________________
| આવશ્યક્ર-1: ઉપવાસ
સંસ્કારવશ સમભાવથી પતિત થાય તો તુરંત પ્રમત્તદશાના કારણોનું પ્રતિક્રમણ, આલોચના, પશ્ચાત્તાપ આદિ કરી પોતાની પૂર્વ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે અને તે સાધકો વારંવાર દેહાસક્તિને છોડવા માટે ધ્યાન કાર્યોત્સર્ગના પ્રયોગો કરે છે. ધ્યાન દ્વારા વિશેષ આત્મશુદ્ધિ કરતાં-કરતાં તેઓ આત્મ સ્વરૂપમાં વિશેષ લીન થઈ જાય છે અને પરિણામે જડ વસ્તુઓના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન તેમને માટે સહજ સ્વાભાવિક બની જાય છે.
આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે આધ્યાત્મિક પુરુષોના ઉચ્ચ અને સ્વાભાવિક જીવનના પૃથક્કરણ રૂપે જ “આવશ્યક ક્રિયા છે, તેથી તેનો ક્રમ પણ તેટલો જ સ્વાભાવિક અને સહજ છે. (૧) આત્મવિશદ્ધિની આવશ્યક ક્રિયાના ક્રમમાં પ્રથમ આવશ્યક સામાયિક છે. સર્વ સાવદ્ય યોગના ત્યાગ વિના આત્મશુદ્ધિ શક્ય નથી, તેથી સાધક સહુ પ્રથમ અખંડ સમભાવની પ્રાપ્તિના લક્ષે સાવધયોગનો ત્યાગ કરીને સમભાવમાં સ્થિત થાય છે. (૨) ત્યાર પછી પૂર્ણ સમભાવને વરેલા તીર્થકરોના અનંત ગુણો તરફ આકર્ષિત થઈને, અનંત ગુણોના પ્રગટીકરણ માટે બીજો આવશ્યક ચતવિંશતિસ્તવ છે. (૩) અનંત ગુણોના પ્રગટીકરણ માટેની સાધનાના રાહબર અનંત ઉપકારી ગુરુદેવ છે. સાધનાના પ્રત્યેક અનુષ્ઠાનો ગુરુની સમક્ષ થાય છે, તેથી પ્રતિક્રમણના પ્રારંભ પહેલા સાધક વિધિપૂર્વક ગુરુને વંદન કરે છે, તેથી ત્રીજો આવશ્યક ગુરુ વંદનાનો છે. (૪) પ્રથમ ત્રણ આવશ્યકની આરાધનાથી જેનું ચિત્ત વિશુદ્ધ બની જાય, ત્યારપછી તે પોતાના પાપથી પાછા ફરવા કટિબદ્ધ બની જાય છે, તેથી ચોથો આવશ્યક પ્રતિક્રમણ છે. (૫) પ્રતિક્રમણ કર્યા પછી જ કાયોત્સર્ગ માટે જરૂરી યોગ્યતા પ્રાપ્ત થાય છે, કારણ જ્યાં સુધી પ્રતિક્રમણ દ્વારા પાપની આલોચના કરીને ચિત્તની શુદ્ધિ કરી નથી, ત્યાં સુધી ધર્મધ્યાન કે શુક્લધ્યાન માટે એકાગ્રતા પ્રાપ્ત કરવાનો જે કાર્યોત્સર્ગનો ઉદ્દેશ છે, તે કોઈપણ રીતે સફળ થતો નથી, તેથી પ્રતિક્રમણ પછી પાંચમો આવશ્યક કાયોત્સર્ગ છે. (૬) જે સાધક કાર્યોત્સર્ગ કરી વિશેષ ચિત્ત શુદ્ધિ, એકાગ્રતા અને આત્મબળ પ્રાપ્ત કરે છે, તે જ “ પ્રત્યાખ્યાન'નો સાચો અધિકારી છે. પ્રત્યાખ્યાનનો સારી રીતે નિર્વાહ કરી શકે છે. પ્રત્યાખ્યાન સર્વથી છેલ્લી આવશ્યક ક્રિયા છે કારણ કે તેને માટે વિશિષ્ટ ચિત્ત શુદ્ધિ અને વિશેષ ઉત્સાહ અપેક્ષિત છે કે જે કાર્યોત્સર્ગ કર્યા વિના પ્રાપ્ત થઈ શકતા નથી, તેથી કાર્યોત્સર્ગ પછી છઠ્ઠો આવશ્યક પ્રત્યાખ્યાન' છે.
આ રીતે વિચારતા અને અનુભવ કરતા પ્રતીત થાય છે કે આવશ્યકનો ઉપર્યુક્ત ક્રમ વિશેષ કાર્ય-કારણ ભાવની શૃંખલા ઉપર અવસ્થિત છે અને આ ક્રમમાં જ તેની સ્વાભાવિકતા રહેલી છે.