________________
શ્રી આવશ્યક સૂત્ર
આવશ્યક નામ–અર્વાધિકાર
આવશ્યક
નામ સામાયિક ચતુર્વિશતિસ્તવ
વંદના
પ્રતિક્રમણ
કાયોત્સર્ગ
પ્રત્યાખ્યાન
અર્થાધિકાર – સાવધયોગ- ઉત્કીર્તન
ગુણ ધારણા
વિરતિ
ગુણવ- પ્રતિપત્તિ
અલિતનિંદા
વ્રણચિકિત્સા
(૧) સાવધ યોગ વિરતિ – સાવધયોગથી વિરામ પામવો. હિંસા, અસત્ય વગેરે સાવધયોગ પાપકારી અર્થાત્ નિંદનીય કાર્યો છે, તેનો ત્યાગ કરવો, તેનાથી વિરત થવું, હિંસાદિ કાર્યથી થતી મલિન માનસિક વૃત્તિઓની સન્મુખ ન થવું, તે સાવધયોગ વિરતિ સામાયિક નામના પ્રથમ આવશ્યકનો અર્થાધિકાર છે. (૨) ઉત્કીર્તન - સાવદ્યયોગ વિરતિ દ્વારા જેઓ સ્વયં સિદ્ધ-બુદ્ધ મુક્ત થયા અને આત્મશુદ્ધિ માટે સાવધ યોગ રૂપ પ્રવૃત્તિના ત્યાગનો જેઓએ લોકોને ઉપદેશ આપ્યો, તેવા ઉપકારી તીર્થકરોના ગુણોની સ્તુતિ કરવી તે બીજા ચતુર્વિશતિ સ્તવ નામના આવશ્યકનો અર્થાધિકાર છે. ૩) ગણવઅતિપતિ :- સાવધયોગ વિરતિની સાધનામાં ઉદ્યમવંત ગુણવાન, મુળગુણ-ઉત્તરગુણના ધારક સંયમી શ્રમણો પ્રત્યે પ્રતિપતિ એટલે આદર-સન્માન ભાવ રાખવો. ગુણવાન પ્રત્યેનો આદરભાવ રાખવો, તે ત્રીજા વંદના-નામના આવશ્યકનો અર્થાધિકાર છે. (૪) અલિતનિંદા - સંયમ સાધના દરમ્યાન પ્રમાદથી થયેલા ખલના-લાગેલા અતિચાર અને દોષોની નિંદા-ગહ કરવી, તે ચોથા પ્રતિક્રમણ નામના આવશ્યકનો અર્થાધિકાર છે. (૫) વણચિકિત્સા - દોષરૂપી ભાવવ્રણનું પ્રાયશ્ચિત રૂપ ઔષધોપચારથી નિરાકરણ કરવું, તે પાંચમાં કાર્યોત્સર્ગ નામના આવશ્યકનો અર્થાધિકાર છે. () ગુણધારણાઃ- પ્રાયશ્ચિત દ્વારા દોષોનું પ્રમાર્જન કરી, મૂળગુણો, ઉત્તરગુણોની નિર્દોષ ધારણા કરવી, તે છઠ્ઠા પ્રત્યાખ્યાન નામના આવશ્યકનો અર્થાધિકાર છે. આવશ્યકનો ક્રમ:
આધ્યાત્મિક વિકાસ ઇચ્છુક વ્યક્તિના જીવનનો મુખ્ય ઉદ્દેશ સમભાવ અર્થાત્ સામાયિક પ્રાપ્ત કરવાનો હોય છે, તેથી તેના પ્રત્યેક વ્યવહારમાં સમભાવની સાધનાનું પ્રાધાન્ય હોય છે.
આવા જીવો જ્યારે કોઈ મહાપુરુષોને સમભાવની પૂર્ણતાના શિખરે પહોંચેલા જુએ કે જાણે છે ત્યારે તેઓ ભક્તિ ભાવથી ગદગદુ બની તેઓના સ્વાભાવિક ગુણોની સ્તુતિ કરવા લાગે છે. તે ઉપરાંત સાધક નમ્ર, વિનયી અને ગુણાનુરાગી હોવાથી સમભાવમાં સ્થિત સાધુ પુરુષોને સહજ રીતે વંદન કે નમસ્કાર કરે છે.
તેઓ પોતાના જીવન વ્યવહારમાં અપ્રમત્ત, જાગૃત અને સાવધાન જ હોય છે તેમ છતાં પૂર્વ