________________
ખુશ થઈને અમને દોરી ગઈ. જુઓ... આ સુખવિશ્રાંતિ હોલ.
તે સુંદર હોલ આવશ્યક આરામગૃહના મધ્યભાગમાં હતો. તે ઘણો શુક્લવર્ણનો હોવાથી હસું-હસું થઈ રહ્યો હતો. ત્યાં આવનારને પ્રસન્નતા અર્પી રહ્યો હતો. તે હોલમાં ખૂબ શોભાયમાન નાના-મોટા દરેક માનવો પહેરી શકે તેવા અનેક કવચો પડ્યા હતા. તે કવચ છ વિભાગમાં વહેંચાયેલા હતા.
પહેલો વિભાગ માથા ઉપરના હેલ્મેટનો હતો. તે હેલ્મેટ ઉપર અંકિત થયેલું નામ હતું– સામાયિક, બીજો વિભાગ ગ્રીવાથી લઈને બન્ને હાથનો હતો, તેના ઉપર લખાયેલું નામ હતું– ચઉવીસંથો. ત્રીજો વિભાગ વક્ષઃસ્થળ અને પીઠ બાંધવાનો હતો, તેના ઉપર કોતરાયેલું નામ હતું– વંદના. ચોથો વિભાગ નાભિના મધ્યભાગને અને પૂરી કમ્મર ઢાંકીને પહેરી શકાય તેવો હતો, તેમાં લખાયેલું હતું– પ્રતિક્રમણ. પાંચમો વિભાગ બન્ને ચરણને ઢાંકનાર હતો, તેમાં લખાયેલું હતું– કાયોત્સર્ગ. આ રીતે આખું કવચ દેહાતીત દશાને પ્રાપ્ત કરવા પુરુષાર્થશીલ યોગીઓના શરીર ઉપર શોભાયમાન લાગે તેવું હતું અને કવચ બાંધવાના બંધન સૌંદર્યવાન હતા. તેમાં લખાયેલું હતું
પ્રત્યાખ્યાન.
દરેક કવચ છ નામથી અંકિત થયેલા જોઈને અમો તો આભા બની ગયા અને
પૂછી ઊઠયા આવા સુંદર કવચો કોણ બનાવે છે ? આ પ્રશ્ન સાંભળી લજ્જાળુ સવૃત્તિ
બોલી અમે બનાવીએ છીએ.
આ અધ્યાત્મનગરમાં સત્કૃત્યો કરનારી, કલ્યાણમયી મારી અનેક સખીઓ રહે છે. અમે સાથે મળીને શુભયોગની સામગ્રી એકઠી કરીને આ કવચો બનાવીએ છીએ. અહીંયા જે કોઈ નાના મોટા આબાલ-વૃદ્ધ આવે ત્યારે તેમને દુર્ગુણોરૂપી હુમલાખોરોથી બચાવવા આ કવચ પહેરાવીએ છીએ. સવૃત્તિની આ ઉદારતા જાણી અમે છક્ક થઈ ગયા. અમે પૂછ્યું કેવી રીતે બનાવો છો ? ત્યારે તેણી બોલી જુઓ આ હેલ્મેટનો ભાગ છે.
(૧) કવચનો પહેલો ભાગ મસ્તકને ઢાંકવાનો હેલ્મેટ :– આ ટોપાનો ભાગ છે. તે ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે. સમ+આય+ઇક = સામાયિક. સમ–એકી સાથે, સમભાવના સ્વભાવમાં, આય-ગમન કરે. ઇક–લાભ, એકી સાથે સમભાવના સ્વભાવમાં ગમન કરે તેવા ભાવના પરમાણુઓનો લાભ પ્રાપ્ત થાય, તે સામાયિક. તે પરમાણુઓ વિષમ ભાવમાં પરિણમતા નથી, ક્યારેય તામસભાવને ભજતા નથી. બધા જ ગુણોને એકત્રિત રાખી શકે તેવી શક્તિ ધરાવે છે. વજ્ર જેવા મજબૂત હોય છે. તે
37