________________
ખૂબ સારી રીતે છણાવટ કરવામાં પાપ પ્રજાળે આત્મપ્રભા ઉજાળે, આ શબ્દો મેં મારા જ્ઞાનદાતા ગુરુણી ભગવંત વિદુષી બા.બ્ર.પૂ. સ્વ. પ્રભાબાઈ સ્વામીના નામે રાખ્યું છે. તે મારા ઉપકારી છે તેથી તેમના પ્રતિ કૃતજ્ઞતા અદા કરવા આ નામ જોડયું છે. બીજી વાત એમ છે કે મારા સુશિષ્યા અને સંસારપક્ષે બહેન પ્રભાબાઈ મહાસતીજી છે. તે સર્વ સહયોગી સાધ્વીઓની સાથે રહીને કાર્યરત રહી છું માટે તેનું નામ પણ આ નામમાં સાર્થક થઈ જાય છે. આવા સાર્થક નામનું ધ્યેય એટલું જ છે કે આ યોગ ક્યારે સરજાય? પડીકાવાળતા કંદોઈની જેમ પડિક્કમણા ન કરતા ભાવવાહી પ્રતિક્રમણ કરી હળવા થઈએ, તો જ આવશ્યક સૂત્રની સાર્થકતા થાય. અત્યાર સુધી જીવ દ્રવ્યઆવશ્યકમાં લીન રહ્યો છે, પરંતુ ભાવ આવશ્યકમાં લીન બની શકતો નથી. આવું બનવાનું કારણ એક જ છે કે આપણે સહુ નકલી કવચ પહેરીને આવ્યા છીએ માટે અનેક છિદ્ર પડે છે તેને પણ ઢાંકવાનો પ્રયત્ન કરતાં નથી માટે ભવભ્રમણ અટકતાં નથી બસ અસ્તુ
દેવાધિદેવનું સાચું કવચ આપણને પ્રાપ્ત થાય. આવશ્યક આરામગૃહમાં સદાને માટે વસીએ અને આપણા જ અનંત સુખના ભોક્તા બનીએ.
આભાર : ધન્યવાદ : સાધુવાદ ઃ
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ સંત શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ પૂ. શ્રી જયંતિલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત, નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ. ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરુંછું. આગમ અનુવાદ સમાપનની શુભઘડીએ પધારી, સંપૂર્ણ ભાર વહન કરનાર આગમ દિવાકર પૂ. શ્રી જનકમુનિ મ.સા.ને સાદર પ્રણિપાત કરી. ગુરુપ્રાણ આગમ બત્રીસીના સંપાદન સહયોગી આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને શતકોટી વંદના પાઠવું છું.
મુનિ પુંગવોના ચરણાનુગામી, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી સંસ્કરણના ઉદ્ભવિકા, ઉત્સાહધરા, નિપુણા, કાર્યનિષ્ઠાવાન, ઉગ્ર તપસ્વિની મમ ભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને સ્મરણ સાથે ધન્યવાદ અપું છું.
43