________________
|
૨૨
]
શ્રી આવશ્યક સૂત્ર
બીજ આવશ્યક
પ્રાક્કથન
%
%
%
%
%
%
%
છ આવશ્યકમાંથી પ્રથમ આવશ્યક “સામાયિક છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં પ્રથમ આવશ્યકનું નામ “સાવધયોગવિરતિ' કહ્યું છે. સાધકનું લક્ષ સાવધયોગથી-પાપકારી પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને સમભાવમાં સ્થિત થવાનું છે, પરંતુ અનાદિકાલીન સંસ્કારો તેને પુનઃ પુનઃ પાપપ્રવૃત્તિમાં ખેંચી જાય છે. લક્ષની સિદ્ધિ માટે સાધકને તદનુરૂપ ઉચ્ચ આલંબનની અપેક્ષા રહે છે. સાવધયોગથી પૂર્ણતઃ નિવૃત્ત અને અખંડ સમભાવમાં સ્થિત થયેલા તીર્થકરો સાધકને માટે શ્રેષ્ઠ આલંબનભૂત છે. સાધક પોતાના આદર્શરૂપે તીર્થકરોને નજર સમક્ષ રાખી વારંવાર તેનું નામસ્મરણ અને ગુણસ્મરણ કરીને સ્વયં સાધનાનું બળ પ્રાપ્ત કરે છે.
જેમ ચિત્રકાર લક્ષરૂપ ચિત્રને પોતાના માનસપટ પર અંકિત કરીને તેના આધારે પોતાનું કાર્ય કરે છે, તે જ રીતે સાધક પણ પોતાના લક્ષભૂત અખંડ સમભાવને વરેલા દેવાધિદેવને પોતાના માનસપટ પર સ્થાપિત કરી લક્ષ્યસિદ્ધિ માટે પુરુષાર્થ કરે છે, તેથી જ પ્રથમ સામાયિક આવશ્યક પછી બીજો આવશ્યક ચતુર્વિશતિ સ્તવ છે.
સાધનાનો પુરુષાર્થ સાધક સ્વયં કરે છે તેમ છતાં તીર્થકરોની સ્તુતિ સાધકના સાધનાના માર્ગને પ્રશસ્ત બનાવે છે, તીર્થકરના ઉચ્ચતમ સંયમ-તપની સાધનામાંથી સાધક પ્રેરણા મેળવે છે અને તેના ગુણાનુરાગથી તે ગુણો સ્વયંમાં પ્રગટ થાય છે. શ્રદ્ધામથોડવં પુરુષો યો યસ્કૃત પશ્વ સઃ I મનુષ્ય જેની શ્રદ્ધા કરે છે. તેના જેવો તે થાય છે. વીતરાગ, સર્વજ્ઞ પુરુષની શ્રદ્ધા, ભક્તિ ક્રમશઃ તેને વીતરાગ બનાવે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું છે કે વડળીસ્થા અંતે ! નીવે વિ ાય ? હે પૂજ્ય ! ચોવીશ તીર્થકરોની સ્તુતિથી જીવને શું લાભ થાય છે?
ભગવાન મહાવીર ઉત્તર આપે છે કે વડળનત્થણં વંસન વિનોરિંગાયા હે ગૌતમ! ચોવીસ તીર્થકરોની સ્તુતિથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે અને તેનાથી દર્શનની વિશુદ્ધિ થાય છે. તીર્થકરોના ગુણાનુરાગથી તે ગુણોની પ્રાપ્તિ થાય છે અને અંતે તે જીવાત્મા તરૂપ બની જાય છે, જેથી અલ્પકાળમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. આસન- યોગમુદ્રા કે જિનમુદ્રામાં સ્થિર આસને બેસીને આ પાઠ બોલાય છે. બંને હાથ જોડી દશે ય આંગળીઓ ભેગી કરીને પેટ ઉપર હાથની કોણીઓ રાખવી, તે યોગ મુદ્રા કહેવાય છે. તીર્થકરોની ધ્યાનસ્થ અવસ્થાની જેમ બંને હાથ લાંબા રાખીને સીધા ઊભા રહેવું, તે જિનમુદ્રા છે.
લોગસ્સ સૂત્રમાં સાત ગાથા છે. પહેલી એક ગાથા અનુષ્ટ્રપ છંદમાં અને શેષ છ ગાથા આર્યા છંદમાં ગવાય છે.