________________
| ઉદ્દેશક-૪
૨૯૧ ]
| १६ आयरिय-उवज्झाए असरमाणे परं चउरायाओ-पंचरायाओ कप्पागं भिक्खुं णो उवट्ठावेइ कप्पाए, अस्थियाई त्थ से केइ माणणिज्जे कप्पाए, णत्थि से कई छेए वा परिहारे वा। __णत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ – આચાર્ય કે ઉપાધ્યાયને કલ્પાક સાધુના વડીદીક્ષાના સમયનું સ્મરણ ન હોય અને વડી દીક્ષાના સમય પછી ચાર-પાંચ રાત્રિથી વધુ સમય સુધી વડી દીક્ષા ન આપે, તો તે આચાર્યાદિ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે, પરંતુ જો કલ્પાકના પિતા આદિ માનનીય સાધુની વડી દીક્ષાને વાર હોય અને તેમની સાથે કલ્પાકને વડી દીક્ષા આપવાના લક્ષ્યપૂર્વક વડી દીક્ષા ન આપે તો તેઓ દીક્ષા છેદ કે તપ રૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતાં નથી.
જો માનનીય સાધુ સાથે વડી દીક્ષા આપવાનું લક્ષ્ય ન હોય અર્થાત્ તેવા માનનીય સાધુ ન હોય અને આચાર્યાદિ વડી દીક્ષા યોગ્ય કલ્પાક સાધુને વડી દીક્ષા (ચાર-પાંચ રાત્રિ પછી પણ) ન આપે તો દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. १७ आयरिय-उवज्झाए सरमाणे वा असरमाणे वा परं दसरायकप्पाओ कप्पागं भिक्खुं णो उवट्ठावेइ कप्पाए । अत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए णस्थि से केइ छए वा परिहारे वा । __णत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए, संवच्छरं तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं उद्दिसित्तए । ભાવાર્થ – આચાર્ય કે ઉપાધ્યાયને કલ્પાક સાધુને વડી દીક્ષા આપવાના સમયનું સ્મરણ હોય કે ન હોય પરંતુ કલ્પાકના માનનીય સાધુની વડી દીક્ષાને વાર હોય અને તેની સાથે કલ્પાકની વડી દીક્ષા કરવાના લક્ષ્યપૂર્વક દસ રાત્રિ પછી પણ કલ્પાકને વડી દીક્ષા ન આપે તો આચાર્યાદિ દીક્ષા છેદ કે તપ૩૫ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતાં નથી.
માનનીય સાધુ સાથે વડીદીક્ષા આપવાનું લક્ષ્ય ન હોય અર્થાત્ તેવા માનનીય સાધુ ન હોય અને આચાર્ય કલ્પાકને દસરાત્રિ પછી પણ વડીદીક્ષા ન આપે તો દસરાત્રિ ઉલ્લંઘન કરવાના પ્રાયશ્ચિત્તરૂપે એક વર્ષ સુધી આચાર્યાદિ પદ પર નિયુક્ત કરવા કલ્પતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વડીદીક્ષા-ઉપસ્થાપન સંબંધી કાલમર્યાદા અને તેના ઉલ્લંઘનના પ્રાયશ્ચિત્તનું નિરૂપણ છે.
પ્રથમ તેમજ અંતિમ તીર્થંકરના શાસનમાં સાધુઓને સામાયિક ચારિત્રરૂપ દીક્ષા આપ્યા પછી છેદોષસ્થાપનીય ચારિત્રરૂપ વડી દીક્ષા અપાય છે. તેની જઘન્ય કાળમર્યાદા સાત અહોરાત્રની છે.
ખા- કલ્પાક. કાળની અપેક્ષાએ નવદીક્ષિત સાધુ સાત રાત પછી કલ્પાક (વડી દીક્ષાને યોગ્ય) કહેવાય છે અને ગુણની અપેક્ષા આવશ્યક સૂત્ર સંપૂર્ણ અર્થ તેમજ વિધિ સહિત કંઠસ્થ કરે, જીવાદિ નવ તત્ત્વનું તેમજ સમિતિ-ગુપ્તિઓ(અષ્ટ પ્રવચન માતા)નું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરે, દશવૈકાલિકસૂત્રના