________________
શ્રી આવશ્યક સૂત્ર
નિષ્કામ કરુણાથી ભવી જીવો પર અનંત ઉપકાર કરી પોતાના આયુષ્યકર્મ સહિત સાથે ચારે અઘાતિકર્મોનો ક્ષય કરી તે જ આત્મા સિદ્ધ પદને પામે છે અને શાશ્વતકાલ પર્યંત તે જ પદમાં સ્થિત રહે છે, આ જ સાધનાનો ક્રમિક વિકાસ છે, આ જ સાધનાની સિદ્ધિ છે.
૨
સમગ્ર આગમ શાસ્ત્રોમાં, ચૌદ પૂર્વોમાં જિન બનવાની સાધના પ્રદર્શિત છે. નમસ્કાર મંત્રમાં આ સાધના સમાયેલી હોવાથી તે સંપૂર્ણ જૈન વાડ્મયનો અથવા ચૌદ પૂર્વનો સાર છે.
સૂત્રકારે સાધકના લક્ષ્યભૂત પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને સામાયિક આવશ્યકનો પ્રારંભ કર્યો છે. કરેમિ ભંતે – આ સામાયિકનું પ્રતિજ્ઞા સૂત્ર છે. તેમાં સામાયિકની પ્રતિજ્ઞા અને પ્રતિજ્ઞાવિધિનું સ્પષ્ટીકરણ છે. અહીં કરેમિભંતેનો સૂત્રપાઠ શ્રમણોની સામાયિકની અપેક્ષાએ આપ્યો છે તેથી સામાયિકની પ્રતિજ્ઞા ત્રણ કરણ અને ત્રણ યોગથી અને જીવન પર્યંતની છે.
ભાષ્ય આદિ ગ્રંથોમાં પૂર્વાચાર્યોએ કેટલાક શબ્દોના પરિવર્તન સાથે મર્યાદિત કાલની શ્રાવકની સામાયિકના પ્રતિજ્ઞા સૂત્રનું કથન કર્યું છે.
܀܀܀܀܀