________________
ઘેરાયેલા વિવેકના વરવા વૃક્ષોના ઝુંડમાં શોભતા આવશ્યક આરામગૃહની યાત્રા કરાવું. યાત્રાળુ સાથે મારી એટલી જ શરત છે કે આ આરામગૃહમાં પ્રવેશ કર્યા પછી ત્રણેય યોગની ક્રિયાનું એકત્વ એક સાથે થવું જોઈએ અને જ્યારે સૌના પાપ નીકળે ત્યારે તેમને ધ્યાન દ્વારા જલાવી દેવા. તે પાપ અન્ય પાસે ન જાય તેની કાળજી રાખવી માટે આપણે આ સંપાદનનું નામ રાખશું સમ્યકૃત્રિયોગનું એકત્વ–પાપ પ્રજાળે આત્મ પ્રભા ઉજાળે.
જેઓ આ કાર્યમાં કુશળ બન્યા તેઓ તાલિમ લઈને કર્મસંગ્રામ ખેલવા તૈયાર થયા અને તેમાં જે જે જીતી ગયા તે તે લોકો પૂર્ણ લોકનું રાજ્ય હસ્તગત કરી અનંત આનંદનો અનુભવ કરી રહ્યા છે. આજે એમની પાસે એક પણ શત્રુ નથી, બધા જ તેમના મિત્રો છે. તેમને ત્યાં લઈ જવા પ્રતિદિન પરમાર્થનું પ્લેન મોકલી ભવ્ય યોગ્ય આત્માને તેમાં બેસાડી વ્યવહારરાશિમાંથી લાવી પૃથ્વી-પાણી-વનસ્પતિના જીવોને મનુષ્યત્વ પ્રાપ્ત કરાવી, પોતાની પાસે બોલાવી પોતાની સમાન અખંડ આનંદના ભોક્તા બનાવે છે.
તો ચાલો યાત્રિકો ! મારી જિજ્ઞાસાવૃતિ એમ કહીને આવશ્યક આરામગૃહ તરફ જવા સાબદી બની. દિવ્ય વિચારના વાહનમાં બેસી અમે બધાએ અધ્યાત્મ નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં રળિયામણી આત્મશક્તિનો પ્રકાશ પથરાઈ રહ્યો હતો. તે પ્રકાશના પગથારે અમારું વાહન ચાલી રહ્યું હતું. સમ્યગ્ જ્ઞાન-દર્શનનો ઉદય થઈ રહ્યો હતો. ત્યાંના ગોપુરદ્વાર સમાધિભાવમાં સ્થિર બની ખુલ્લી રહ્યા હતા. તેમાંથી માધ્યસ્થભાવનો સુગંધ ભરેલો મંદ-મંદ મસ્ત મસ્ત વહી મરક મરક હસી રહ્યો હતો, જાણે કે તે અમારું સુસ્વાગત કરવા જ બહાર નીકળી રહ્યો હશે. તેથી અમે અનુમાન બાંધ્યું કે આજ વિસ્તારમાં આવશ્યક નામનું આરામગૃહ જરૂર હશે. આ પ્રમાણેનો સંકલ્પ ચાલી રહ્યો હતો, ત્યાં દૂરથી અવાજ આવ્યો સકકારેમિ સમ્માણેમિ... આવો.. પધારો... હું તમારો સત્કાર-સન્માન કરું છું. તમે જેની યાત્રાએ નીકળ્યા છો તે આ આવશ્યક આરામગૃહ છે. આવો અલૌકિક ગેબી અવાજ અમને આવકારી અમારા દિવ્ય વિચાર વાહનને તેઓ પ્રેમથી ત્યાં લઈ ગયા.
અમે બધા ખુશ ખુશ થઈ ગયા. જલદીથી નીચે ઉતરી ગયા. ત્યાં સૂરીલા અવાજથી નમો અરિહંતાણંથી લઈને પુરા નમસ્કારમંત્રના ઉચ્ચારણો શબ્દાયમાન થઈને આરામગૃહના શિખર ઉપરથી પ્રસારિત થઈ રહ્યા હતા. પંચ પરમેષ્ઠિ મહાત્માઓને નમન કરનારા દેવો દિવ્ય ધ્વનિને વહાવી રહ્યા હતા. અમે ત્યાં સ્થભિત થઈ ગયા. બધું જ અપૂર્વ ભાસતું હતું. અમારો પ્રદેશ અમને જ અણજાણ લાગતો હતો. અમે
35