________________
૨૫૮ |
શ્રીવ્યવહાર સૂત્ર
છે. તે આ પ્રમાણે કહે ત્યારે આચાર્યાદિએ બીજા સાધુને (દોષ સેવનની આલોચના કરનાર સાધુએ જે સાધુની સાથે પોતે પ્રતિસેવના કરવાનું કહ્યું હોય તે સાધુને)પૂછવું જોઈએ કે તે આર્ય! શું તમે પ્રતિસેવી છો કે અપ્રતિસવી? અર્થાતુ તમે દોષનું સેવન કર્યું છે કે નહીં? જો તે કહે કે મેં દોષ સેવન કર્યું છે, તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે અને જો તે કહે કે મેં દોષ સેવન કર્યું નથી, તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતાં નથી. તે સ્વયં જે પ્રમાણ આપે તેનાથી નિર્ણય કરવો જોઈએ. પ્રશ્ન- હે ભગવાન ! આ પ્રમાણે કહેવાનું શું કારણ છે? ઉત્તર- સત્ય પ્રતિજ્ઞાવાન સાધુઓના સત્ય કથન પર વ્યવહારનો(પ્રાયશ્ચિત્તનો) આધાર હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દોષનો આક્ષેપ તથા તેના નિર્ણયની વિધિનું પ્રતિપાદન છે. સાથે વિચરણ કરનારા બે સાધુઓમાં ક્યારેક પરસ્પર વૈમનસ્યનો ભાવ જાગૃત થાય, ત્યારે ગુરુ પાસે આવીને એક સાધુ પોતાના દોષની આલોચના કરે કે મેં સાથે રહેલા આ સાધુ સાથે અમુક દોષનું સેવન કર્યું છે. આ રીતે પોતાના દોષની આલોચના સાથે બીજા સાથી સાધુ પર દોષારોપણ કરે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં આલોચના સાંભળનાર ગીતાર્થ સાધુએ બીજા સાધુની વાત યથાર્થ રીતે સાંભળ્યા પછી નિર્ણય કરવો જોઈએ.
જો આલોચના કરનાર સત્ય કથન કરી રહ્યા હોય પરંતુ અન્ય સાધુ પોતાનો દોષ સ્વીકારે નહીં અને આલોચક તેને પ્રમાણિત પણ કરી શકે નહીં, ત્યારે દોષનો અસ્વીકાર કરનારને કોઈ પ્રાયશ્ચિત્ત અપાતું નથી. કારણ કે સવા વવધારા સાધુ સત્યવચનની પ્રતિજ્ઞાવાળા હોય છે, તેથી સ્વયંના દોષ સ્વીકાર પર જ તેને પ્રાયશ્ચિત્ત આપી શકાય છે. પ્રમાણ વિના ફક્ત કોઈના કહેવાથી તેને પ્રાયશ્ચિત્ત આપી શકાતું નથી. આલોચના કરનાર પોતાના કથનની સત્યતાને પ્રમાણિત કરે, તેમજ ગીતાર્થ સાધુને તેના પ્રમાણોની સત્યતા સ્પષ્ટ થઈ જાય અને તે સાધુ દોષનો સ્વીકાર કરે, તો જ તેને પ્રાયશ્ચિત્ત આપી શકાય છે.
ક્યારેક દોષ પ્રમાણિત થવા છતાં પણ તે સાધુ તેનો સ્વીકાર ન કરે તો પ્રાયશ્ચિત્ત દાતા ગચ્છના અન્ય ગીતાર્થ સાધુઓની સલાહ લઈ તેનું પ્રાયશ્ચિત્ત જાહેર કરી શકે છે અને તે સાધુ પ્રાયશ્ચિત્તનો અસ્વીકાર કરે, તો તેને ગચ્છથી અલગ પણ કરી શકે છે.(બૃહત્કલ્પ, ઉદ્દે.-૪, સૂત્ર-૩૦)
સંક્ષેપમાં ગચ્છ પ્રમુખ ફક્ત એક પક્ષના કથનથી નિર્ણય તથા વ્યવહાર ન કરે. ઉભય પક્ષના કથનને સાંભળીને ગચ્છના અનુશાસન માટે ઉચિત નિર્ણય કરીને પ્રાયશ્ચિત્ત આપે. સંયમ ત્યાગનો સંકલ્પ તથા પુનરાગમન - २४ भिक्खू य गणाओ अवक्कम्म ओहाणुप्पेही वज्जेजा, से य अणोहाइए इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए । तत्थ णं थेराणं इमेयारूवे विवाए समुप्पज्जित्था- इमं भो ! जाणह किं पडिसेवी, अपडिसेवी ?
से य पुच्छियव्वे- किं पडिसेवी, अपडिसेवी ? से य वएज्जा- पडिसेवी परिहारपत्ते । से य वएज्जा- णो पडिसेवी णो परिहारपत्ते । जं से पमाणं वयइ से पमाणाओ घेतव्वे । से किमाहु भंते ? सच्चपइण्णा ववहारा । ભાવાર્થ - કોઈ સાધુ સંયમનો ત્યાગ કરવાની ઇચ્છાથી ગણમાંથી નીકળી જાય અને પછી અસંયમનું સેવન કર્યા વિના જ તે ફરી પોતાના ગણમાં પાછા આવવા ઈચ્છે ત્યારે તેને ગણમાં સ્વીકારવાના વિષયમાં