________________
ઉદ્દેશક-ર
| ૨૫૭]
ભાવાર્થ :- ગણાવચ્છેદકને પારંચિત (દસમા પ્રાયશ્ચિત્તનું વહન કરનારા) સાધુને ગૃહસ્થવેશ ધારણ કરાવ્યા પછી સંયમમાં ઉપસ્થાપિત કરવા કહ્યું છે. |२२ अणवट्ठप्पं भिक्खं पारंचियं वा भिक्खुं अगिहिभूयं वा गिहिभूयं वा, कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावित्तए, जहा तस्स गणस्स पत्तियं सिया । ભાવાર્થ :- અનવસ્થાપ્ય સાધુ કે પારંચિત સાધુઓ દ્વારા ગણનું હિત સંભવિત હોય, તો ગૃહસ્થનો વેશ ધારણ કરાવ્યા પછી અથવા ગૃહસ્થનો વેશ ધારણ કરાવ્યા વિના પણ સંયમમાં ફરીને ઉપસ્થાન કરવા ગણાવચ્છેદકને કહ્યું છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં અનવસ્થાપ્ય અને પારંચિત પ્રાયશ્ચિત્તનું વહન કરતાં સાધુને ગણમાં લેવા માટે ઉત્સર્ગ અને અપવાદનું કથન છે.
સામાન્ય રીતે નવમા અને દશમા પ્રાયશ્ચિત્તને યોગ્ય સાધુને જઘન્ય છમાસ અને ઉત્કૃષ્ટ બાર વર્ષ સુધીનું વિશિષ્ટ તારૂપ પ્રાયશ્ચિત્ત અપાય છે અને તપ પૂર્ણ થાય, ત્યારે તેને એકવાર ગૃહસ્થનો વેશ ધારણ કરાવવામાં આવે છે અને ત્યાર પછી તેને છેદોપસ્થાપનીય ચારિત્ર આપવામાં આવે છે.
ઉપર્યુક્ત ચાર સૂત્રોમાં ગૃહસ્થનો વેશ ધારણ કરાવવાનું વિધાન કરીને પાંચમા સૂત્રમાં તેના અપવાદનું કથન છે. કોઈ વિશિષ્ટ વ્યક્તિને ગૃહસ્થ વેશ ધારણ કરાવવો ઉચિત ન લાગે તો ગણાવચ્છેદક તે સાધુને ગૃહસ્થ વેશ ધારણ કરાવ્યા વિના જ ગણમાં લઈ શકે છે. ગણાવચ્છેદક ગચ્છનું અથવા જિનશાસનનું અત્યધિક હિત થાય, તે રીતે સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકે છે.
ભાષ્યકારે તે સાધુને ગૃહસ્થનો વેશ ધારણ ન કરાવવાના કારણો કહ્યા છે, યથા– (૧) જે સાધુએ કોઈ રાજાને બોધ પમાડીને શાસન રસિક બનાવ્યા હોય. (૨) જેને ગૃહસ્થનો વેશ ધારણ ન કરાવવાનો કોઈ રાજાનો આગ્રહ હોય. (૩) પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત સાધુ અથવા આચાર્યના અનેક શિષ્યોનો ગૃહસ્થ વેશ ધારણ ન કરાવવાનો આગ્રહ હોય. (૫) તે પ્રાયશ્ચિતના સંબંધમાં બે ગણોમાંવિવાદ હોય ઇત્યાદિ પરિસ્થિતિઓમાં તથા અન્ય પણ તેવા કારણોથી તે સાધુને ગૃહસ્થનો વેશ ધારણ કરાવ્યા વિના પણ ઉપસ્થાપના કરી શકાય છે. અકૃત્યસેવનનો આક્ષેપ તથા તેની નિર્ણય વિધિઃ२३ दो साहम्मिया एगयओ विहरंति, एगे तत्थ अण्णयर अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहं णं भंते ! अमुगेणं साहुणा सद्धिं इमम्मि कारणम्मि पडिसेवी। से य पुच्छियव्वे- किं अज्जो ! पडिसेवी उदाहु अपडिसेवी ? से य वएज्जा पडिसेवी, परिहारपत्ते । से य वएज्जा-णो पडिसेवी णो परिहारपत्ते । जं से पमाणं वयइ से पमाणाओ घेतव्वे । से किमाहु भंते ? सच्चपइण्णा વવIRI | ભાવાર્થ :- બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય, તેમાંથી એક સાધુ કોઈ અકૃત્ય સ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે કે હે ભગવન! મેં અમુક સાધુ સાથે અમુક કારણસર દોષનું સેવન કર્યું