________________
| પુષ્પિકા વર્ગ-૪ઃ અધ્ય.-૨ થી ૧૦.
૧૪૫
અધ્યયનનો આ ભાવ પ્રરૂપ્યો છે. ઉપસંહાર - આ વર્ગના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે લોકમાં જે લક્ષ્મી, સરસ્વતી આદિ દેવીઓની પૂજાપ્રતિષ્ઠા કરવામાં આવે છે. તે પ્રથમ દેવલોકની દેવીઓ પ્રત્યે એક પ્રકારની ભક્તિનું દર્શન છે. તેમને પ્રસન્ન કરી લોકો કંઈક મેળવવાની અપેક્ષા રાખે છે.
ત્રીજા વર્ગમાં મણિભદ્ર–પૂર્ણભદ્ર દેવનું વર્ણન આવે છે. જિનમંદિરોમાં તેની પણ પૂજા પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ સર્વ પ્રવૃત્તિઓ ભૌતિક સુખની અપેક્ષાથી થાય છે. વીતરાગ ધર્મ તો લૌકિક આશાથી પર રહીને માત્ર આત્મસાધના કરવાનો ઉપદેશ આપે છે.
ત્રીજા ચોથા વર્ગમાં વર્ણિત ધર્મકથાઓથી જણાય છે કે ચારિત્રના વિરાધક સાધકો પણ જો શ્રદ્ધામાં દેઢ હોય તો તે વિરાધક થવા છતાં અનંત સંસાર પરિભ્રમણ કરતા નથી. ચારિત્રની વિરાધનાના પરિણામે તે નિમ્ન જાતિના દેવ-દેવી તરીકે જન્મ ધારણ કરે છે. તેઓ પુનઃ મનુષ્ય જન્મ ધારણ કરી, આરાધના કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી શકે છે. તેથી સંયમની હીનાધિક આરાધના કરનાર દરેક સાધકોએ પોતાની શ્રદ્ધા, પ્રરૂપણા તો આગમાનુસાર શુદ્ધ રાખવી જોઈએ અને કષાય ભાવથી મુક્ત રહી, બાર પ્રકારના તપમાં લીન રહેવું જોઈએ. આ પ્રકારે સાવધાન રહેનાર સંયમી સાધક પોતાના આત્માની અધોગતિથી સુરક્ષા કરી સદ્ગતિ પ્રાપ્ત કરી શકે છે અને અંતે મોક્ષ પામી શકે છે.
| વર્ગ-૪ અધ્ય. ૨ થી ૧૦ સંપૂર્ણ