________________
( ૧૨ )
શ્રી આવશ્યક સૂત્ર
ઉપકારી હોવાથી મહામંત્રમાં અરિહંતની પ્રધાનતા છે અને ત્યાર પછી સિદ્ધ ભગવાનનું ગ્રહણ થયું છે ત્યાર પછી શ્રમણોની કોટિમાં બિરાજમાન અંતિમ ત્રણે પદોમાં ક્રમશઃ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું ગ્રહણ થયું છે. આ રીતે પંચ પરમેષ્ઠીનો અનાનુપૂર્વીથી સ્વીકારેલો ક્રમ સાર્થક છે. પંચ પરમેષ્ઠીની નમસ્કરણીયતા – પંચ પરમેષ્ઠીને નમસ્કાર શા માટે કરવા? અરિહંત ભગવાન નિષ્કામ કરુણાભાવે સર્વ જીવોને બંધન મુક્તિનો માર્ગ બતાવે છે. સિદ્ધ ભગવાનના અનંતગુણો અને અનંત સુખની પ્રાપ્તિ, તે ભવી જીવોનું લક્ષ્યબિંદુ છે. તેમજ ગ્રંથાનુસાર એક જીવ સિદ્ધ થાય ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. તે નિયમાનુસાર પ્રત્યેક જીવ સિદ્ધ ભગવાનના નિમિત્તથી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો છે, તે તેમનો અનંત ઉપકાર છે. તેમને નમસ્કાર કરવાથી વ્યક્તિને આત્માના શુદ્ધ સ્વરૂપનું અને નિજગુણોનું ભાન થાય છે. તે ગુણોને પ્રગટ કરવાની પ્રેરણા મળે છે.
આચાર્ય ભગવાન સ્વયં આચાર પાલનમાં દક્ષ હોય છે અને અન્ય સાધકોની આચારશુદ્ધિમાં પ્રેરક બને છે. ઉપાધ્યાય ચતુર્વિધ સંઘના જ્ઞાનબળને સુદઢ બનાવે છે અને સાધુ ભગવંતો સર્વ સાધકોને મોક્ષ સાધનામાં સહાયક બને છે. આ રીતે દેવતત્ત્વમાં બિરાજમાન અરિહંત અને સિદ્ધ ભગવાન તથા ગુરુતત્ત્વમાં બિરાજમાન આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો ભવી જીવો માટે ઉપકારક હોવાથી તે નમસ્કરણીય છે.
નિર્યુક્તિ, ચૂર્ણિ તેમજ વૃત્તિકારે નમસ્કાર મંત્રના પાંચ પદની જ વ્યાખ્યા કરી છે. તો પં. આ અંતિમ ચાર પદની વ્યાખ્યા કરી નથી. પો પર નકુવારો ફત્યક પુસ્તશાપુ વર્ત, ન જ વૃત્ત વ્યારાતઃ | અંતિમ ચાર પદને કેટલાક આચાર્યો ચૂલિકા સ્વરૂપે સ્વીકારે છે.
एसो पंच णमोक्कारो सव्व पावप्पणासणो ।
मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ॥ અંતિમ ચાર પદમાં નમસ્કારના પ્રયોજન અને તેના ફળનું કથન કર્યું છે. વર્ષ થાયઃ જ્ઞાનાવરીયા પામઃ | નમસ્કારનું પ્રયોજન જ્ઞાનાવરણીય આદિ કર્મોને નાશ કરવાનું છે. તેનું ફળ શાશ્વત અને શ્રેષ્ઠ મંગલ સ્થાન રૂપ સિદ્ધ ગતિની પ્રાપ્તિ છે.
एसो पंच णमोक्कारो सव्व पाव पणासणो = આ પદમાં નમસ્કારના ઇહલૌકિક અને પારલૌકિક, આ બે પ્રકારના ફળનું કથન કર્યું છે.
इह लोइ अत्थकामा आरुग्गं अभिरइ अ निप्फती ।
સિત સ સ સુશુપાવા આ પરનો II -નિર્યુક્તિ ગાથા-૧૦૧૧. નમસ્કાર કરનારને ૧-૨ અર્થ-કામની પ્રાપ્તિ- અશુભ કર્મોનો નાશ થવાથી અને પુણ્યનો બંધ થવાથી, તે જીવ ધન-સંપત્તિ અને અનુકુળ વિષયોને પ્રાપ્ત કરે છે, ૩. આરોગ્ય– અશાતાવેદનીય કર્મનો નાશ થવાથી જીવ આરોગ્ય-રોગ રહિતપણું પામે છે, ૪. અભિરતિ- તેની ધનસંપતિ શુભવિપાકવાળી અર્થાત્ પુણ્યાનુબંધી હોવાથી તે જીવ તેના દ્વારા અભિરતિ- પ્રસન્નતા અને આનંદને પામે છે, ૫.નિષ્પત્તિ- તેને પુણ્ય કર્મના બંધની નિષ્પત્તિ થાય છે, શ.સિદ્ધિ- સર્વ કર્મોનો ક્ષય થવાથી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે, ૭. સ્વર્ગ- અલ્પ કર્મો શેષ રહી ગયા હોય તો વૈમાનિક જાતિના દેવલોકમાં ઉત્તમ ગતિને પામે છે, ૮. સુકલમાં ઉત્પત્તિ- તે જીવનો જ્યાં સુધી મોક્ષ ન થાય, ત્યાં સુધી ક્રમશઃ દેવલોક અને મનુષ્યગતિમાં જન્મ-મરણ થાય, મનુષ્ય જન્મમાં સાધનાને યોગ્ય વાતાવરણ સહજ રીતે પ્રાપ્ત