________________
આવશ્યક—૨ : પ્રાકથન
વિષય- લોગા સૂત્રમાં મુખ્યત્વે ચોવીસ તીર્થંકરોની નામ સ્તુતિ છે. નામસ્મરણનો પણ અદ્ભુત મહિમા છે કારણ કે પ્રત્યેક શબ્દો ભાવાત્મક છે. તે શબ્દના ઉચ્ચારણ સાથે તેનો ભાવ અવશ્ય સ્પષ્ટ થાય છે. જેમ ‘કમલ’ શબ્દનું ઉચ્ચારણ એક ખીલેલા સુગંધી ફૂલનો બોધ કરાવે છે, તે જ રીતે તીર્થંકરોનાં નામનું ઉચ્ચારણ પણ તીર્થંકરના ગુણનો બોધ કરાવે છે. પ્રભુ મહાવીરનું નામ તુરંત જ તેમની સમતા, સહનશીલતાનો બોધ કરાવે છે. શબ્દ દ્રષ્યશ્રુત છે અને તેમાં ભાવ શ્રુતને પ્રગટ કરવાનું સામર્થ્ય છે.
પ્રભુના નામમાં અખૂટ શક્તિ છે. સાધક શ્રદ્ધા અને ભક્તિથી હર ક્ષણે પ્રભુનું નામસ્મરણ કરે, તો અનેક અનર્થકારી પાપોથી બચી જાય, શુભ ભાવોની વૃદ્ધિ થાય અને અંતે સ્વયં પ્રભુમય બની જાય છે, તેથી જ મહાપુરુષોએ આવા ઉત્તમ કોટિના ભક્તિ સાહિત્યની રચના કરી છે.
✩✩