________________
ઉદ્દેશક-૫
[ ૩૦૧ |
ઉદેશક-૫ 2222222222222 પ્રવર્તિની આદિના વિહારમાં સાધ્વીઓની સંખ્યા :| १ णो कप्पइ पवत्तिणीए अप्पबिइयाए हेमंत-गिम्हासु चारए । ભાવાર્થ - હેમંત અને ગ્રીષ્મઋતુમાં પ્રવર્તિની સાધ્વીને અન્ય એક સાધ્વીની સાથે પોતાના સહિત બે સાધ્વીઓએ) વિહાર કરવો કલ્પતો નથી. | २ कप्पइ पवत्तिणीए अप्पतइयाए हेमंत-गिम्हासु चारए । ભાવાર્થ :- હેમંત અને ગ્રીષ્મઋતમાં પ્રવર્તિનીને અન્ય બે સાધ્વીઓની સાથે(પોતાના સહિત ત્રણ સાધ્વીઓએ) વિહાર કરવો કલ્પ છે. | ३ णो कप्पइ गणावच्छेइणीए अप्पतइयाए हेमंत-गिम्हासु चारए । ભાવાર્થ :- હેમંત અને ગ્રીષ્મઋતુમાં ગણાવચ્છેદિકાને અન્ય બે સાધ્વીઓની સાથે પોતાના સહિત ત્રણ સાધ્વીઓએ) વિહાર કરવો કલ્પતો નથી.
४ कप्पइ गणावच्छेइणीए अप्पचउत्थाए हेमंत-गिम्हासु चारए । ભાવાર્થ :- હેમંત અને ગ્રીષ્મઋતુમાં ગણાવચ્છેદિકાને અન્ય ત્રણ સાધ્વીઓની સાથે(પોતાના સહિત ચાર સાધ્વીઓએ) વિહાર કરવો કલ્પ છે. | ५ णो कप्पइ पवत्तिणीए अप्पतइयाए वासावासं वत्थए । ભાવાર્થ :- ચાતુર્માસમાં પ્રવર્તિનીને અન્ય બે સાધ્વીઓની સાથે (પોતાના સહિત ત્રણ સાધ્વીઓએ) રહેવું કલ્પતું નથી.
६ कप्पइ पवत्तिणीए अप्पचउत्थाए वासावास वत्थए । ભાવાર્થ :- ચાતુર્માસમાં પ્રવર્તિનીને અન્ય ત્રણ સાધ્વીઓની સાથ(પોતાના સહિત ચાર સાધ્વીઓએ) રહેવું કહ્યું છે. | ७ णो कप्पइ गणावच्छेइणीए अप्पचउत्थाए वासावासं वत्थए । ભાવાર્થ - ચાતુર્માસમાં ગણાવચ્છેદિકાને અન્ય ત્રણ સાધ્વીઓની સાથે પોતાના સહિત ચાર સાધ્વીઓએ)રહેવું કલ્પતું નથી. | ८ कप्पइ गणावच्छेइणीए अप्पपंचमाए वासावासं वत्थए । ભાવાર્થ :- ચાતુર્માસમાં ગણાવચ્છેદિકાને અન્ય ચાર સાધ્વીજીઓની સાથે પોતાના સહિત પાંચ સાધ્વીઓએ)રહેવું કહ્યું છે.