________________
આવશયક-૧: ઉપોદ્દઘાત
|
ઉપોદ્ઘાત વ્યાખ્યાકારોએ આવશ્યક સૂત્રના પ્રારંભમાં ઉપોદ્યાત રૂપે નંદીસૂત્ર અનુસાર આવશ્યકનું સ્વરૂપ કહ્યું છે.
से किं तं आवस्सयं ? आवस्सयं छव्विहं पण्णत्तं, तं जहा- सामाइयं, चउवीसंथओ, वंदणयं, पडिक्कमणं, काउस्सग्गो, पच्चक्खाणं । से तं आवस्सयं। ભાવાર્થ :- પ્રશ્ન– આવશ્યકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- આવશ્યકતા છ પ્રકાર છે– (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વંદના, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પચ્ચખાણ.
પ્રસ્તુત સૂત્રમાં આવશ્યકતા છ ભેદના કથનથી આવશ્યકનું સ્વરૂપ પ્રદર્શિત કર્યું છે. અવયં ર્તવ્યવસ્થા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને અવશ્ય કરવા યોગ્ય હોય, તે આવશ્યક છે.
જે ક્રિયા આત્મશુદ્ધિની સાધના કરતાં ચતુર્વિધ સંઘને અવશ્ય કરવા યોગ્ય છે, તે ક્રિયાનું સ્વરૂપ, તેના પ્રકાર, તેનો વિષય વગેરે જાણવું, સાધકોને માટે અત્યંત જરૂરી છે.
- સંસારી જીવોની આવશ્યક ક્રિયાઓ શરીર સાથે કે ભૌતિક પદાર્થો સાથે સંબંધિત હોય છે, જ્યારે ભૌતિક જગતથી દૂર થઈને આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે અંતરમુખ બનેલા સાધકની આવશ્યક ક્રિયા આત્મા સાથે સંબંધિત હોય છે.
જે ક્રિયાથી આત્મગુણોનું પ્રગટીકરણ થાય, કષાયાદિ વૈભાવિક ભાવો દૂર થાય, પાપ દોષની કાલિમા દૂર થઈને આત્મા ઉજ્જવળ અને પવિત્ર બને, તે જ ક્રિયા સાધકોને માટે અવશ્ય કર્તવ્યરૂપ છે. સંક્ષેપમાં સમ્યગુજ્ઞાન આદિ ગુણોની પૂર્ણતા માટે જે ક્રિયા અથવા સાધના અવશ્ય કરવા યોગ્ય છે, તે આવશ્યક છે.
શ્રી અનુયોગકારસૂત્રમાં તેના અનેક પર્યાયવાચી નામના કથન દ્વારા આવશ્યકનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. આવશ્યકના પર્યાયવાચી નામો:
तस्स णं इमे एगट्ठिया णाणा घोसा णाणा वंजणा णामधेज्जा भवंति, तं ગા
आवस्सयं अवस्स-करणिज्जं, घुवनिग्गहो विसोही य । સટ્ટા -છવાનો, નાગો મારા માનો છે – અનુયોગદ્વાર સૂત્ર. समणेण सावएण य, अवस्स कायव्वं हवइ जम्हा । अंतो अहो-निसस्स उ, तम्हा आवस्सयं णामं ॥
અનુયોગ દ્વાર સુત્રમાં આવશ્યકના વિવિધ ઘોષ-સ્વરવાળા અને અનેક વ્યંજનવાળા, એકાર્થક એવા અનેક નામ કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) આવશ્યક, (૨) અવશ્ય કરણીય, (૩) ધ્રુવનિગ્રહ, (૪) વિશોધિ, (૫) અધ્યયનષક વર્ગ, (૬) ન્યાય, (૭) આરાધના અને (૮) માર્ગ.