________________
કષાયરૂપી પાપોને બાળી શુદ્ધ સમ્યગ્દર્શન પ્રગટ કરાવે છે માટે જ અમારા કવચનો પ્રભાવ કહે છે કે સમ્યગ્ ત્રિયોગનું એકત્વ–પાપ પ્રજાને આત્મ પ્રભા ઉજાળે.
સર્વવિરતિધરો મહાત્માઓ જ્યારે જ્યારે હૃદયમાં ધ્યાનસ્થ બને છે ત્યારે ખામેમિનું એસેન્સ(અર્ક) એકઠું કરી રત્નાધિકો પાસે જઈ વંદનામાં આરૂઢ થઈ ચરણસ્પર્શ કરતાં પણ અલ્પ કિલામના માટે ક્ષમા માંગે છે. રત્નાધિકોની અવિનય, આશાતનાને ખમાવે છે અને બાર આવર્તન દઈ ચારિત્રને શુદ્ધ બનાવે છે ત્યારે ઉત્કટ આસને બેઠેલા મુનિરાજો ત્રણ યોગની એકતા સાધીને ભાવવાહી પરમાણુ વહાવે છે ત્યારે તે પરમાણુઓ આત્માની સાથે બાંધેલા નીચગોત્રના પરમાણુઓને શુદ્ધ કરી આદેયનામ ઉત્પન્ન કરતાં અશુભ કર્મને જલાવે છે, તેથી જ આ કલ્યાણી કવચમાં અંકિત થયેલ વંદનાની મૂકભાષા મુરિત થઈને બોલી ઉઠે છે કે સમ્યક્ ત્રિયોગનું એકત્વ પાપ પ્રજાને આત્મપ્રભા ઉજાળે
સર્વવિરતિધરો પરમેષ્ઠિ મહાત્માઓ પોતાની વૃત્તિની અનુપ્રેક્ષા કરતાં જાણે કે મારી વૃતિ સ્ખલના પામી અનાત્મ તત્ત્વમાં જોડાયેલી છે તેને પાછી ફેરવવાનો પુરુષાર્થ કરતાં હોય, પ્રતિક્રમણ કરાવતા હોય, દોષને દેખી નિંદા કરતાં હોય, ગુરુ સાક્ષીએ દોષ પ્રગટ કરી આલોચના પ્રાયશ્ચિત્ત કરી, દોષોને ધિક્કારતા હોય, પુનઃ વૃત્તિને પોતાનામાં સ્થિર કરવાની કોશિષ કરી બન્ને સંધ્યા અથવા જે ક્ષણે પાપ થયું હોય તે ક્ષણે અથવા પાખી ચોમાસી, સંવત્સરીએ મિચ્છામિદુક્કડમ્ આપતા હોય, તે સમયે નાભિના અવાજથી ભાવપૂર્વક ત્રણયોગ એકત્વના દોષરૂપ પાપ પ્રજાળી નાંખે છે તે જ સમયે કવચ બોલી ઉઠે છે સમ્યક્ ત્રિયોગનું એકત્વ પાપ પ્રજાને આત્મપ્રભા ઉજાળે.
સર્વવિરતિધર મહાત્માઓ ગુરુવર્યોની આજ્ઞા પ્રમાણે તપ સાધના‚ જ્ઞાન સાધના, આતાપના લેતાં, કાયોત્સર્ગ કરતાં, કાયાની માયાના બંધનો તોડવા તત્પર બની રહ્યા હોય, દેહાધ્યાસ છોડવા, આત્મભાવના ભાવી, પ્રતિમાધારી, અભિગ્રહધારી બની કાયોત્સર્ગની મુદ્રામાં સ્થિત હોય ત્યારે અનેક કર્મોની ઉદીરણા ચિત્તને ચંચળ બનાવવા, મોહમાં ખેંચી જવા બળવત્તર દ્વંદ્વો ઉભા કરે છે તો પણ સાધક કાયોત્સર્ગ છોડતા નથી ત્યારે સર્વ કર્મ તેના ઉદયકાળનો સ્વભાવ દર્શાવી નિર્જરી જાય છે. તે કાયોત્સર્ગની પ્રતિજ્ઞા ત્રણ યોગથી બંધાયેલા કર્મોને વિખેરી બાળી નાંખે છે ત્યારે ઉપર સ્થિત થયેલું કલ્યાણી કવચ જયઘોષણા કરતાં બોલે છે.
સમ્યક્ ત્રિયોગનું એકત્વ પાપ પ્રજાને આત્મપ્રભા ઉજાળે.
સાધના કરતા સાધકો કાયોત્સર્ગથી પાપ પ્રજાળે છે, તેથી જે આત્મગુણોની
41