________________
આવશયક-૧
)
| ૧૧ |
(૪) આય-ઈષ્ટ ફળ. જેનું સાંનિધ્ય માત્ર ઈષ્ટ ફળનું નિમિત્તકારણ બને છે, તે ઉપાધ્યાય છે. (૫) ઉપ + આધિ + આય, આ પ્રમાણે પદચ્છેદ કરવામાં આવે, તો તેમાં ઉપ - ઉપહત, નષ્ટ કર્યા છે, આધિ - માનસિક પીડા અથવા અધિ - કુત્સિત બુદ્ધિ, આય - લાભ. અર્થાત્ જેણે માનસિક પીડા રૂપ દુર્બાન અથવા કુત્સિત બુદ્ધિને નષ્ટ કર્યા છે, તે ઉપાધ્યાય છે.
ઉપરોક્ત વ્યાખ્યાઓથી સ્પષ્ટ થાય છે કે સંઘમાં અધ્યાપનની વ્યવસ્થા માટે, શિષ્યોને યથાક્રમથી આગમ અધ્યયન કરાવવા માટે આચાર્યના સહયોગી ગીતાર્થ અને બહુશ્રુત શ્રમણને ઉપાધ્યાય કહે છે. તેમના દ્વારા શાસનમાં આગમ જ્ઞાનની પરંપરા પ્રવાહિત થાય છે. તો સવ્વ સાહૂ-લોકના સર્વ સાધુઓ. આમતષિત મર્થ સાધયતીતિ આધુઃ | (૧) સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક ચારિત્રની આરાધના દ્વારા મોક્ષની સાધના કરે છે, તે સાધુ છે. (૨) જે રાગ-દ્વેષ કરતા નથી, પ્રાણી માત્રને આત્મવત્ માને છે, સર્વ પ્રાણી પ્રતિ સમભાવ રાખે છે, તે સાધુ છે. (૩) જે સંયમીઓની મોક્ષ સાધનામાં સહાયક બને છે, તે સાધુ છે. (૪) અઢાર પાપસ્થાનોનો પૂર્ણપણે ત્યાગ કરીને જીવન પર્યત પંચ મહાવ્રતનું પાલન કરે છે, તે સાધુ છે. સવ વિશેષણનું પ્રયોજન- જેમ અરિહંતો અને સિદ્ધોના સ્વરૂપમાં સમાનતા છે, તેવી સમાનતા સાધુઓમાં નથી. વિવિધ પ્રકારની સાધનાના કારણે સાધુઓમાં અનેક અવાંતર ભેદ હોય છે. સવ્વ – સર્વ વિશેષણ પ્રયોગથી સર્વ પ્રકારના, સર્વ કક્ષાના સાધુઓનું ગ્રહણ થાય છે સામાયિક ચારિત્રી, છેદોપસ્થાપનીય ચારિત્રી, પરિહાર વિશુદ્ધ ચારિત્રી, સૂક્ષ્મ સંપરાય ચારિત્રી કે યથાખ્યાત ચારિત્રી, પ્રમત્ત સંયત કે અપ્રમત્ત સંયત, પુલાકાદિ પાંચ પ્રકારના નિગ્રંથોમાંથી કોઈ પણ નિગ્રંથ, જિનકલ્પી, સ્થવિરકલ્પી, પ્રતિમાધારી, યથાલંદકલ્પી, કલ્પાતીત, પ્રત્યેક બુદ્ધ, બુદ્ધબોધિત કે સ્વયંબુદ્ધ, છઠ્ઠાથી ચૌદમાં ગુણસ્થાનવર્તી અઢીદ્વીપ રૂપ મનુષ્ય લોકના કોઈ પણ ક્ષેત્રમાં વિચરનારા સર્વ સાધુનો સમાવેશ કરવા માટે સર્વ શબ્દપ્રયોગ છે. અથવા ગુણ પ્રધાન આ મહામંત્રમાં સાંપ્રદાયિકતાના, ગચ્છ આદિના ભેદ ભાવ વિના સાધુતાના ગુણો ધરાવનાર સર્વ સાધુઓનો સમાવેશ થાય છે.
સાધુ પદ અત્યંત વિશાળ છે. તેમાં સામાન્ય કેવળી, આચાર્ય અને ઉપાધ્યાયનો પણ સમાવેશ થાય છે. પ્રત્યેક સાધકોની સાધનાનો પ્રારંભ સાધુ પદથી થાય, ત્યાર પછી તે-તે સાધકોની યોગ્યતા અને આત્મગુણોનો વિકાસ થતાં તે ક્રમશઃ ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત અને સિદ્ધ પદને પામે છે. નમસ્કાર મંત્રમાં પંચ પરમેષ્ઠીનો કમ - નમસ્કાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠીનો ક્રમ પૂર્વાનુપૂર્વીથી કે પશ્ચાનુપૂર્વીથી નથી, પરંતુ અનાનુપૂર્વીથી છે. જો પૂર્વાનુપૂર્વીથી હોય, તો સિદ્ધ, અરિહંત, આચાર્ય.........આદિ હોય અને પશ્ચાનુપૂર્વીથી હોય, તો સાધુ, ઉપાધ્યાય, આચાર્ય... આ પ્રમાણે હોય, પરંતુ આ બંને ક્રમને છોડીને, વિશિષ્ટ વિચારધારાથી ગણધર ભગવંતોએ અનાનુપૂર્વીને સ્વીકારી છે.
સિદ્ધ ભગવંતો અરિહંત ભગવાનથી શ્રેષ્ઠ હોવા છતાં વ્યવહારનયથી અરિહંતોની પ્રધાનતા છે. સિદ્ધ ભગવાન પૂર્ણજ્ઞાની પરંતુ દેહ રહિત છે. અરિહંત ભગવાન દેહ સહિત અને પૂર્ણજ્ઞાની હોવાથી મોક્ષ માર્ગનો ઉપદેશ આપે છે. સિદ્ધ ભગવાનની ઓળખાણ પણ અરિહંત ભગવાનના ઉપદેશના આધારે જ થાય છે.
વર્તમાને ભરત ક્ષેત્રમાં અરિહંત ભગવાન વિદ્યમાન નથી, આ સમયે આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ ભગવંતો અરિહંત પ્રણિત આગમના આધારે જ ઉપદેશ આપે છે. આ રીતે અરિહંત ભગવાન સર્વાશે