________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. આચારસંહિતાને રચનારા ઓ પ્રભો ! શતશત વંદન હો મારા, ષડાવશ્યક સક્રિયાનો કીમિયો દર્શાવી ઉતાર્યા ભવના ભારા વીર્યોલ્લાસની જ્ઞાન સ્ફૂર્તિ અર્પી વહાવી આપે શ્રુતગંગાની ધારા, જિનાગમ માધ્યમે ભાવ પ્રાણ જાગે, જૈનમ્ જયતિના ગાજે નારા. સમ્યક્ ત્રિયોગનું એકત્વ
પાપ પ્રજાળે આત્મ પ્રભા ઉજાળે
પ્રિય પાઠકગણ !
આપશ્રી સમક્ષ શ્રી ગુરુપ્રાણ આગમ બત્રીસીનું અનુપમ આગમ રત્ન સ્ફૂર્તિલું ધબકતું, શારીરિક, માનસિક, સાંયોગિક દુઃખનું વિસ્મરણ કરાવતું, જીવનને વિકાસના માર્ગે ચઢાવતું, બ્લડ પ્રેશરને વ્યવસ્થિત રાખતું, ટેન્શનને ઉતારી મનમસ્તિષ્કમાં તાજગી પૂરતું, તૃષ્ણાને તૃપ્ત કરતું, જડ ચેતનને ભિન્ન કરાવતું, સમત્વની સાધનામાં સૂર પૂરાવતું સ્તવ સ્તુતિમાં મંગલતા અર્પતું, જ્ઞાન દીપકને પ્રગટાવતું, પાપથી પાછા ફેરવી પુણ્યવાન બનાવતું, દુર્ગતિ નિવારી સદ્ગતિ-સિદ્ધગતિ તરફ પ્રયાણ કરાવતું, અમોઘ, નિશ્ચલ, શાશ્વત, નિત્ય, જેને આદરી અનંતજીવો મોક્ષે પધારી ગયા તેવું સિદ્ધાંત છે શ્રી આવશ્યકસૂત્ર. તેનો ગુજરાતી અનુવાદ સંપાદિત કરીને અનંત ઉપકારી પૂજ્યપાદ ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.ના ૧૦૮મા જન્મદિનના પાવન પ્રસંગે જિનાગમ રૂપે પ્રગટ કરી રહ્યા છીએ, તેનો અમે અતિ-અતિ આલ્હાદભાવ અનુભવી રહ્યા છીએ. આ એક જ આગમ એવું છે કે તેને ચતુર્વિધ શ્રી સંઘ બંને સંધ્યા ફરજીયાત, મરજીયાત અરે ! બાવીસ તીર્થંકરોના શાસનવર્તિ ઉપાસકો અને મહાવિદેહક્ષેત્રમાં વિચરતા દરેક-દરેક પરમેષ્ઠિ મુનિરાજો, સાધુ-સાધ્વી ભગવંતો પાપ લાગતાં જ તેની સ્વાધ્યાય કરે છે. બીજા આગમનો સ્વાધ્યાયમાં બાંધછોડ કરી શકે, સ્વાધ્યાયમાં પ્રમાદ આવી જાય પરંતુ આ આગમનો સ્વાધ્યાય નિત્ય-નિત્ય કરવો પડે છે. આ સ્વાધ્યાય નિરંતર બને છે ત્યારે આત્મા પરમાત્મા બની જાય છે.
તો... ચાલો મારી સાથે હું તમને આવા અધ્યાત્મ આરાધનામાં અરવિંદોની મધ્ય ભાગમાં આવેલા, મિચ્છામિ દુક્કડંના નારા ગુંજાયમાન કરતાં, માનવ મધુકરથી
34