________________
૧૮
શ્રી આવશ્યક સૂત્ર
ભાવાર્થ :- હે ભગવન ! હું સામાયિક વ્રત ગ્રહણ કરું છું, તેથી સર્વ સાવધ વ્યાપારોનો અર્થાત્ પાપ પ્રવૃત્તિઓનો હું ત્યાગ કરું છું. આ ત્યાગ હું જીવન પર્યંત ત્રણ કરણ અને ત્રણ યોગથી અર્થાત્ મન, વચન અને કાયા, આ ત્રણે યોગથી હું સ્વયં પાપકર્મ કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં તેમજ પાપયુક્ત પ્રવૃત્તિ કરનારનું અનુમોદન પણ કરીશ નહીં.
હે ભગવાન ! પૂર્વના પાપનું હું પ્રતિક્રમણ કરું છું, આત્મ સાક્ષીએ નિંદા કરું છું, ગુરુ સાક્ષીએ ધિક્કારું છું અને પાપકારી આત્માને (કષાયાત્મા અને અશુભ યોગાત્માને) વોસિરાવું છું ત્યાગ કરું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્ર સામાયિકનું પ્રતિજ્ઞાસૂત્ર છે. સામાયિકની અર્થાત્ સમભાવની સાધનાથી જ સાધનાનો પ્રારંભ થાય છે અને ક્રમશઃ સમભાવની પુષ્ટિ થતાં રાગ-દ્વેષાદિ વિષમ ભાવોનો નાશ થાય અને અંતે સાધક અખંડ સમભાવની અર્થાત્ વીતરાગદશાની પ્રાપ્તિ કરે છે. આ રીતે સાધનાના પ્રારંભથી પૂર્ણાહૂતિ પર્યંત સામાયિકના ભાવોને જ સિદ્ધ કરવાના હોવાથી સાધક જીવનમાં સામાયિકનું અત્યંત મહત્ત્વ છે.
સામાયિકના પ્રતિજ્ઞા સૂત્રથી સામાયિકનું સ્વરૂપ તથા તેના સ્વીકારની પદ્ધતિ સ્પષ્ટ થાય છે. રેમિ ભંતે સામાવ – હે ભગવંત ! હું સામાયિક કરું છું. આ પ્રતિજ્ઞા વાક્ય છે. સાધક પ્રતિજ્ઞાનો સ્વીકાર સ્વેચ્છાથી કરે છે. ગુરુ શિષ્યને ઉપદેશ દ્વારા હિતાહિતનો બોધ કરાવે છે ત્યાર પછી શિષ્ય સ્વયં ગુરુ સમક્ષ અહિતકારી પ્રવૃત્તિનો ત્યાગ કરવા ઉપસ્થિત થાય છે અને ગુરુ સાક્ષીએ પોતાના ત્યાગના સંકલ્પ રૂપ પ્રતિજ્ઞાનો સ્વીકાર કરે છે. પ્રસ્તુત પ્રતિજ્ઞા સૂત્રનો પ્રથમ મિ શબ્દ ઉપરોક્ત ભાવોને સૂચિત કરે છે. હે ભગવંત ! મારી સમજણથી, મારી સ્વેચ્છાથી હું સ્વયં સામાયિકનો સ્વીકાર કરું છું.
અંતે શબ્દ ભ િવન્ત્યાળે મુશ્કે ન ધાતુથી નિષ્પન્ન થયો છે. તેના વ્યુત્પત્તિ અનુસાર ભિન્ન-ભિન્ન
અર્થ થાય છે.
(૧) ભવંત- ત્યાળ સુદ્ધ ચ પ્રાથતિ કૃતિ મન્ત કલ્યાણ અને સુખને પ્રાપ્ત કરાવે તે. (૨) મવાત- સંસારમયંતિ-મૂડીરોત્તિ તિ ભવાન્તઃ । સંસારનો અંત કરાવે છે.
(૩) મયાન્ત- મયસ્ય-નન્મઝરામરણરૂપ યસ્યાન્તો નાશો યેન સ યાન્તઃ જન્મ-જરા, મરણ રૂપ ભયનો અથવા ઇહલોક આદિ સાત પ્રકારના ભયનો નાશ કરાવે તે.
(૪) મવવાના: – માં વવષ્ટિ કૃતિ મવવા મોનાવીશ મથવાનોઃ । ભયજનક કામભોગનો નાશ કરે છે.
(૫) મવાના માનિજિયાપિ સનિ વાન્નાનિ ચેન સ મવાનાઃ। ઇન્દ્રિયોનું દમન કરે અને કરાવે, તે. (૬) ભાતિ- સભ્ય જ્ઞાનવર્શનચારિત્રીતે કૃતિ માન્તઃ । સમ્યજ્ઞાન, દર્શન ચારિત્રથી શોભાયમાન છે તે. ભંતે શબ્દના ભિન્ન-ભિન્ન અર્થોને જોતા સ્પષ્ટ થાય છે કે ભંતે વિશેષણ ગુરુ માટે પ્રયુક્ત છે. શિષ્યની સાધનામાં ગુરુ કલ્યાણકારી છે, તે ઉપરાંત ગુરુ શિષ્યના સંસારનો અંત કરાવનાર, સ્વયં ભયમુક્ત, ઇન્દ્રિય વિજેતા, કામભોગોના ત્યાગી, સમ્યગ્દર્શનાદિ ગુણોથી શોભાયમાન હોય છે. સાધક પોતાની પ્રતિજ્ઞાનો સ્વીકાર ગુરુની સમક્ષ કરે છે તેથી ભંતે શબ્દનો પ્રયોગ ગુરુ માટે ઉપયુક્ત છે.
ભંતે શબ્દ દેવાધિદેવ માટે પણ પ્રયુક્ત થાય છે. ગુરુ માટે વપરાયેલા સર્વ વિશેષણો દેવાધિદેવ