________________
આવશ્યક–૧: ઉપોદ્દઘાત
૫
|
દ્રવ્ય આવશ્યક :- અનુપયોm દ્રવ્ય | ઉપયોગ વિના ક્રિયા કરવી, તે દ્રવ્ય છે. આવશ્યકના મુળપાઠો ઉપયોગ વિના બોલવા, અન્યમનસ્ક બની ચૂળ રૂપે ઉઠવા બેસવાની વિધિ કરવી, અહિંસા, સત્યાદિ સગુણો પ્રત્યેના આદર ભાવ વિના, ઓઘ સંજ્ઞાએ કેવળ શબ્દો બોલી જવા તે દ્રવ્ય આવશ્યક છે. ભાવ આવશ્યક ઉપયોગ પૂર્વક આ લોક અને પરલોકની કામના રહિત; યશ, કીર્તિ, સન્માન આદિની અભિલાષાથી રહિત; મન, વચન, કાયાને નિશ્ચલ, નિષ્ક્રપ, એકાગ્ર બનાવી જિનાજ્ઞા અનુસાર આવશ્યક સંબંધી મૂળ પાઠોના અર્થનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કરી, નિજાત્માને કર્મમળથી વિશુદ્ધ બનાવવા માટે ઉભય કાળ સામાયિક આદિની સાધના કરવામાં આવે છે, તે ભાવ આવશ્યક છે.
આ ભાવ આવશ્યકવિના આત્મશુદ્ધિ થઈ શકતી નથી. ભાવ આવશ્યકમાં સાધક પોતાની ચિત્તવૃત્તિ સંસારથી હટાવી મોક્ષ તરફ કેન્દ્રિત કરે છે, ભાવ આવશ્યકનું સ્વરૂપ અનુયોગ દ્વાર સૂત્રમાં આ પ્રમાણે આપ્યું છે.
जण्णं इमे समणे वा समणी वा सावए वा साविया वा तच्चिते तम्मणे, तल्लेसे तदज्झवसिए अण्णत्थ कत्थइ मणं अकरेमाणे उभओ कालं आवस्सयं करेंति, से तं लोगुत्तरियं भावास्सयं ।
જે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા દત્તચિત્ત બની, મનને એકાગ્ર કરી, શુભલેશ્યા અને તન્મય અધ્યવસાય યુક્ત બની, તીવ્ર આત્મ પરિણામથી, આવશ્યકના અર્થમાં ઉપયુક્ત બની, શરીરાદિ કરણને તેમાં અર્પિત કરી, અન્ય કોઈ વિષયમાં મનને જવા દીધા વિના ઉભયકાળ આવશ્યક-પ્રતિક્રમણ કરે છે, તે લોકોત્તરિક ભાવ આવશ્યક છે.
આવશ્યકનાં છ પ્રકાર :
(૧) સામાયિક- સમભાવ, સમતા, (૨) ચતુર્વિશતિસ્તવ- ચોવીસ તીર્થકરોની સ્તુતિ, (૩) વંદનગુરુદેવોને વંદન, (૪) પ્રતિક્રમણ– સંયમમાં લાગેલા દોષોની આલોચના, (૫) કાયોત્સર્ગ– કાયાનો ઉત્સર્ગ અર્થાત્ શરીરના મમત્વનો ત્યાગ, (૬) પ્રત્યાખ્યાન- આહારાદિની આસક્તિનો ત્યાગ. અનુયોગદ્વાર સૂત્રમાં છ આવશ્યકના અર્થાધિકારનું કથન છે.
आवस्सयस्स णं इमे अत्थाहिगारा भवंति, तं जहासावज्जोगविरई, उक्कित्तण गुणवओ य पडिवत्ती । खलियस्स जिंदणा वणतिगिच्छ गुणधारणा चेव ॥१॥
આવશ્યક સૂત્રના અર્વાધિકાર– (વર્ય વિષયના) નામ આ પ્રમાણે છે– (૧) સાવધયોગ વિરતિ, (૨) ઉત્કીર્તન, (૩) ગુણવાનની વિનય પ્રતિપત્તિ, (૪) અલિત દોષોની નિંદા, (૫) વ્રણ ચિકિત્સા, (૬) ગુણધારણા.
અધ્યયનના વિષય-વસ્તુના કથનને અર્વાધિકાર કહે છે અથવા કરણીય (કરવા યોગ્ય) છ આરાધનાનો બોધ, જે અર્થ દ્વારા થાય, તે અર્વાધિકાર કહેવાય છે. આવશ્યકના છ નામ અને તેના છ અર્થાધિકાર છે, યથા