________________
૨૭૪ ]
શ્રીવ્યવહાર સૂત્ર
. દીક્ષાપર્યાય તથા
વિધિનું કથન છે.) કી છે. આ
ભાવાર્થ :- આચાર્ય અથવા ઉપાધ્યાયનો કાળધર્મ થાય તો, અલ્પ વર્ષની દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને આચાર્ય અથવા ઉપાધ્યાયનું પદ આપવું કહ્યું છે. તેના આચાર પ્રકલ્પના કંઈક અંશ અધ્યયન કરવાના બાકી હોય અને તે અધ્યયન પૂર્ણ કરવાનો સંકલ્પ કરીને પૂર્ણ કરી લે તો તેને આચાર્ય અથવા ઉપાધ્યાયનું પદ આપવું કહ્યું છે, પરંતુ જો તે શેષ અધ્યયન પૂર્ણ કરવાનો સંકલ્પ કરીને પણ તેને પૂર્ણ ન કરે તો તેને આચાર્ય ઉપાધ્યાયનું પદ આપવું કલ્પતું નથી. વિવેચનઃ
પ્રસ્તુત બે સુત્રોમાં આચાર્ય આદિ પદ માટે દીક્ષાપર્યાય તથા શ્રતઅધ્યયન સંબંધી અપવાદ વિધિનું કથન છે. (પૂર્વના છ સુત્રોમાં આચાર્ય આદિ પદની યોગ્યતા સંબંધી ઉત્સર્ગવિધિનું કથન છે.) સામાન્ય રીતે ઉપાધ્યાય અને આચાર્ય પદ માટે ક્રમશઃ ત્રણ વર્ષ તેમજ પાંચ વર્ષનો દીક્ષાપર્યાય હોવો જરૂરી છે. આ સૂત્રોમાં તે જ દિવસના દીક્ષિત સાધુને અથવા અલ્પ દીક્ષાપર્યાયવાળાને અથવા આવશ્યકશ્રુતનું અધ્યયન અપૂર્ણ હોય તેવા સાધુને પરિસ્થિતિવશ આચાર્ય, ઉપાધ્યાયપદ આપવાનું અપવાદ માર્ગે વિધાન કર્યું છે.
કેટલાક આચાર્યો પ્રસ્તુત સૂત્રગત નિરુદ્ધ પરિયાણ અને રુદ્ધ વાપરવા શબ્દોનો અર્થ પૂર્વ દીક્ષાનો નિરોધ અથવા છેદન કરે છે. તેઓના મતે એકવાર દીક્ષાને છોડીને ફરી દીક્ષા ગ્રહણ કરે તો તેના પ્રથમાદિ દિવસે આચાર્ય, ઉપાધ્યાય પદ આપવું કલ્પે છે, પરંતુ આગમમાં પિસ્તાવું- અલ્પાયુ, f મવાવરે અલ્પ સંસાર ભ્રમણ આદિમાં અલ્પ અર્થમાં બિરુદ્ધ શબ્દનો પ્રયોગ જોવા મળે છે, તેથી
અહીં વિરુદ્ધ પરિવાર અને ગિરફ વાસરિયા શબ્દોનો અલ્પ દીક્ષા પર્યાય, અલ્પ સંયમ પર્યાયવાળા અર્થનો સ્વીકાર કર્યો છે.
કોઈ સાધુ આચાર્ય કે ઉપાધ્યાયના પદને યોગ્ય ગુણોથી સંપન્ન હોય, ત્યારે આપવાદિક પરિસ્થિતિમાં દીક્ષા પર્યાયની કે શ્રતધારણાની અપૂર્ણતાને ગૌણ કરીને તે જ દિવસના દીક્ષિત સાધુને કે ત્રણ કે પાંચ વર્ષથી ઓછા દીક્ષા પર્યાયવાળા સાધુને તથા અપૂર્ણ શ્રતધારક સાધુને ઉપાધ્યાય કે આચાર્યનું પદ આપી શકાય છે.
ભાષ્યકારે બે પ્રકારની પરિસ્થિતિને લક્ષમાં રાખીને સૂત્રની વ્યાખ્યા કરી છે. (૧) ગણમાં રહેલા સાધુઓમાં સર્વાનુમતે અનુશાસન કે વ્યવસ્થા સંભાળવા યોગ્ય કોઈ ન હોય, તે સમયે કોઈ યોગ્ય ભાવિત કુળના પ્રતિભાસંપન્ન તે જ દિવસના દીક્ષિત સાધુને પદ પ્રદાન કરી શકાય છે. (૨) ગણમાં દીર્ઘ દીક્ષાપર્યાયી તેમજ શ્રુતસંપન્ન સાધુઓમાં કોઈ સાધુ આચાર્ય કે ઉપાધ્યાય પદને યોગ્ય ન હોય પરંતુ અલ્પપર્યાયી તેમજ અપૂર્ણ-શ્રુતવાળા સાધુ તે પદને યોગ્ય હોય તો તે સાધુને પદ પર નિયુક્ત કરી શકાય છે.
આપવાદિક પરિસ્થિતિમાં પણ સૂત્રકારે બે પ્રકારની યોગ્યતાનું સૂચન કર્યું છે. (૧) પારિવારિક ધર્મનિષ્ઠા - નવદીક્ષિત સાધુ ધર્મથી ભાવિત થયેલા, સર્વને માટે વિશ્વસનીય, સંસ્કાર સંપન્ન કુળમાંથી આવ્યા હોય, તો કુળ પરંપરાગત સંસ્કારના કારણે અન્ય સાધુઓ તેની યોગ્યતામાં વિશ્વાસ રાખીને પરિસ્થિતિ પ્રમાણે તે સાધુને આચાર્ય કે ઉપાધ્યાયનું પદ પ્રદાન કરે છે. સૂત્રકારે પારિવારિક ધર્મનિષ્ઠાને સૂચિત કરવા તે કુળ માટે અનેક વિશેષણોનો પ્રયોગ કર્યો છે.
(૧) વડળ- તથારૂપના કુશળ સ્થવિરો દ્વારા ધર્મભાવનાથી ભાવિત કરાયેલું કુળ (૨) પરિવાપ્રીતિકર અને વિનયસંપન્ન. (૩) ગણિ- પ્રીતિકર હોવાથી ગચ્છના કાર્યસંપાદનમાં પ્રમાણભૂત. (૪) વેસિયાજિ- ગચ્છના સમસ્ત સાધુઓના વિશ્વાસયોગ્ય, સરળ સ્વભાવી. (૫) સમ્માજિ