________________
આવશ્યક-૧
|
[ ૧૭ ]
થાય, તેવા શ્રેષ્ઠ-ઉચ્ચ કુળમાં જન્મ થાય છે. આ રીતે નમસ્કાર કરનારા સાધકો ઈહલૌકિક અને પારલૌકિક આઠ પ્રકારના ફળને પ્રાપ્ત કરે છે.
નમસ્કારની પ્રક્રિયા નમ્રતા તથા ગુણ ગ્રાહકતાનું વિશુદ્ધ પ્રતીક છે. પોતાનાથી જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ આત્માઓને નમસ્કાર કરવાની પરંપરા અનાદિકાલથી અવિચ્છિન્નપણે ચાલી આવે છે. મત્ત
સ્વમુત્કૃષ્ટતોડદનપત્કૃષ્ટ, પદ્ધોધનુક્રૂસ વ્યાપારો દિ નમ: શબ્દાર્થ ! આપ મારાથી ઉત્કૃષ્ટ-મહાન છો અને હું આપનાથી અપકૃષ્ટહીન છું. આ પ્રકારનો બોધ થાય ત્યારે વ્યક્તિ સહજ રીતે શ્રેષ્ઠ વ્યક્તિના ચરણોમાં નમસ્કાર કરે છે. આ પ્રકારની વૃત્તિ અને નમસ્કાર રૂપ પ્રવૃત્તિથી માનાદિ કષાયનો, અશુભ પરિણામોનો અને અશુભ કર્મોનો નાશ થાય છે. શુભ પરિણામોથી શુભ-પુણ્યકર્મનો બંધ થાય છે. સત્પરુષોના નામસ્મરણથી, તેમને કરેલા નમસ્કારથી વિચારો પવિત્ર થાય, આત્મામાં એક પ્રકારની સાત્વિક શક્તિ અને સાહસનો સંચાર થાય, તેના માધ્યમથી જ સાધકને સાધના માર્ગનું બળ પ્રાપ્ત થાય છે.
જેમ સૂર્યોદય થતાં કમળ સહજપણે વિકસિત થાય છે, તેમાં સૂર્ય કાંઈ કરતો નથી પણ તેના ઉદયના નિમિત્તે જ કમળ વિકસિત થાય છે. તે જ રીતે નમસ્કરણીય શ્રેષ્ઠ પુરુષ કાંઈ કરતા નથી મહાન પરંતુ પુરુષોને કરેલા નમસ્કાર સાધકોના ઉત્થાનનું નિમિત્ત બને છે તેથી જ પૂર્વાચાર્યોએ તેના ફળને પ્રદર્શિત કરવા સબ્સ પાવUસનો શબ્દનો પ્રયોગ કર્યો છે. માણા ર સબ્બેલિ પદ હર મા - સર્વ મંગલોમાં નમસ્કાર મંત્ર પ્રથમ-પ્રધાન, શ્રેષ્ઠ મંગલરૂપ છે. મંગલ મં ગત્યર્થક ધાતુથી મંગલ શબ્દ નિષ્પન્ન થાય છે. ગત્યર્થક ધાતુનો પ્રયોગ પ્રાપ્તિ અર્થમાં થાય છે, તેથી (૧) જેના વડે હિતની પ્રાપ્તિ થાય, હિત સધાય તે મંગલ છે, (૨) મંગ - ધર્મ અને લા - લાવવું. ધર્મને જે લાવે, સ્વાધીન કરે અર્થાત્ ધર્મનું ઉપાદાન કારણ હોય, તે મંગલ છે, (૩) મામ્ પારિ ત મંતિઃ | મમત્વ ભાવને, સંસાર ભાવને ગાળી નાખે, તે મંગલ, (૪) જેના વડે વિદનોનો નાશ થાય, તે મંગલ છે. આ રીતે મંગલ શબ્દના ભિન્ન-ભિન્ન અર્થો છે.
મંગલના દ્રવ્યમંગલ અને ભાવમંગલ, આ બે ભેદ છે. દ્રવ્ય મંગલ- લોકમાં પ્રચલિત દહીં, અક્ષત, કુંભ, સ્વસ્તિક આદિ દ્રવ્ય મંગલ છે. લૌકિક વ્યવહારમાં પ્રત્યેક શુભ કાર્યના પ્રારંભમાં વિઘ્નોના ઉપશમન માટે મંગલ કરવામાં આવે છે, પરંતુ દ્રવ્યમંગલ એકાંતિક અને આત્યંતિક મંગલ નથી, કાલક્રમે તે અનેકવાર અમંગલ રૂપે પરિણમે છે. તેમાં મંગલ શબ્દની ઉપરોક્ત વ્યુત્પત્તિઓ ઘટિત થતી નથી. ભાવમંગલલોકોત્તર સાધનાદિના પ્રારંભમાં જેનો પ્રયોગ થાય, તે ભાવમંગલ છે, નમસ્કાર, સ્તુતિ, ભક્તિ, રત્નત્રયીની આરાધના આદિ આત્માના શુભ ભાવો ભાવમંગલ છે. તે કદાપિ અમંગલ રૂપે પરિણત થતા નથી. ભાવમંગલ એકાંતિક અને આત્યંતિક મંગલ રૂપ હોવાથી, તે અમંગલરૂપે પરિણત ન થવાથી સર્વ મંગલોમાં સર્વ શ્રેષ્ઠ-પ્રધાન અથવા પ્રથમ મંગલ રૂપ છે. પદમં વ૬ માd-પડયું - ઉત્કૃષ્ટ, આધ, હૃાસ ન પામે અને વૃદ્ધિ પામે તેવું. જે ગુણમાં શ્રેષ્ઠ હોય તે ઉત્કૃષ્ટ કહેવાય, જે ગણનામાં પહેલું હોય તે આદ્ય કહેવાય. સૂત્રકારે અહીં ઉત્કૃષ્ટ, આદ્ય કે ઉત્તમ આદિ શબ્દોનો પ્રયોગ ન કરતાં પદ શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રથમ શબ્દ વિસ્તાર ધાતુથી બન્યો છે. અર્થાત્ જેમાં કદી હૂાસ ન થાય પરંતુ ક્રમશઃ વૃદ્ધિ જ થયા કરે. તે પ્રથમ છે. મહામંત્રના આરાધકોના