________________
ઉદ્દેશક-૪
૨૯૩
च केइ साहम्मिए पासित्ता वएज्जा- कं अज्जो ! उवसंपज्जित्ताणं विहरसि ? जे तत्थ सव्वराइणिए तं वएज्जा । अह भंते ! कस्स कप्पाए ? जे तत्थ सव्व-बहुस्सुए तं वज्जा, जं वा से भगवं वक्खइ तस्स आणा-उववाय- वयणणिद्देसे चिट्ठिस्सामि । ભાવાર્થ :- વિશિષ્ટ જ્ઞાનપ્રાપ્તિ માટે સાધુ પોતાના ગણને છોડીને અન્ય ગણનો સ્વીકાર કરીને વિચરી રહ્યા હોય, ત્યારે તેને જો કોઈ સાધર્મી સાધુ મળે અને પૂછે– પ્રશ્ન– હે આર્ય ! તમે કોની નિશ્રામાં વિચરી રહ્યા છો ? ઉત્તર– ત્યારે તે ગણમાં જે રત્નાધિક-દીક્ષામાં સૌથી મોટા હોય તેનું નામ કહે. પ્રશ્ન— જો તે ફરી પૂછે કે હે ભદન્ત ! તમે કયા કલ્પાક-બહુશ્રુતની નિશ્રામાં રહો છો ? ઉત્તર– ત્યારે એ ગણમાં જે સૌથી વધારે બહુશ્રુત હોય તેનું નામ કહે અને સાથે કહે કે તે બહુશ્રુત ભગવંતની આજ્ઞા પ્રમાણે તથા તેની સમીપે રહીને તેના વચનોના નિર્દેશ અનુસાર હું રહીશ.
તે
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અન્ય ગચ્છમાં ગયેલા સાધુના વિવેકનું નિદર્શન છે. કોઈ સાધુ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિના લક્ષે અન્ય ગચ્છમાં ગયા હોય, તે ગચ્છના મુખ્ય સાધુની નિશ્રા સ્વીકારીને તે ગચ્છના બહુશ્રુત સાધુ પાસે અધ્યયન કરી રહ્યા હોય, ત્યારે વિચરણ કરતાં પૂર્વ પરિચિત કોઈ સાધર્મિક સાધુ મળી જાય અને પૂછે કે આપ કોની નિશ્રામાં વિચરણ કરો છો ? ત્યારે સાધુ પોતાના નિશ્ચાદાતા રત્નાધિક સંતનું નામ યથાતથ્યરૂપે કહે. ત્યારપછી પૂર્વ પરિચિત સાધુના મનમાં શંકા થાય કે આપણા ગચ્છમાં પણ અધ્યાપનકુશળ । સંતો છે જ તો આ સંતને ગચ્છ છોડવાનું કારણ શું ? આ શંકાના સમાધાન માટે પૂર્વ પરિચિત સંત પૂછે કે તમે કોની પાસે અધ્યયન કરી રહ્યા છો ? તમારા કલ્પાક કોણ છે ? ત્યારે સાધુ પોતાના જ્ઞાનદાતા બહુશ્રુત સંતનું નામ પણ યથાર્થરૂપે કહે.
અમુક સંતની નિશ્રામાં રહીને અમુક સંતના સાંનિધ્યમાં ગચ્છના સર્વ સાધુઓની સાથે હું રહું છું અને અધ્યયન કરી રહ્યો છું. આ રીતે સાધુ જેની નેશ્રામાં રહેતા હોય અને જેની પાસે અધ્યયન કરી રહ્યા હોય, તેનું નામ છૂપાવ્યા વિના હંમેશાં સત્ય હકીકતનું કથન કરે. સંક્ષેપમાં સાધુ કોઈ પણ પરિસ્થિતિમાં સરળતાપૂર્વક સત્ય વ્યવહાર કરે. પૂર્વ સૂત્રમાં વડીદીક્ષા યોગ્ય સાધુ માટે કલ્પાક શબ્દનો પ્રયોગ થયો છે પ્રસ્તુતમાં અધ્યયન કરાવવા યોગ્ય બહુશ્રુત સાધુ માટે કલ્પાક શબ્દનો પ્રયોગ થયો છે.
અભિનિચારિકા માટે વિધિ-નિષેધ :
१९ बहवे साहम्मिया इच्छेज्जा एगयओ अभिणिचारियं चारए । णो णं कप्पइ थेरे अणापुच्छित्ता एगयओ अभिणिचारियं चारए, कप्पइ णं थेरे आपुच्छित्ता एगयओ अभिणिचारियं चारए ।
थेरा य से वियरेज्जा एवं णं कप्पइ एगयओ अभिणिचारियं चार, थेरा य से णो वियरेज्जा एवं णो कप्पइ एगयओ अभिणिचारियं चारए । जे तत्थ थेरेहिं अविइणे एगयओ अभिणिचारियं चरंति, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- અનેક સાધર્મિક સાધુઓ એક સાથે ‘અભિનિચારિકા ગમન’ (વિશિષ્ટ કારણથી અલ્પ સમય માટે) સાથે મળીને વિચરવા, રહેવા ઇચ્છે તો સ્થવિર સાધુઓને પૂછ્યા વિના તેને એક સાથે