________________
આ આગમના અનુવાદિકા છે અમારા પ્રશિષ્યા, મમ અંતેવાસી સુશિષ્યા રાજુલબાઈ મ.ના. પટ્ટોધરા સુશિષ્યા વાક્ય ચાતુર્યા, સુસ્વરકંઠી રૂપાબાઈ મહાસતીજી, જેઓએ અનુવાદ કરી આત્માને સજાગ કર્યો છે. રોજ બન્ને સંધ્યાએ પ્રતિક્રમણ કરતાં જીવનને ધન્ય બનાવી રહ્યા છે, તેમ છતાં અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે તેઓ આ આવશ્યકસૂત્રને અવશ્ય આત્મસાત્ બનાવી જીવન ધન્યાતિધન્ય બનાવે અને કર્મક્ષય કરવાના લક્ષે પ્રતિક્રમણ શુદ્ધ બનાવી સ્થિત પ્રજ્ઞા બની સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાની યોગ્યતા કેળવે તથાસ્તુ.
આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાઘ્વીરત્ના પુષ્પાબાઈ મ., પ્રભાબાઈ મ. એવં ધીરમતી બાઈ મ., હસુમતી બાઈ મ., વીરમતી બાઈ મ. સહિત સેવારત રેણુકાબાઈ મ. આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સમાર્જિત કરનાર, શબ્દાર્થ, ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સહસંપાદિકા મમ શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીરત્ના ડૉ. સાધ્વી શ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું.
આગમ નિષ્ઠાથી સેવા આપનાર શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવં કુમારી ભાનુબહેન પારેખને તેમજ ધોમ તાપમાં આવીને અમારા સંપાદકીય લખાણમાં યોગ જોડી, તન્મય બની મોતીસમા અક્ષરે આલેખન કરનાર કુ. યોજ્ઞાબેન મહેતાને અનેકશઃ ધન્યવાદ આપું છું.
પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માનદ્ સભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ તથા આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિસભરહૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રુતસેવાસંનિષ્ઠ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત શ્રી સર્વ સભ્યગણ, ધીરુભાઈ, વિનુભાઈ આદિ કાર્યકર્તાઓ; મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી સર્વ કાર્યકરો, આગમના શ્રુતાધાર બનનારને અને અન્ય જ્ઞાન દાનદાતા મહાનુભાવોને અભિનંદન સાથે સાધુવાદ આપું છું.
44