________________
૧૪૪
શ્રી નિરયાવલિકા સૂત્ર
વર્ગ-૪ અધ્ય. ર થી ૧૦|
હ્રીદેવી આદિ
હ્રીદેવી આદિ :| १ एवं सेसाणं वि णवण्हं भाणियव्वं । सरिसणामा विमाणा । सोहम्मे कप्पे। पुव्वभवो । णयर-चेइय-पियमाईणं अप्पणो य णामादि जहा संगहणीए । सव्वा पासस्स अंतिए णिक्खंता । पुप्फचूलाणं सिस्सिणीयाओ। सरीरबाओसियाओ। सव्वाओ अणंतरं चयं चइत्ता महाविदेहे वासे सिज्झिहिति। ભાવાર્થ :- આ પ્રમાણે શેષ નવ અધ્યનોના ભાવ પણ જાણી લેવા જોઈએ. મૃત્યુ પછી પોતપોતાના નામ અનુસાર વિમાનોમાં તેની ઉત્પત્તિ થઈ. જેમ કે- હી દેવી હી વિમાનમાં, ધૃતિ દેવી ધૃતિ વિમાનમાં, કીર્તિદેવી કીર્તિ વિમાનમાં, બુદ્ધિ દેવી બુદ્ધિ વિમાનમાં ઉત્પન્ન થઈ છે. સર્વદેવીઓની ઉત્પત્તિ સૌધર્મકલ્પમાં થઈ. તે સર્વનો પૂર્વભવ ભૂતાની સમાન છે. નગર, ઉધાન, માતા-પિતાના નામ આદિ સંગ્રહણી ગાથા પ્રમાણે જાણવા. ગાથા ઉપલબ્ધ નથી. તે સર્વ દેવીઓ પૂર્વભવમાં પાર્શ્વનાથ ભગવાન પાસે પ્રવ્રજિત થઈ હતી અને પુષ્પચૂલા આર્યાની શિષ્યાઓ થઈ હતી. સંયમનું પાલન કરતાં કરતાં તે સર્વે શરીર બાકશિકા થઈ. દેવલોકમાંથી ચ્યવી, સર્વે મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધ થશે.
વિવેચન :
પ્રસ્તુત વર્ગના દશ અધ્યયનમાંથી એક અધ્યયનનું વિસ્તૃત વર્ણન છે અને શેષ નવ અધ્યયનોનું આ સૂત્રમાં સંક્ષિપ્ત વર્ણન છે. તે દશ કથાનક એક સમાન છે. તેઓની નગરી વગેરેના નામોમાં વિશેષતા છે. તેના માટે સૂત્રમાં સંગ્રહણી ગાથાથી જાણવાનો નિર્દેશ છે પરંતુ સંગ્રહણી ગાથા કોઈ પ્રતમાં કે ટીકામાં પ્રાપ્ત થતી નથી.
વર્ગનો ઉપસંહાર :| २ एवं खलु जंबू समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं पुप्फचूलियाणं दस अज्झयणाणं अयमढे पण्णत्ते ।
- ત્તિ વનિ . ભાવાર્થ :- હે જંબૂ! આ રીતે નિર્વાણપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પુષ્પચૂલિકાના દસ