________________
૪
|
શ્રી આવશ્યક સૂત્ર
શ્રમણો અને શ્રાવકોને દિવસ અને રાત્રિના અંત ભાગમાં અવશ્ય કરવા યોગ્ય હોવાથી, તે આવશ્યક કહેવાય છે. (૧) આવશ્યક– અવશ્વ દિયરે આવશ્યમ | અવશ્ય કરવા યોગ્ય કાર્ય આવશ્યક કહેવાય છે. સામાયિક આદિની સાધના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા દ્વારા અવશ્ય કરવા યોગ્ય હોવાથી તે આવશ્યક કહેવાય છે. (૨) અવશ્ય કરણીય- મુમુક્ષુ સાધકોને નિયમિતરૂપે આચરણ કરવા રૂપ અનુષ્ઠાન હોવાથી તે અવશ્યકરણીય કહેવાય છે. (૩) ધ્રુવ નિગ્રહ– કર્મો અનાદિકાલીન હોવાથી તે ધ્રુવ કહેવાય છે. આવશ્યકની આરાધના દ્વારા તેનો નિગ્રહ થતો હોવાથી તે ધ્રુવનિગ્રહ કહેવાય છે. (૪) વિશોધિ– કર્મથી મલિન આત્માની વિશુદ્ધિનું કારણ હોવાથી તે વિશોધિ કહેવાય છે. (૫) અધ્યયન ષકવર્ગ– આવશ્યક સૂત્રમાં સામાયિક આદિ છ અધ્યયન છે, તેથી અધ્યયન ષક વર્ગ કહેવાય છે. (૬) ન્યાય- અભિષ્ટ અર્થની સિદ્ધિનો સમ્યક ઉપાય હોવાથી, તે ન્યાય કહેવાય છે અથવા આત્મા અને કર્મના અનાદિકાલીન સંબંધને અલગ કરે છે, તેથી તે ન્યાય કહેવાય છે. આવશ્યકની સાધના આત્માને કર્મબંધનથી મુક્ત કરે છે. (૭) આરાધના- મોક્ષની આરાધનાનો હેતુ હોવાથી આરાધના કહેવાય છે. (૮) માર્ગ–માર્ગનો અર્થ છે ઉપાય. મોક્ષના ઉપાયરૂપ હોવાથી તે માર્ગ કહેવાય છે.
ઉપર્યુક્ત પર્યાયવાચી શબ્દોમાં થોડો અર્થભેદ હોવા છતાં તે સમાન અર્થને જ સૂચિત કરે છે. સંક્ષેપમાં ઇન્દ્રિય અને કષાય આદિ ભાવ-શત્રુને જે સાધના દ્વારા પરાજિત કરવામાં આવે અર્થાત્ વશ કરવામાં આવે તે આવશ્યક છે. જે સાધના દ્વારા જ્ઞાનાદિ ગુણ સમૂહ અને મોક્ષ ઉપર અધિકાર પ્રાપ્ત થાય, તે આવશ્યક છે. જ્ઞાના િવશ્વ નો વા આસમન્ના અવયં દિયતેને ત્યાવવામા
આવશ્યક શબ્દનું સંસ્કૃત રૂપાંતર આવાસ પણ થાય છે. તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે– (૧) ગુગશૂન્યમાત્માન મુળરાવાસયાત ગાવાન્ ! ગુણોથી શૂન્ય આત્માને જે ગુણોથી વાસિત કરે, તે આવશ્યક છે. (૨) ગુવ ગાવાવ - નુરજ્જવ વસ્ત્રપૂકવા આવાસયનું સંસ્કૃત રૂપ આવાસ થાય છે. તેનો અર્થ આ પ્રમાણે છે– “અનુરંજન કરવું” અર્થાત્ જેમ વસ્ત્રને સુગંધી ધૂપ, આદિથી અનુરંજિત-સુવાસિત કરાય છે, તેમ આત્માને જ્ઞાનાદિ ગુણોથી જે અનુરજિત કરે છે, તે આવાસક છે.
દ્રવ્ય અને ભાવ આવશ્યક :
જૈન દર્શનમાં પ્રત્યેક વિષયની વિચારણા દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ થાય છે. તે જ રીતે આવશ્યકના પણ બે ભેદ છે– દ્રવ્ય આવશ્યક અને ભાવ આવશ્યક.