________________
૨૨
શ્રીવ્યવહાર સૂત્ર
ચાર અધ્યયનની અર્થ સહિત વાચના લઈને કંઠસ્થ કરે, તેમજ પ્રતિલેખન આદિ દૈનિક ક્રિયાનો અભ્યાસ કરી લે ત્યારપછી તે સાધુ વડીદીક્ષાને યોગ્ય અર્થાત્ કલ્પાક કહેવાય છે.
ઉક્ત યોગ્યતાસંપન્ન કપાક સાધુને સૂત્રોક્ત સમયે વડીદીક્ષા ન દેવાથી આચાર્ય, ઉપાધ્યાયને પ્રાયશ્ચિત્ત આવે છે. યોગ્યતા પ્રાપ્ત કર્યા પૂર્વે અર્થાત્ અકલ્પાકને વડીદીક્ષા આપવાથી પણ આચાર્યાદિ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. (નિશીથ સૂત્ર, ઉદ્દે.–૧૧) પ્રચલિત પરંપરા અનુસાર જઘન્ય સાતમા દિવસે વડી દીક્ષા અપાય છે.
આ પ્રાયશ્ચિત્ત વિધાનથી એ સ્પષ્ટ થાય છે કે દીક્ષા અથવા વડીદીક્ષા દેવાનો અધિકાર આચાર્ય અથવા ઉપાધ્યાયનો જ છે. તેમાં વિલંબ થાય તો તેમને પ્રાયશ્ચિત્ત પણ આવે છે. અન્ય સાધુ, સાધ્વી અથવા પ્રવર્તક, પ્રવર્તિની પણ આચાર્ય, ઉપાધ્યાયની આજ્ઞાથી કોઈને દીક્ષા આપી શકે છે.
આ ત્રણ સૂત્રોમાં વડીદીક્ષાની કાલમર્યાદાના ઉલ્લંઘન માટેના ત્રણ વિકલ્પ કહ્યા છે. (૧) વિસ્મરણમાં મર્યાદાનું ઉલ્લંઘન (૨) સ્મૃતિ થવા છતાં મર્યાદાનું ઉલ્લંઘન (૩) વિસ્મરણ અથવા અવિસ્મરણથી વિશેષ મર્યાદાનું ઉલ્લંઘન.
વાયં-પવરાવાઓ... :- ચાર-પાંચ રાત્રિનું ઉલ્લંઘન કરે, તો પ્રાયશ્ચિત્ત આવે છે. શ્રી ઠાણાંગ સૂત્ર અનુસાર નવદીક્ષિત સાધુનો શૈક્ષકાલ જઘન્ય સાત દિવસનો છે, તેથી દીક્ષા આપ્યા પછી સાત દિવસ સુધી તે સાધુને વડીદીક્ષા અપાતી નથી, તે સાત દિવસ દરમ્યાન તે સાધુ વડીદીક્ષાની યોગ્યતા પ્રાપ્ત કરી લે ત્યારપછી તેને વડીદીક્ષા આપી શકાય છે.
વડીદીક્ષાની યોગ્યતા પ્રાપ્ત કરી લીધા પછી ચાર કે પાંચ રાત્રિથી વધુ સમયનું ઉલ્લંઘન થાય, તો આચાર્યાદિને પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્રોક્ત ચાર-પાંચ રાત્રિનો સંબંધ વડીદીક્ષાની યોગ્યતા પ્રાપ્ત કર્યા પછીના સમય સાથે છે, તેથી દીક્ષાના સાત દિવસ પછી આઠમા, નવમા, દામા, અગિયારમા અથવા બારમા દિવસ સુધીમાં ગમે ત્યારે તેને વડીદીક્ષા આપી શકાય છે અને તેનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. બાર રાતનું ઉલ્લંઘન કરવાથી સૂ. ૧૫, ૧૬ અનુસાર યથાયોગ્ય તપ અથવા દીક્ષા છેદરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે. દીક્ષાની યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી દશ દિવસ અર્થાત્ ૭ + ૧૦ = સત્તરમી રાત ઉલ્લંઘન કરવાથી યથાયોગ્ય તપ અથવા છંદ પ્રાયશ્ચિત્ત ઉપરાંત એક વર્ષ સુધી તેને પ્રાયશ્ચિત્તના રૂપમાં આચાર્ય-ઉપાધ્યાયના પદથી મુક્ત કરી દેવાય છે.
તે નવદીક્ષિત સાધુના માતા-પિતા આદિ કોઈ પણ માનનીય અથવા ઉપકારી પુરુષ દીક્ષિત થયા હોય અને તેને કલ્પાક થવામાં વાર હોય, બંનેને વડીદીક્ષા સાથે આપવા માટે છ મહિના સુધીનો સમય પસાર કરી શકાય છે અને તેમ કરવાથી આચાર્યાદિને તેનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી.
નવદીક્ષિત સાધુનો ઉત્કૃષ્ટ શૈક્ષકાળ છ માસનો છે, તેથી માનનીય પૂજ્ય પુરુષોના નિમિત્તે પણ વડીદીક્ષા આપવામાં છ માસનું ઉલ્લંઘન કરવું ન જોઈએ.
સૂત્રકારે આપેલી ચાર-પાંચ દિવસની છૂટમાં શુભ દિવસ અથવા વિહાર આદિ કોઈપણ કારણ સંભવે છે.
અન્ય ગચ્છમાં ગયેલા સાધુનો વિવેક :
१८ भिक्खू य गणाओ अवक्कम्म अण्णं गणं ठवसंपज्जित्ताणं विहरेज्जा, तं