________________
૨૯૪ ]
શ્રીવ્યવહાર સૂત્ર
અભિનિચારિકા ગમન કરવું કલ્પતું નથી, પરંતુ સ્થવિર સાધુઓએ પૂછીને સાધુઓને એક સાથે અભિનિચારિકા ગમન કરવું કહ્યું છે.
સ્થવિર સાધુ આજ્ઞા આપે તો તેને અભિનિચારિકા ગમન કરવું કહ્યું છે અને સ્થવિર સાધુ આજ્ઞા ન આપે તો તેને અભિનિચારિકા ગમન કરવું કલ્પતું નથી. જો સ્થવિરોની આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના અભિનિચારિકા ગમન કરે તો તેઓ દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં સાધુઓને ગુર્વાજ્ઞાપૂર્વક અભિનિચારિકા ગમનનું કથન તથા મર્યાદા ભંગના પ્રાયશ્ચિત્તનું કથન છે.
પિનારિયં વાર:- અભિનિચારિકા ગમન. આમ મુન નિયત રાશિ નિવાIિ ભેગા થઈને સમુદાયરૂપે નિયત લક્ષપૂર્વક ચાલવું, ગમન કરવું, તેને અભિનિચારિકા કહે છે. પાત્રતત્વ વિવરણન, પત્રમિતિત્વા વારિખમ, ત્રિ નિરિત્ના વતનું નિરિવા સાધુઓ સાથે મળીને વિચરણ કરે, સાથે મળીને રહે, સાથે મળીને ચાલે અર્થાત્ વિહાર કરે, તેને અભિનિચરિકા કહે છે. પ્રસ્તુત અભિનિચારિકા ગમનમાં વજિકાગમનાદિ વિશિષ્ટ કારણથી અને અલ્પ સમય માટે સાથે વિચારવાની આજ્ઞાનું કથન છે, સામાન્ય વિચરણ માટેની આજ્ઞા લેવાનું વિધાન નથી. આચાર્યોએ વજિકાગમનના દષ્ટાંતથી અભિનિચરિકા ગમનને સમજાવ્યું છે.
એક ગચ્છમાં અનેક સાધુઓ શેષનાલમાં એક સાથે રહ્યા હોય, આચાર્યની વાચના માટે અન્ય ગચ્છના સાધુઓનું પણ આવાગમન ચાલુ હોય, તે ગચ્છમાં ઘણા ગ્લાન, વૃદ્ધ, તપસ્વી સાધુઓ હોય, તેથી સર્વ સાધુઓને દૂધ-ઘી આદિ વિગયયુક્ત પૌષ્ટિક આહાર સુલભ થતો ન હોય અને કેટલાક સાધુઓને તથાપ્રકારના પૌષ્ટિક આહારની આવશ્યકતા હોય, ત્યારે તે સાધુઓ સાથે મળીને નજીકના ગામમાં દૂધ, ઘી આદિ પદાર્થો સુલભ હોય તેવા ગોવાળ આદિની વસ્તીમાં થોડા સમય માટે જાય છે.
આ રીતે અનેક સાધુઓને સાથે મળીને દુગ્ધાદિની સુલભતાવાળા આદિ ક્ષેત્રમાં જવાનું હોય તો ગચ્છ પ્રમુખ આચાર્ય અથવા સ્થવિર આદિની આજ્ઞા લેવી આવશ્યક હોય છે. જો આચાર્ય આદિને આવશ્યક લાગે તો જ તેને અભિનિચારિકા ગમન માટે આજ્ઞા આપે છે, અન્યથા તેનો નિષેધ કરે છે.
તે સાધુઓ આચાર્ય આદિની આજ્ઞા વિના અભિનિચારિકા ગમન-સાથે મળીને અન્યત્ર ગમન કરે, તો તે સાધુઓ જેટલા દિવસ આજ્ઞા વિના રહે તે પ્રમાણે તેમને દીક્ષા છેદ અથવા પરિહાર તપનું પ્રાયશ્ચિત્ત આવે છે. ચર્યાપ્રવિષ્ટ અને ચર્યાનિવૃત્ત સાધુના કર્તવ્ય:२० चरियापविढे भिक्खू चउरायाओ पंचरायाओ थेरे पासेज्जा, सच्चेव आलोयणा, सच्चेव पडिक्कमणा, सच्चेव ओग्गहस्स पुव्वाणुण्णवणा चिट्ठइ अहालंदमवि ओग्गहे । ભાવાર્થ :- ચર્યા પ્રવિષ્ટ અર્થાતુ ગુરુ આજ્ઞાથી અન્યત્ર વિચરતાં સાધુ ચાર-પાંચ રાતની અવધિમાં જ સ્થવિર(ગુરુ) પાસે આવી જાય તો તે જ(પૂર્વની) આલોચના, તે જ પ્રતિક્રમણ અને તે જ પૂર્વે ગ્રહણ કરેલી અવગ્રહની આજ્ઞા રહે છે, કારણ કે તે યથાલંદકાળ-અલ્પકાળ પણ અવગ્રહ (આજ્ઞા) વિના રહ્યા નથી.