________________
આવશ્યક ૧
૧૯
માટે પણ યથોચિત છે. સાધક પ્રત્યક્ષ ગુરુની સાક્ષીએ પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે પરંતુ ક્યારેક ગુરુની પ્રત્યક્ષ ઉપસ્થિતિ ન હોય, ત્યારે દેવાધિદેવની સાક્ષીએ પણ પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે, તે ઉપરાંત ‘ભંતે' શબ્દ પ્રયોગ પોતાના આત્માની સાક્ષી માટે પણ થઈ શકે છે. પોતાનો શુદ્ધ આત્મા દેવ અને ગુરુ સ્વરૂપ છે અને કોઈ પણ પ્રતિજ્ઞાના સ્વીકારમાં દેવ કે ગુરુની સાક્ષી કરતાં પોતાના આત્માની સાક્ષી અત્યંત મહત્ત્વની છે. આત્મસાક્ષીએ સ્વીકારેલી પ્રતિજ્ઞાનું સ્વેચ્છાથી પૂર્ણપણે પાલન થઈ શકે છે. આ રીતે તે શબ્દ દેવાધિદેવ, સદ્ગુરુદેવ અને આત્મ સાક્ષીનો સૂચક છે.
સામાત્ત્વ- સામાયિક, સામાયિક શબ્દનો અર્થ ઘણો જ વિલક્ષણ તેમજ રહસ્યપૂર્ણ છે. વ્યાકરણના નિયમ અનુસાર પ્રત્યેક શબ્દનો ભાવ, તેની અંદર જ સમાયેલો હોય છે. આ દષ્ટિએ સામાયિક શબ્દનો ગંભીર અને ઉદાર ભાવ પણ તે જ શબ્દમાં છપાયેલો છે. આપણા પ્રાચીન જૈનાચાર્યોએ ભિન્ન-ભિન્ન વ્યુત્પત્તિઓ દ્વારા સામાયિક શબ્દના ભાવને પ્રગટ કર્યા છે, યચા
(१) समस्य रागद्वेषानारातवर्तितया मध्यस्थस्य आयः लाभः समायः समाय एव सामायिकम् । રાગ દ્વેષના પ્રસંગે મધ્યસ્થ રહેવું, તે સમભાવ છે. સાધકને સમરૂપ મધ્યસ્થ ભાવનો આય− લાભ જેના દ્વારા પ્રાપ્ત થાય છે, તે સામાયિક છે.
(૨) સમાનિ જ્ઞાનવર્ણનવારિત્રાધિ, તેવુ અયન માં સમાય સ વ સામાધિમ્ । મોક્ષમાર્ગના સાધનભૂત જ્ઞાન, દર્શન, ચારિત્ર સમ કહેવાય છે. તે રત્નત્રયમાં અયન-ગમન કરવું અર્થાત્ પ્રવૃત્તિ કરવી તે સામાયિક છે.
(૩) સર્વ નીવેષુ મૈત્રી સામ, સામનો આયઃ તામ: સામાન્ય: સ વ સમાયિમ્ । સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવો તે સામ કહેવાય છે અને સામનો લાભ જેના દ્વારા પ્રાપ્ત થાય તે સામાયિક છે.
(४) सम: सावद्ययोगपरिहार निरवद्ययोगानुष्ठानरूप जीव परिणामः तस्य आयः लाभः समायः સ વ સામાવિતમ્ । સાવધયોગ-પાપકર્મોનો પરિત્યાગ અને નિરવધ યોગ અહિંસા, દયા, સમતા, આદિ કાર્યોના આચરણ રૂપ જીવાત્માના શુદ્ધ પરિણામો સમ કહેવાય છે. આ સમભાવની પ્રાપ્તિ જેના દ્વારા થાય તે સામાયિક કહેવાય છે.
(૫) સમ્યક્ ગ્વાર્થ: સમ શબ્દઃ, સન્યાયનું વર્તનમ્ સમયઃ સ વ સામાયિમ્ । સમ શબ્દનો અર્થ સમ્યક છે અને અયનનો અર્થ આચરણ કરવું થાય છે, સમ્યક-શ્રેષ્ઠ આચરણ, તે સામાયિક છે.
(૬) સમયે વર્તવ્યમ્ સામાધિવત્ । જે સમયે અહિંસા-સમતા આદિની ઉત્કૃષ્ટ સાધના કરવામાં આવે છે તે સમયનું તે કર્તવ્ય છે અને તે સમયનું કર્તવ્ય સામાયિક કહેવાય છે. ઉચિત સમયે કરવા યોગ્ય આવશ્યક કર્તવ્ય જ સામાયિક છે.
(७) सावज्ज जोग विरओ, तिगुत्तो छसु संजओ उवठत्तो जयमाणो आया सामाईयं होइ ॥ -
આવશ્યક ભાષ્ય.
સાધક સાવધ યોગથી વિરત, મન, વચન કાયગુપ્તિથી ગુપ્ત, છ કાયના જીવો પ્રત્યે સંમત, સ્વ સ્વરૂપમાં ઉપયુક્ત અને થતના સહિત વિચરે છે, ત્યારે તે આત્મા સામાયિક સ્વરૂપ છે.
। આવા સામાÇ । (શ્રી ભગવતી સૂત્ર) સમભાવમાં સ્થિત શુદ્ધ આત્મા જ સામાયિક કહેવાય છે. ભિન્ન-ભિન્ન વ્યુત્પત્તિઓ દ્વારા સામાયિકના ભિન્ન-ભિન્ન અર્થોનું નિરીક્ષણ કરતાં જણાય છે કે