________________
શ્રી આવશ્યક સૂત્ર
પ્રથમ આવશ્યક
સામાયિક
મંગલાચરણ નમસ્કાર મહામંત્રઃ
णमो अरिहंतांण
णमो सिद्धाणं णमो आयरियाणं
णमो उवज्झायाणं
णमो लोए सव्वसाहूणं શબ્દાર્થ :-ળનો- નમસ્કાર હોજો, અરિહંતાણં – અરિહંતભંગવંતોને, સિદ્ધાર્ગ – સિદ્ધ ભગવંતોને, આયરિયાણં – આચાર્ય ભગવંતોને, ર - અને, ૩વફા – ઉપાધ્યાય ભગવંતોને, તો લોકમાં, સષ્ય – સર્વ, સાદૂ – સાધુ ભગવંતોને. ભાવાર્થ :- અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને લોકમાં બિરાજમાન સમસ્ત સાધુ-સાધ્વી ભગવંતોને નમસ્કાર હો. વિવેચન :
શ્રી આવશ્યક સૂત્રના પ્રારંભમાં નિર્યુક્તિકારે મંગલાચરણ રૂપે નમસ્કાર મહામંત્રનું કથન કર્યું છે.
यद्यपि सामायिकाध्ययनादेवऽऽवश्यकसूत्रस्य प्रारंभोऽस्ति तथापि आवश्यकसूत्र नियुक्ति चूर्णि हरिभद्रीयवृत्ति-मलयगिरीयवृत्त्यनुसारेणात्र पञ्चनमस्कारमङ्गलसूत्रं मूलसूत्र पाठत्वेन સ્વજૂતિ આવશ્યક સૂત્ર ચૂર્ણિ. આવશ્યક સૂત્રનો પ્રારંભ સામાયિક સૂત્રથી જ થાય છે તેમ છતાં આવશ્યક નિર્યુક્તિ, ચૂર્ણિ તથા હરિભદ્રીયવૃત્તિ અને મલયગિરીયવૃત્તિકારે પંચ નમસ્કાર મંગલ સૂત્રને મૂળપાઠ રૂપે સ્વીકાર્યો છે. પ્રસ્તુત આગમ ગ્રંથમાં આવશ્યક નિર્યુક્તિને અનુસરીને નમસ્કાર મહામંત્રનો મંગલાચરણ રૂપે સ્વીકાર કર્યો છે. મંગલાચરણનું પ્રયોજન :- શાસ્ત્રના પ્રારંભમાં મંગલાચરણ કરવાના ત્રણ કારણો છે, ૧. વિશ્નોના ઉપશમ માટે કોઈ પણ શુભ કાર્યોમાં અનેક વિનોની સંભાવના છે. શુભકાર્યના પ્રારંભમાં મંગલાચરણ કરવાથી વિદનોની ઉપશાંતિ થાય છે, ૨. અશુભ કર્મોના ક્ષય માટે- મંગલાચરણમાં ગુણીજનોને નમસ્કાર કરવાથી અશુભ કર્મોનો ક્ષય થાય છે, ૩.શિષ્ટજનોની પરંપરાના પાલન માટે દરેક કાર્યના પ્રારંભમાં મંગલાચરણ કરવાની શિષ્ટ પુરુષોની પરંપરા છે. તે પરંપરાને જાળવી રાખવા મંગલચારણ કરાય છે.
શાસ્ત્રકારે આ ત્રણે કારણે શાસ્ત્રની આદિમાં, મધ્યમાં અને અંતમાં, તેમ ત્રણ સ્થાને મંગલાચરણ કર્યું છે. નિર્વિને શાસ્ત્રનો પાર પામવા આદિમંગલ, શાસ્ત્રાર્થની સ્થિરતા માટે મધ્યમંગલ અને