________________
અનાદિકાળથી અવિવેક, યશની ઇચ્છાવાળા, ધનવાળુક, ગર્વ, નિદાન, ભય, સંશય, કષાય, અવિનયાદિના દોષોથી ખરડાયેલા હોવાથી ત્યાં જવા પગ ઉપાડી શકતા ન હતા. અનાવશ્યક બધી જ વસ્તુ લઈને ભારેખમ થઈને આવ્યા હતા તેથી દ્વિધામાં અમે મુંઝાઈ રહ્યા હતા. એવા સમયે દરવાજામાં ઊભી રહેલી સવૃત્તિએ સહસા અવાજ દીધો. પધારો.. પધારો.... દેવાણુપ્રિયા..! અંદર પધારો. અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. આ તમારો જ શાશ્વતો રાજમહેલ છે. આપ પરદેશ ગયા પછી આ રત્નત્રયનો રાજમહેલ ભૂલી ગયા લાગો છો. તમે કદમ ઉઠાવો તમને કોઈ ના નહીં પાડે, હું તમારી સાથે જ ચાલું છું. એમ કહી સવૃત્તિ અમને આવશ્યક આરામગૃહમાં લઈ ગઈ, ત્યાં અમને સત્યના સોફા ઉપર બેસાડી દીધા અને એમણે અમને બધુંજ યાદ કરાવ્યું.
સવૃત્તિ અંગુલી નિર્દેશન કરીને કહેવા લાગી, આ છે આવશ્યક આરામગૃહ
આવશ્યક-અવશ્ય આરામ આપે, આતમરામને જાગૃત કરે, આ—આનંદ આપે, રા–રાજા બનાવે, મ– મહાત્મા બનાવે, ગૃ—–અનંતગુણને ગ્રહણ કરાવે, હ– હક્ક પ્રાપ્ત કરાવે અર્થાત્ સંપૂર્ણ આત્માનો હક્કદાર બની, આત્મગુણ ગ્રહી, મહાત્મા બની, આનંદમય સુખનો રાજા બની, અખંડ આનંદનો ભોક્તા થાય તેનું નામ આવશ્યક આરામગૃહ.
આ આરામગૃહમાં પ્રવેશ કરનારા બે પ્રકારના જીવો હોય છે– (૧) દેશવિરતિ અને (૨) સર્વવિરતિ. સર્વવિરતિ જિંદગીભર અહીં જ રહે છે અને દેશશિવરિત આંટા-ફેરા કરે છે. તેઓ કાયર હોવાથી હુંકારના હુમલાખોરો તેને પાછા સંસારમાં ઘસડી જાય છે. અસ્તુ...
સર્વવિરતિ જિંદગીભર અહીં જ રહે છે ખરા પરંતુ મનમાં સંકલ્પ-વિકલ્પની કંદરામાં છુપાયેલા હુમલાખોરોનું જાણપણું ન હોવાથી કર્કશાદિભાષાની કોતરોમાં છુપાયેલા કષાયરૂપ તસ્કરો, તેમ કાયાની માયાના ખાડામાં છુપાયેલા વિષયરૂપી વિકરાળ લૂંટારાઓ, ભયભીત, ચંચળ, અસ્થિર કરીને મમતાના બંધનમાં બાંધી ઘાયલ કર્યા કરે છે. જેથી અહીં આવનારા, આ પોતાનું જ આવશ્યક આરામગૃહ હોવા છતાં કંટાળીને પાછા જગતવાસી બની જાય છે.
સર્વ ભવ્ય જીવોનું આવશ્યક આરામગૃહ એક છે, પાત્ર ભેદે અનેક થાય છે. ધ્યેય સિદ્ધ સાધક જ્યારે આ આરામગૃહમાં આવે છે ત્યારે અહીં રહેલા ઉપકરણોને વાપરવાની તાલિમ પામી હુમલાખોરો પર વિજય પ્રાપ્ત કરી શાશ્વત આરામગૃહના પાછા માલિક બની જાય છે. સવૃત્તિની વાત સાંભળી અમારામાં ખુમારી આવી અને કહ્યું, અમને તમારા તે સ્થાનમાં લઈ જાઓ અને સંપૂર્ણ માહિતગાર બનાવો. સવૃત્તિ
36