________________
૨૯૦ ]
શ્રીવ્યવહાર સૂત્ર
समुक्कसियव्वे, से य णो समुक्कसणारिहे णो समुक्कसियव्वे । अत्थियाइ त्थ अण्णे केइ समुक्कसणारिहे से समुक्कसियव्वे । णत्थियाई स्थ अण्णे केइ समुक्कसणारिहे से चेव समुक्कसियव्वो ।
तंसि च णंसमुक्किट्ठसि परो वएज्जा-दुस्समुक्किट्ठ ते अज्जो !णिक्खिवाहि। तस्स णं णिक्खिवमाणस्स पत्थि केइ छए वा परिहारे वा । जे साहम्मिया अहाकप्पेणं णो उट्ठाए विहरति सव्वेसिं तेसिं तप्पत्तियं छेए वा परिहारे वा । ભાવાર્થ :- સંયમનો પરિત્યાગ કરનાર આચાર્ય અથવા ઉપાધ્યાય કોઈ પ્રમુખ સાધુને કહે કે હે આર્ય ! મારા ગયા પછી અમુક સાધુને મારા પદ પર સ્થાપિત કરજો. આચાર્ય નિર્દિષ્ટ તે સાધુ તે પદ માટે યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવા જોઈએ. જો તે સાધુ એ પદ માટે યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. ગચ્છમાં અન્ય સાધુ તે પદને યોગ્ય હોય, તો તેને તે પદ ઉપર સ્થાપિત કરવા જોઈએ. ગચ્છમાં અન્ય કોઈ સાધુ તે પદને યોગ્ય ન હોય તો આચાર્ય નિર્દિષ્ટ સાધુને જ તે પદ પર સ્થાપિત કરવા જોઈએ.
તેને પદ પર સ્થાપિત કર્યા પછી જો ગીતાર્થ સાધુ કહે કે હે આર્ય! તમે આ પદને માટે અયોગ્ય છો, તેથી આ પદને છોડી દો. (ગીતાર્થ સાધુ આ પ્રમાણે કહે ત્યારે) તે સાધુ પદને છોડી દે તો તે દીક્ષાછેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી. જો સાધર્મિક સાધુઓ કલ્પ અનુસાર તે અયોગ્ય સાધુને આચાર્યાદિ પદ છોડવાનું ન કહે, તો તે બધા સાધર્મિક સાધુઓ તે કારણથી દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આચાર્ય કે ઉપાધ્યાય દ્રવ્ય તથા ભાવથી સંયમનો પરિત્યાગ કરે ત્યારપછી પદપ્રદાન માટેની નિર્ણય વિધિનું પ્રતિપાદન છે. તેનું વર્ણન પૂર્વ સૂત્રાનુસાર જાણવું. ઉપસ્થાપના-વડી દીક્ષાની કાલમર્યાદા:|१५ आयरिय-उवज्झाए सरमाणे परं चउरायाओ-पंचरायाओ कप्पागं भिक्खुं णो उवट्ठावेइ कप्पाए, अत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए, णत्थि, से केइ छए वा परिहारे वा । णत्थियाई त्थ से केइ माणणिज्जे कप्पाए, से संतरा छेए वा परिहारे वा। ભાવાર્થ :- આચાર્ય કે ઉપાધ્યાયને કલ્પાક-વડી દીક્ષાને યોગ્ય સાધુને વડી દીક્ષા આપવાનું સ્મરણ હોવા છતાં વડી દીક્ષાના સમય પછી પણ ચાર-પાંચ રાત્રિથી વધુ સમય સુધી વડી દીક્ષા ન આપે, તો તે આચાર્યાદિ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે, પરંતુ જો તે કલ્પાક સાધુના પિતા આદિમાનનીય સાધુની વડી દીક્ષાને વાર હોય, તો તેમની સાથે વડી દીક્ષા આપવાના લક્ષ્યપૂર્વક વડી દીક્ષા ન આપે, તો આચાર્યાદિ દીક્ષા છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતાં નથી.
માનનીય સાધુ સાથે વડી દીક્ષા આપવાનું લક્ષ્ય ન હોય અર્થાત્ તેવા માનનીય સાધુ ન હોય અને આચાર્યાદિ વડી દીક્ષા યોગ્ય કલ્પાકને ચાર-પાંચ રાત્રિ પછી પણ વડીદીક્ષા ન આપે, તો દીક્ષાછેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.