________________
આવશ્યક-૧
.
| ૨૧
|
નહીં, (૮) વચનથી પાપની અનુમોદના કરીશ નહીં, (૯) કાયાથી પાપની અનુમોદના કરીશ નહીં, સાધુ આ નવ કોટિએ સર્વ પ્રકારની પાપપ્રવૃત્તિનો ત્યાગ કરે છે.
શ્રાવકોની સામાયિક મર્યાદિત કાલની હોય છે તેમજ તે ગૃહસ્થ હોવાથી સર્વ પ્રકારની પાપપ્રવૃત્તિના પ્રત્યાખ્યાન નવ કોટિથી લઈ શકતા નથી. શ્રાવકો સામાયિકની આરાધના કરતા હોય ત્યારે પણ તેના ગૃહસ્થ જીવનના સંબંધો કે વ્યાપાર ધંધાથી તે સર્વથા મુક્ત થઈ શકતા નથી. સામાયિકના સમયે પણ તેના નામે વ્યાપાર ચાલુ હોય, ઘરમાં તેના માટે પણ રસોઈ આદિ તૈયાર થતી હોય વગેરે ગૃહસ્થ જીવનની અન્ય અનેક પાપપ્રવૃત્તિ ચાલુ જ હોય છે અને શ્રાવકનો મમત્ત્વ ભાવ પણ સર્વથા છૂટયો ન હોવાથી દરેક પાપપ્રવૃત્તિમાં શ્રાવકની અનુમોદના થઈ જાય છે, તેથી શ્રાવકો અનુમોદનાના પ્રત્યાખ્યાન લઈ શકતા નથી. વિહં રિવિખે ન મ ન વનિ માણી વસી જીવણી- શ્રાવકો મન, વચન અને કાયાના ત્રણ યોગથી સ્વયં પાપ પ્રવૃત્તિ કરતા કે કરાવતા નથી તેથી શ્રાવકો બે કરણ X ત્રણ યોગ = છ કોટિએ પ્રતિજ્ઞાનો સ્વીકાર કરે છે. કેટલાક આચાર્યોની પરંપરા અનુસાર શ્રાવકો નવ કોટિમાંથી મનથી પાપની અનુમોદના કરીશ નહીં, આ એક કોટિને છોડીને શેષ આઠ કોટિથી પ્રતિજ્ઞાનો સ્વીકાર કરે છે. લિમિ- નિંદા કરું છું. બીજાની નિંદા કરવી, તે જીવનો એક દુર્ગુણ છે. સાધકે પરની નિંદા કર્યા વિના પોતાના પાપાચરણની-દુષ્કૃત્યોની નિંદા કરવાની છે. દોષોની નિંદા, તે એક જાતનો પશ્ચાત્તાપ છે અને પશ્ચાત્તાપ પાપની મલિનતાને દૂર કરવા માટે જ્વલંત અગ્નિ સમાન છે. પાપના પશ્ચાત્તાપ દ્વારા વિષય વાસના પ્રતિ વૈરાગ્ય ભાવ જાગૃત થાય છે. વૈરાગ્યની દઢતાથી સાધક ક્રમશઃ ગુણશ્રેણી ઉપર આરોહણ કરે છે, મોહક્ષય કરવાનું સામર્થ્ય પ્રગટ થાય છે. આત્મા શુદ્ધ, પવિત્ર અને નિર્મળ બની જાય છે. નલિમિ- ગહ કરું છું. સાધક આંતર નિરીક્ષણ કરીને પોતાના દોષોનું પ્રાયશ્ચિત કરે ત્યાર પછી તે દોષોને ગુરુ સમક્ષ અથવા અન્ય સમક્ષ પ્રગટ કરે છે, તે ગહ છે.
આત્મ સાક્ષીએ પાપનો પશ્ચાતાપ કરવો, તે નિંદા છે અને ગુરુ સમક્ષ અથવા અન્ય સુપાત્ર વ્યક્તિ સમક્ષ પાપ પ્રગટ કરવું, તે ગહ છે. ગર્તામાં પ્રતિષ્ઠાનો ભંગ થવાથી અહંકારનો નાશ થાય છે. આધ્યાત્મિક દષ્ટિએ નિંદા કરતાં ગહ ઉચ્ચ કોટિની સાધના છે. જેને આત્મશુદ્ધિની તીવ્રતમ તમન્ના હોય તે જ વ્યક્તિ સર્વ પ્રકારે માનહાનિને સ્વીકારીને પોતાના પાપદોષોનો ગુરુ સમક્ષ એકરાર કરીને શુદ્ધ અને કર્મબોજથી હળવો બને છે. અખા વોલિનિ- સાવધકારી આત્માનો ત્યાગ કરું છું. સાધક સ્વયં આત્મ સ્વરૂપ છે. તે સ્વરૂપ ત્રિકાલાબાધિત છે, તેથી તેનો ત્યાગ થઈ શકતો નથી પરંતુ જેના દ્વારા અઢારે પાપસ્થાનનું સર્જન થાય છે તેવા કષાયાત્મા અને અશુભ યોગાત્માનો ત્યાગ થાય છે. અર્થાત્ કષાયનો તથા યોગની અશુભ પ્રવૃત્તિનો ત્યાગ થાય છે.
આ રીતે પ્રતિજ્ઞા સ્વીકારની સમગ્ર પ્રક્રિયા આશ્રવનિરોધ અને સંવર સાધનાની છે. જ્યાં સુધી અંતરમન પૂર્વક પાપથી મલિન હોય ત્યાં સુધી તેને સમભાવની અનુભૂતિ થતી નથી, સાધક સમભાવ રૂ૫ સામાયિકમાં સ્થિત થવા માટે કટિબદ્ધ થાય ત્યારે તેણે પૂર્વકૃત પાપની આલોચના, નિંદા અને ગહ કર્યા પછી તે પાપાત્માનો ત્યાગ કરવો જરૂરી છે. આ રીતે સૂત્રકારે પ્રતિજ્ઞા સ્વીકાર વિધિ દ્વારા સાધનાના ક્રમને સૂચિત કર્યો છે.
છે આવશ્યક-૧ સંપૂર્ણ