________________
પ્રભા શુદ્ધ વિશુદ્ધ પરિણામવાળી બને છે, ત્યારે આત્મા પોતે જ પોતાને ઓળખી સ્વરૂપનું સંધાન કરે છે કે હું આત્મા છું તેને પ્રાપ્ત કરવા પ્રતિજ્ઞા ધારણ કરે છે, પ્રભો! હવે હું થઈ ગયેલા પાપને છોડું છું, નવા પાપને વોસિરાવું છું, આહારાદિ સંજ્ઞાથી પ્રાયઃ નવા પાપ થાય છે માટે ચારેય આહારના પ્રત્યાખ્યાન કરું છું. ઉપરાંતમાં નવી ભૂલ ન થાય તેનું લક્ષ્ય રાખું છું આ રીતે પ્રત્યાખ્યાન કરનાર મહાત્માઓ અપ્રમત્તદશાથી લઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્થાન ઉપર અથવા આઠેય કર્મના ક્ષય સુધીનો પુરુષાર્થ કરે છે જેથી જિનાજ્ઞા ફરમાવે છે કે પ્રત્યાખ્યાનથી ભવોભવના પાપ નાશ પામે છે. આ રીતે પોતાના પાપનો ક્ષય કરી વિશુદ્ધ પરિણામવાળો થાય છે ત્યારે કવચને બાંધવાની કસ બોલે છે સમ્યમ્ ત્રિયોગનું એકત્વ પાપ પ્રજાને આત્મપ્રભા ઉજાળે.
શુક્લ ધ્યાનની અગ્નિ પ્રજ્જવલિત કરી આઠે આઠ કર્મ બાળી, શુભ-શુદ્ધ થઈ આ કવચ છોડી, આત્મા મોક્ષે પધારે છે. જે નગરમાં તમે આવ્યા છો તે જ તમે છો, ત્યાં જ રાગ-દ્વેષનું બીયારણ પાંગરીને કર્મવૃક્ષ બને છે, તેને જડમૂળથી ઉખેડનારા તમે પોતેજ છો. હું પણ તમારા પરિણામથી પરિણત થયેલી સવૃત્તિ પર્યાયમાં તમારી જ છું, તમારામાં જ રહું છું. હાં. હવે સમય ઘણો થયો. આ વૃત્તાંત સાંભળી આપશ્રી સદા અહીં રહેવા માંગતા હો તો હું આપની દાસી બની સેવામાં હાજર છું. અમે બધાએ એકબીજાની સામે જોઈને
સવૃતિ બહેન ! આપને નમસ્તે. આપને સાંભળી ખુશ થયા છીએ પરંતુ કર્મના ભારથી ભરાયેલા અને પાછા ફરીશું, આપશ્રીનું આ કવચ મેળવવા અનેક પુણ્યના પુંજની મૂડી એકઠી કરીને આવશું. ચોક્કસ શ્રદ્ધા તો થઈ જ ગઈ છે કે આ જ સાચું છે. અમારા રાજમહેલમાં જ અમારે રહેવું જોઈએ પણ કર્મચોરથી બંધાયેલા એવા અમે અશ્રુભર્યા નયને પાછા ફરીએ છીએ. બહેન તમો અમને વારંવાર યાદી અપાવવા જરૂર અમારી બહારની દુનિયામાં પધારજો એમ કહી અમે દિવ્ય વિચારના વાહનમાં પાછા ફર્યા.
પ્રિય પાઠકો ! સહુના સ્થાને સૌ ગયા અને હું મારી જિજ્ઞાસાવૃતિનો સત્કાર કરી મારા હૃદયમાં સમાવી દઈને સમાચારીમાં લીન બની સાધક આત્માઓ આપશ્રી બધાજ સમજી શક્યા હશો કે મોક્ષજનારને ત્રણ યોગની એકત્વ સાધના માટે ચૌદ બોલની જરૂર પડે છે. તે પૈકીની મનુષ્ય ગતિ, સંજ્ઞી પંચેન્દ્રિય અને વજઋષભનારાચ સંઘયણી હોય તે જ શુક્લ ધ્યાનને ધરી શકે છે, અંતઃમુહુર્ત કે મુહૂર્ત સુધી તે જ ધ્યાનમાં રહી શકે છે અને આ છ આવશ્યકની આરાધના કરી કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષે જઈ શકે છે તેની ઝાંખી દર્શાવવા મેં આપશ્રીને એક કવચના માધ્યમે ધર્મવીર યોદ્ધાની માહિતી આપી, લોકાગ્રનું રાજ્ય મેળવવા માટે પણ વંદ્વ ખેલવું પડે છે. આ રીતે આવશ્યકમાં
R
).
42