________________
ઉદ્દેશક-૪
.
૨૮૯ |
આચાર્ય દ્વારા નિર્દિષ્ટ તે સાધુ તે પદ માટે યોગ્ય હોય, તો તેને આચાર્ય પદ પર સ્થાપિત કરવા જોઈએ. જો તે સાધુ પદ માટે યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. જો તે ગચ્છમાં અન્ય કોઈ સાધુ તે પદને યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવા જોઈએ. જો ગચ્છમાં અન્ય સાધુ તે પદને યોગ્ય ન હોય તો આચાર્ય નિર્દિષ્ટ સાધુને જ તે પદ પર સ્થાપિત કરવા જોઈએ.
આચાર્ય નિર્દિષ્ટ સાધુને તે પદ પર સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થ સાધુ કહે કે હે આર્ય! તમે આ પદને માટે અયોગ્ય છો, તેથી તમે આ પદને છોડી દો. ગીતાર્થ સાધુ આ પ્રમાણે કહે ત્યારે જો તે પદને છોડી દે, તો તે દીક્ષાછેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી.
સાધર્મિક સાધુઓ કલ્પ અનુસાર તે અયોગ્ય સાધુને આચાર્યાદિ પદ છોડવાનું ન કહે, તો તે બધા સાધર્મિક સાધુઓ તે કારણથી દીક્ષાછેદ અથવા પરિહાર તપેરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં આચાર્ય કે ઉપાધ્યાયના કાલધર્મ પછી પદ પ્રદાન માટેની નિર્ણય વિધિનું પ્રતિપાદન છે.
બીમાર આચાર્ય આચાર્ય પદ માટે કોઈ સાધુના નામનો નિર્દેશ કર્યો હોય તો સ્થવિર સાધુઓ તે સાધુની આચાર્ય પદની યોગ્યતાની ચકાસણી કરે છે. પૂર્વ આચાર્ય કથિત સાધુ આચાર્યના ગુણોથી (ત્રીજા ઉદ્દેશકમાં આચાર્યની યોગ્યતા દર્શાવી છે તે ગુણોથી) સંપન્ન હોય તો તેને આચાર્ય પદ પર નિયુક્ત કરે.
બીમારીના કારણે કે અન્ય કોઈ કારણે કાળધર્મ પામેલા આચાર્યો જે સાધુના નામનો નિર્દેશ કર્યો હોય, તે સાધુમાં આચાર્યને યોગ્ય ગુણ ન હોય તો સ્થવિરો તેને આચાર્ય પદ ન આપે પરંતુ ગચ્છમાં આચાર્ય પદની યોગ્યતા ધરાવતા અન્ય સાધુને આચાર્ય પદ ઉપર નિયુક્ત કરે છે.
કદાચ આચાર્ય નિર્દિષ્ટ સાધુમાં આચાર્ય પદની યોગ્યતા ન હોય અને ગચ્છના અન્ય કોઈ સાધુમાં પણ તેવી યોગ્યતા ન હોય, તો આચાર્ય નિર્દિષ્ટ સાધુને આચાર્ય પદ ઉપર નિયુક્ત કરવામાં આવે છે.
આચાર્ય નિર્દિષ્ટ અથવા અનિર્દિષ્ટ યોગ્ય સાધુને અથવા પરિસ્થિતિવશ અલ્પ યોગ્યતાવાળા સાધુને પદ પર નિયુક્ત કર્યા પછી જો અનુભવ થાય કે નવા આચાર્યના નેતૃત્વમાં ગચ્છની વ્યવસ્થા સારી રીતે ચાલતી નથી, સાધુઓની સંયમ સમાધિ તેમજ બાહ્ય વાતાવરણ ક્ષુબ્ધ થઈ રહ્યું છે, ગચ્છમાં અન્ય યોગ્ય સાધુ તૈયાર થઈ ગયા છે, તો ગચ્છના સ્થવિર અથવા પ્રમુખ સાધુ-સાધ્વી આદિ સાથે મળીને તે નવા આચાર્યને પદ છોડવાને માટે નિવેદન કરીને, પદથી મુક્ત કરીને અન્ય યોગ્ય સાધુને તે પદ પર નિયુક્ત કરી શકે છે.
તે સમયે નવા આચાર્ય પદ છોડવા ન ઇચ્છે, કોઈ સાધુઓ તેનો પક્ષ લઈને આગ્રહ કરે અથવા સ્થવિરો તેને પદ છોડવાનું ન કહે, તો તેઓ બધા પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
ગચ્છનો ભાર સંભાળનારા પૂર્વના આચાર્યનું તથા ગચ્છના પ્રમુખ સ્થવિર સંતોનું કર્તવ્ય છે કે તે નિષ્પક્ષ ભાવથી તથા વિશાળ દષ્ટિથી ગચ્છનું તેમજ જિનશાસનનું હિત વિચારીને આગમ નિર્દિષ્ટ ગુણોથી સંપન્ન સાધુને તે પદ પર નિયુક્ત કરે અને આચાર્યના કાલધર્મ પછી આચાર્યની આજ્ઞાને પ્રાધાન્ય આપવાની સાથે સંઘના હિતને વિશેષ પ્રાધાન્ય આપે, તે સ્થવિર મુનિઓ તથા સહવર્તી સર્વ સાધુઓનું કર્તવ્ય છે. આચાર્યાદિના સંયમ ત્યાગ પછી પદ પ્રદાનનો નિર્ણય - १४ आयरिय-उवज्झाए ओहायमाणे अण्णयरं वएज्जा- अज्जो ! ममंसिणं ओहावियंसि समाणंसि अयं समुक्कसियव्वे । से य समुक्कसणारिहे