________________
૨૦ |
શ્રી આવશ્યક સૂત્ર
બધી વ્યુત્પત્તિઓનો ભાવ એક જ છે અને તે સમતા છે. એક શબ્દમાં સામાયિક શબ્દના ભાવને પ્રગટ કરવો હોય તો કહી શકાય કે “સમતા એ જ સામાયિક છે. સવિનં નોr- સાવધ યોગોને. સવનું સંસ્કૃત રૂપ સાવધ છે. સ + અવધ = સાવધ, પાપ સહિત, જે ક્રિયા પાપરહિત હોય, પાપકર્મનો બંધ કરાવનાર હોય અથવા આત્માનું પતન કરાવનાર હોય તે સર્વ ક્રિયાને સાવધયોગ કહે છે. પ્રાણાતિપાત, મૃષાવાદ આદિ અઢારે પાપસ્થાન યુક્ત પ્રવૃત્તિઓનો સમાવેશ સાવધયોગમાં થાય છે.
સાથi નું સંસ્કૃત રૂપ સાવર્ગ પણ થાય છે. વર્જનીય, નિંદનીય પ્રવૃત્તિને સાવર્ક્સ કહે છે. આત્માને મલિન અથવા નિંદિત કરનારી કષાય સહિતની પ્રવૃત્તિ સાવર્ય કહેવાય છે.
સમભાવની સાધનામાં બાધક બને તેવી મન, વચન અને કાયા દ્વારા થતી પાપકારી પ્રવૃત્તિ સાવધયોગ કહેવાય છે. પવનરામિ – પ્રત્યાખ્યાન કરું છું, ત્યાગ કરું છું. ગાજળીવાણ- તેનું સંસ્કૃત રૂપ થાવની વયે થાય છે. યાવતુ શબ્દ પ્રત્યાખ્યાનના કાલની મર્યાદાનો વાચક છે. જ્યાં સુધી હું જીવું છું, જ્યાં સુધી મારા આ દેહમાં જીવ છે, ત્યાં સુધી હું પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરું છું.
પ્રસ્તુતમાં સૂત્રકારે સર્વ વિરતિની સામાયિકને લક્ષમાં રાખીને બાવજીવા શબ્દ પ્રયોગ કર્યો છે. સાધુની સામાયિકની પ્રતિજ્ઞા યાવજીવનની હોય છે, પરંતુ દેશવિરતિ શ્રાવકોની સામાયિક શ્રાવકની ઇચ્છા અને અનુકૂળતા પ્રમાણે મર્યાદિત સમયની હોય છે, તેથી તેના પ્રતિજ્ઞા પાઠમાં ગાવવાના
સ્થાને ગાલ ઉપાય શબ્દ પ્રયોગ થાય છે. નવ ળિયમ- જ્યાં સુધીનો નિયમ હોય, ત્યાં સુધી. આ પાઠમાં શ્રાવકની સામાયિકની કોઈ ચોક્કસ કાલ મર્યાદા નિશ્ચિત થતી નથી. તેમ છતાં પૂર્વાચાર્યોએ ગંભીર વિચારણા પૂર્વક સામાયિકની કાલ સંબંધી અવ્યવસ્થા દૂર કરવા માટે શ્રાવકની એક સામાયિક માટે બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટ(એક મુહૂર્ત)ની મર્યાદા નિશ્ચિત કરી છે. શ્રાવકોને જેટલી સામાયિક કરવી હોય તે પ્રમાણે બે ઘડી, ચાર ઘડી, છ ઘડી આદિ કાલ મર્યાદા નિશ્ચિત કરે છે.
દિ વિષ ન જ.... વણા ત્રણ કરણ અને ત્રણ યોગથી હું પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરું છું. કરણ– ક્રિયા કરવાની પદ્ધતિ. પાપકર્મનું સેવન ત્રણ પ્રકારે થાય છે. (૧) પાપનું આચરણ સ્વયં કરવું, (૨) બીજા પાસે કરાવવું અને (૩) પાપ પ્રવૃત્તિની અનુમોદના કરવી. પાપપ્રવૃત્તિ થતી હોય, તેમાં ખુશ થવું યોગ- પાપ કરવાના સાધનભૂત મન, વચન અને કાયા, આ ત્રણ યોગ છે. ત્રણે પ્રકારની પાપપ્રવૃત્તિ ત્રણે યોગથી થાય છે. તે ત્રણ કરણ ૪ત્રણ યોગ = નવ પ્રકારે પ્રવૃત્તિ થાય છે, તેને પારિભાષિક શબ્દોમાં નવ કૌટિ કહેછે. કોટિ- શત્રુઓથી નગરનું રક્ષણ કરવા માટે નગરને ફરતો કિલ્લો(કોટ) બનાવવામાં આવે છે, તેમ સાધક પોતાની આસપાસ પ્રત્યાખ્યાન રૂ૫ કોટ–કિલ્લો બાંધે છે, જેનાથી કર્મ રૂપ શત્રુનો પ્રવેશ રોકાઈ જાય છે અર્થાત્ આશ્રવનો નિરોધ થાય છે. નવકોટિ:- (૧) મનથી સ્વયં પાપ કરીશ નહીં, (૨) વચનથી સ્વયં પાપ કરીશ નહીં, (૩) કાયાથી સ્વયં પાપ કરીશ નહીં, (૪) મનથી બીજા પાસે પાપ કરાવીશ નહીં, (૫) વચનથી બીજા પાસે પાપ કરાવીશ નહીં, (૬) કાયાથી બીજા પાસે પાપ કરાવીશ નહીં, (૭) મનથી પાપની અનુમોદના કરીશ