદાનો સ્વીકાર કર્યા વિના સાથે રહેવું કલ્પતું નથી. નાના-મોટાની મર્યાદા વિના સાથે રહેવાથી વંદન વ્યવહાર, આવશ્યક કાર્યો માટે આજ્ઞા લેવી વગેરે વિનય વ્યવહાર રહેતો નથી.
રત્નાધિકોનો વિનય તેમજ આજ્ઞાપાલન ન કરવાથી જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉન્નત્તિ થતી નથી, પરંતુ સ્વચ્છંદતાની વૃદ્ધિ થતાં આત્માનું અધઃપતન થાય છે અને સંયમની વિરાધના થાય છે. જનસાધારણને જાણ થતાં જિનશાસનની હીલના થાય છે, તેથી શૈક્ષ સાધુએ સાથે વિચરણ કરતાં બે કે બે થી અધિક સાધુઓમાં એક સાધુને પ્રમુખ સાધુ તરીકે સ્થાપિત કરીને, તેની ઉપસંપદા-નેતૃત્વ સ્વીકારીને જ પ્રત્યેક પ્રવૃત્તિ કરવી જોઈએ.
આ રીતે બે અથવા અનેક આચાર્યો, ઉપાધ્યાયો, ગણાવચ્છેદકો પણ એક સાથે રહે અથવા વિચરણ કરે, ત્યારે પણ દીક્ષાપર્યાયથી જયેષ્ઠ આચાર્ય આદિના ઉચિત વિનય વ્યવહારપૂર્વક સાથે રહેવું જોઈએ. આ વિધાન એક માંડલે આહાર કરનાર સાંભોગિક સાધુઓની અપેક્ષાએ છે.
કયારેક અન્ય સાંભોગિક સાધુ, આચાર્ય, ઉપાધ્યાય અથવા ગણાવચ્છેદકનું કોઈ પ્રામાદિમાં એક જ ઉપાશ્રયમાં મળવાનું થાય અને થોડો સમય સાથે રહેવાનો પ્રસંગ હોય તો ઉચિત વિનય વ્યવહાર અને પ્રેમપૂર્વક સાથે રહે છે ત્યારે સૂત્રોક્ત ઉપસંપદા (નેતૃત્વ) સ્વીકારની જરૂર નથી. અન્ય સાંભોગિક સાધુની સાથે ચાતુર્માસ કરવાનું હોય, શેષકાલમાં અધ્યયન કરવા લાંબો સમય સાથે રહેવાનું હોય, તો જેટલો સમય રહેવાનું હોય, તેટલો સમય ઉપસંપદા (નેતૃત્વ) સ્વીકારીને જ રહેવું જોઈએ.
| | ઉદ્દેશક-૪ સંપૂર્ણ છે