________________
૨૯૮ ]
શ્રીવ્યવહાર સૂત્ર
શિષ્ય સંપદાથી યુક્ત કહેવાય છે અને જે સાધુએ ઉપાધ્યાયની નિશ્રામાં આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્ર વગેરે સૂત્રોની વાચના લીધી હોય, તે શ્રુતસંપન્ન કહેવાય છે. ભાષ્યકારે શિષ્ય સંપન્ન સાધુને દ્રવ્ય પલિચ્છત્ર અને શ્રુત સંપન્ન સાધુને ભાવપલિચ્છત્ર કહ્યા છે. રત્નાધિકોના નેતૃત્વમાં વિહાર -
२६ दो भिक्खुणो एगयओ विहरंति, णो णं कप्पइ अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ णं आहाराइणियाए अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ- બે સાધુ એક સાથે વિચરતા હોય તો તેણે પરસ્પર એક બીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પતું નથી, પરંતુ પરસ્પરમાં લઘુ-જ્યેષ્ઠ (નાના-મોટા)ની મર્યાદા સ્વીકારીને અર્થાત્ રત્નાધિકને અગ્રણી તરીકે સ્વીકારીને સાથે વિચરવું કહ્યું છે. | २७ दो गणावच्छेइया एगयओ विहरंति, णो णं कप्पइ अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ णं आहाराइणियाए अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ :- બે ગણાવચ્છેદક એક સાથે વિચરતા હોય તો તેણે પરસ્પર એક બીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પતું નથી, પરંતુ પરસ્પરમાં લઘુ-જ્ય (નાના-મોટા)ની મર્યાદા સ્વીકારીને અર્થાત્ રત્નાધિકને અગ્રણી તરીકે સ્વીકારીને સાથે વિચારવું કહ્યું છે. | २८ दो आयरिय-उवज्झाया एगयओ विहरंति, णो णं कप्पइ अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । कप्पइ णं अहाराइणियाए अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ :- બે આચાર્ય અથવા બે ઉપાધ્યાય એક સાથે વિચારતા હોય તો તેણે પરસ્પર એક બીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પતું નથી, પરંતુ પરસ્પરમાં લઘુ-યેષ્ઠ (નાના-મોટા)ની મર્યાદા સ્વીકારીને અર્થાત્ રત્નાધિકને અગ્રણી તરીકે સ્વીકારીને સાથે વિચરવું કહ્યું છે. २९ बहवे भिक्खुणो एगयओ विहरंति, णो णं कप्पइ अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । कप्पइ णं अहाराइणियाए अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ:- ઘણા સાધુઓ એક સાથે વિચરતા હોય તો તેમણે પરસ્પર એક બીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પતુ નથી, પરંતુ પરસ્પરમાં લઘુ-જ્યેષ્ઠ (નાના-મોટા)ની મર્યાદા સ્વીકારીને અર્થાતુ રત્નાધિકને અગ્રણી તરીકે સ્વીકારીને સાથે વિચરવું કહ્યું છે. |३० बहवे गणावच्छेइया एगयओ विहरंति, णो णं कप्पइ अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । कप्पइ णं अहाराइणियाए अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ:- ઘણા ગણાવચ્છેદકો એક સાથે વિચરતા હોય તો તેમણે પરસ્પર એકબીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પતું નથી, પરંતુ પરસ્પરમાં લઘુ-જ્યેષ્ઠ (નાના-મોટા)ની મર્યાદા સ્વીકારીને અર્થાત્ રત્નાધિકને અગ્રણી તરીકે સ્વીકારીને સાથે વિચરવું કહ્યું છે.