________________
| ઉદ્દેશક-૨
૨૫૯ ]
સ્થવિરોમાં પરસ્પર વિવાદ ઉત્પન્ન થઈ જાય (તેઓ પરસ્પર કહેવા લાગે) કે શું તમે જાણો છો કે તેણે દોષનું સેવન કર્યું છે કે દોષનું સેવન કર્યું નથી?
(તે સમયે) સ્થવિરોએ તે સાધુને જ પૂછવું જોઈએ કે પ્રશ્ન- તે દોષસેવન કર્યું છે કે દોષસેવન કર્યું નથી? ઉત્તર- જો તે કહે કે– હા, મેં દોષસેવન કર્યું છે. તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે અને જો તે કહે કે મેં દોષસેવન કર્યું નથી, તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી અને તે સ્વયં જે પ્રમાણ આપે તેનાથી નિર્ણય કરવો જોઈએ. પ્રશ્ન- હે ભગવન્! આ પ્રમાણે કહેવાનું શું કારણ છે? ઉત્તર- સત્ય પ્રતિજ્ઞાવાન સાધુઓના સત્ય કથન પર વ્યવહાર-પ્રાયશ્ચિત્તનો આધાર હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંયમનો ત્યાગ કરવાના સંકલ્પથી અન્યત્ર ગયેલા સાધુ વિચાર પરિવર્તનથી તુરંત ગણમાં પાછા આવવાની ઇચ્છા કરે, ત્યારે તેની સદોષતા કે નિર્દોષતાનું પરીક્ષણ કર્યા પછી તેને પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન છે.
પાછા આવનાર સાધુ પોતાના વિચાર પરિવર્તનનું તથા તેના કારણોનું સ્પષ્ટીકરણ કરી ગચ્છમાં રહેવા ઇચ્છે ત્યારે ગચ્છના ગીતાર્થ સ્થવિરોના વિચારોમાં એકરૂપતા ન હોય અર્થાત્ કોઈને સંદેહ થાય કે આટલા સમયમાં તેણે અવશ્ય કોઈ પણ દોષનું સેવન કર્યું હશે. તે સમયે ગચ્છ પ્રમુખ તે સાધુને પૂછે અથવા અન્ય કોઈ પાસેથી જાણકારી મેળવીને નિર્ણય કરે.
જો પ્રમાણિત જાણકારી ન મળે તો તે સાધુના જવાબ અનુસાર જ નિર્ણય કરવો જોઈએ અર્થાત્ તે દોષ સેવનનો સ્વીકાર કરે તો તેને તેનું પ્રાયશ્ચિત્ત આપે અને જો તે દોષનો સ્વીકાર ન કરે તો કોઈના સંદેહમાત્રથી તેને પ્રાયશ્ચિત્ત આપી શકાતું નથી, પરંતુ સંયમ છોડવાના સંકલ્પનું તથા તે સંકલ્પથી અન્યત્ર જવાનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપીને તેને ગચ્છમાં રાખી શકાય છે. એકપક્ષીય સાધુને પદ પ્રદાન :| २५ एगपक्खियस्स भिक्खुस्स कप्पइ आयरिय-उवज्झायाणं इत्तरियं दिसं वा अणुदिस वा उद्दिसित्तए वा धारेत्तए वा, जहा वा तस्स गणस्स पत्तिय सिया । ભાવાર્થ :- એકપક્ષીય અર્થાત્ એક જ આચાર્યની પાસે દીક્ષા અને શ્રુત ગ્રહણ કરનાર એક ગચ્છવર્તી સાધુને થોડા સમય માટે અથવા જીવન પર્યત આચાર્ય અથવા ઉપાધ્યાય પદ પર સ્થાપિત કરવા અથવા તેની નિશ્રા ધારણ કરવી કહ્યું છે અથવા પરિસ્થિતિવશ ક્યારેક જેમાં ગણનું હિત હોય તેમ પણ કરી શકાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આચાર્ય કે ઉપાધ્યાયના પદ માટેની આવશ્યકતાનું કથન છે.
ગચ્છના આચાર્ય, ઉપાધ્યાયે સંઘની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે જળવાઈ રહે, તે માટે પોતાની ઉપસ્થિતિમાં જ અન્ય યોગ્ય આચાર્ય, ઉપાધ્યાયને નિયુક્ત કરી લેવા જોઈએ. આચાર્ય કે ઉપાધ્યાયનું પદ ક્યારેક અલ્પકાલ માટે અને ક્યારેક માવજીવન માટે અપાય છે. અ૫કાલીન પદનિયુક્તિના કારણઃ- (૧) વર્તમાન આચાર્યને કોઈ વિશિષ્ટ રોગની ચિકિત્સા કરાવવા