________________
આવશ્યક-૧
)
શિષ્ય-પ્રશિષ્યમાં મંગલાચરણ કરવાની શાસ્ત્રીય પરંપરા જાળવી રાખવા અંતિમ મંગલ કર્યું છે.
શાસ્ત્રકારે આદિ મંગલ રૂપે પંચ પરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કર્યા છે. णमो- नमः इति नैपातिकं पदं पूजार्थम् । नमः शब्दस्य द्रव्य-हस्तपादादि पंचाङ्ग, भाव-मानादि संकोचार्थक निपातरूपत्वान्मानादित्यागपुरस्सर शुद्धमनः सन्निवेशपूर्वकः पंचागનમાહિત્ય | નમઃ શબ્દનો અર્થ છે, દ્રવ્ય અને ભાવથી સંકોચ કરવો. દ્રવ્યથી બે હાથ, બે પગ અને મસ્તક આ પાંચ અંગોનો સંકોચ કરવો અર્થાતુ પાંચ અંગોને નમાવવા અને ભાવથી માનાદિ કષાયોનો ત્યાગ કરીને શુદ્ધ મનથી ગુણીજનોના ચરણોમાં વંદન કરવા.
નમસ્કાર કરવા યોગ્ય પંચ પરમેષ્ઠી છે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો. અરિહંત આદિ પાંચ પરમેષ્ઠીઓમાં કોઈ વ્યક્તિ વિશેષનું નામ નથી, પરંતુ તે પાંચે ગુણવાચક સંજ્ઞા છે. અધ્યાત્મ સાધના કરતા સાધક તથા પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરે, ત્યારે અરિહંત આદિ શબ્દોના વાચક બને છે. તે દરેક પદનું સ્વરૂપ તથા તેની યોગ્યતા આ પ્રમાણે છેરિતાપ- અરિહંત. આ શબ્દના પદચ્છેદમાં બે પદ છે, રિ – શત્રુ અને – હણનાર. ચારઘાતિ કર્મરૂપી શત્રુઓનો જેણે નાશ કર્યો છે, તે અરિહંત છે. ચારઘાતિ કર્મના નાશથી ચાર ગુણ પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના નાશથી કેવળજ્ઞાન, દર્શનાવરણીય કર્મના નાશથી કેવળદર્શન, મોહનીય કર્મના નાશથી વીતરાગદશા અને અંતરાય કર્મના નાશથી અનંત આત્મિક શક્તિ પ્રગટ થાય છે. આ ચાર ગુણના ધારક આત્માને અરિહંત ભગવાન કહે છે. અરિહંત ભગવાનને ચાર અઘાતિ કર્મોનો ઉદય હોવાથી, તે દેહધારી હોય છે.
રિહંતા:- પ્રાકૃત ભાષાના 'આરત' શબ્દના સંસ્કૃતમાં સાત રૂપાંતર થાય છે. તે સાત રૂપાંતર દ્વારા અરિહંતનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે– (૧) સત (૨) અરોતર (૩) અરથાંત (૪) અરહંત (૫) રજૂ (૬) ગરિત (૭) સંત આદિ. તેના અર્થ આ પ્રમાણે છે(૧) ગઈ - લોક પૂજ્ય પુરુષ. જે દેવો દ્વારા નિર્મિત અષ્ટ મહાપ્રાતિહાર્યયુક્ત પૂજાને યોગ્ય છે તે, ઇન્દ્રો દ્વારા જે પૂજનીય છે તે. (૨) સરદાર:- સર્વજ્ઞ હોવાથી રાહ એકાંત, ગુપ્ત અને અંતર–મધ્યની કોઈપણ વાત જેનાથી છૂપી નથી. તે લોકાલોકના પ્રત્યક્ષ દષ્ટા છે તે. (૩) રાત:- રથ શબ્દ અહીં પરિગ્રહનો અને અન્ત શબ્દ મૃત્યુનો વાચક છે. જે સાધક સમસ્ત પ્રકારના બાહ્ય અને આત્યંતર પરિગ્રહ અને મૃત્યુ-જન્મ-મરણથી રહિત છે તે. (૪) અરહંત:- આસક્તિ રહિત, રાગ અથવા મોહનો સર્વથા અંત-નાશ કરનાર. (૫) અરદા:- તીવ્ર રાગના કારણભૂત મનોહર વિષયોનો સંસર્ગ હોવા છતાં અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ સંપદા હોવા છતાં જેને કિંચિત્ પણ રાગભાવ થતો નથી તેવા પરમ વીતરાગી મહાપુરુષ અરયત્ કહેવાય છે. () રિત:- સમસ્ત જીવોમાં રહેલા અંતરંગ શત્રભૂત આત્મિક વિકારોનો અથવા અષ્ટવિધ કર્મોનો વિશિષ્ટ સાધના દ્વારા ક્ષય કરે છે તે. (૭) મહદત:- રુહ - સંતાન પરંપરા. જેણે કર્મરૂપી બીજને ભસ્મીભૂત કરી જન્મ-મરણની પરંપરાને સર્વથા વિનષ્ટ કરી છે, તે અહંત કહેવાય છે.