________________
| પુષ્પિકા વર્ગ-૪: અધ્ય.-૧
૧૪૩ ]
सिरीए देवीए एसा दिव्वा देविड्डी लद्धा पत्ता अभिसमण्णागया। एगंपलिओवमं Iિ ભાવાર્થ :- ત્યાર પછી તે ભૂતા આર્યાએ વિવિધ પ્રકારની તપશ્ચર્યા ઉપવાસ, છઠ, અટ્ટમ, આદિ તપથી આત્માને ભાવિત કરતાં ઘણાં વર્ષો સુધી સંયમ પર્યાયનું પાલન કર્યું. અંતે પોતાની દૂષિત પ્રવૃત્તિની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુના અવસરે મૃત્યુ પામીને તેણી સૌધર્મકલ્પના 'શ્રી અવતંસક' વિમાનની ઉપપાત સભામાં દેવશય્યામાં શ્રીદેવીના રૂપે ઉત્પન્ન થઈ; આહાર પર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને ભાષા–મનપર્યાપ્તિ તે પાંચ પર્યાપ્તિથી પર્યાપ્ત થઈ.
આ રીતે હે ગૌતમ! શ્રી દેવીએ આ દિવ્ય દેવઋદ્ધિને મેળવી છે. પ્રાપ્ત કરી છે અને સ્વાધીન કરી છે. દેવલોકમાં તેની સ્થિતિ એક પલ્યોપમની છે. २० सिरी णं भंते ! देवी जाव कहिं गच्छिहिइ कहि उववज्जिहिइ ? गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શ્રી દેવી દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને વાવત કયાં જશે? કયાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરશે અને (સંયમની સાધના કરી) સિદ્ધિ પ્રાપ્ત કરશે.
અધ્યયન ઉપસંહાર :२१ तं एवं खलु जंबू !समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं पुप्फचूलियाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते ।
-त्ति बेमि । ભાવાર્થ :- હે જંબૂ! મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પચૂલિકાના પ્રથમ અધ્યયનનો આ ભાવ કહ્યો છે.
ને વર્ગ-૪ અધ્ય.-૧ સંપૂર્ણ