________________
**
કરવું.
જો કે પ્રતિક્રમણના બધા પાઠોમાં ઘણી માફી માંગવામાં આવે છે. દોષો પ્રત્યે તસ્સ મિચ્છામિ દુૐ કરવામાં આવે છે. પરંતુ તે પ્રતિક્રમણ નથી, પ્રતિક્રમણથી પૂર્વેની ક્રિયા છે. પ્રતિક્રમણ કરવા માટે આ પૂર્વની ક્રિયા કરવી જરૂરી છે. જેમ કોઈ કાષ્ટકાર જંગલમાં કાષ્ટ લેવા જાય, ત્યારે કાષ્ટ લેતા પહેલા અનુમતિ લેવી જરૂરી છે, તેવી રીતે કોઈપણ સારા કામ માટે પૂર્વ ક્રિયાઓ નિર્ધારિત હોય છે. લગ્ન પૂર્વે લગ્ન માટેની બધી પૂર્વ ક્રિયાઓ કરી લેવી ઘટે છે. તે જ રીતે પ્રતિક્રમણ કરવા માટે, પૂર્વમાં બધા જીવો સાથે ખમતખામણા કરી, દોષોની માફી માંગી લેવી જરૂરી છે પરંતુ કાળક્રમમાં આ પ્રતિક્રમણ શબ્દ પૂર્વની ક્રિયા માટે રૂઢ બની ગયો અને પ્રતિક્રમણનો મૂળ લક્ષાર્થ ભૂલાઈ ગયો તેમજ સામાન્ય વ્યાકરણના અજાણ વ્યક્તિઓએ પાછા વળવું એવો અર્થ સ્થાપિત કર્યો, તેથી પ્રતિક્રમણનું લક્ષ ભૂલાઈ ગયું. ખરું પૂછો તો ! સાચું પ્રતિક્રમણ જ ભૂલાઈ ગયું, પૂર્વની ક્રિયા કરી, પ્રતિક્રમણની ઈતિશ્રી કરવામાં આવે છે. પ્રતિક્રમણનો આવો રૂડો અર્થ, રૂઢિ અર્થમાં દબાઈ ગયો છે. વસ્તુતઃ પ્રતિક્રમણ એ અંતિમ લક્ષ હોવાથી, શાસ્ત્રકારોએ આવશ્યક સૂત્રને, અંતિમ શાસ્ત્ર તરીકે પ્રસ્તુત કર્યું હશે, તેમ કહેવું તર્ક સંગત લાગે છે. જેમ તત્ત્વાર્થ સૂત્રમાં કે મોક્ષશાસ્ત્રમાં મોક્ષનો નવમો અધ્યાય અંતિમ રાખવામાં આવ્યો છે. વેદના ક્રિયાકાંડો પછી અંતે વેદાંત મૂકવામાં આવ્યું છે કે જે અધ્યાત્મભાવોથી ભરપૂર છે. મહાન તત્ત્વવેતા કુંદકુંદ સ્વામીએ સમયસારમાં અખંડ દ્રવ્ય શુદ્ધ આત્મભાવને અંતિમ અધ્યાયમાં ઉપદિષ્ટ કર્યો છે. આ વાત તર્ક સંગત પણ છે કે બધો કચરો સાફ કર્યા પછી જ શુદ્ધ તત્ત્વને પામી શકાય છે. ચોખાની ખેતી કરનાર ખેડૂત ઉપજ લણ્યા પછી કમોદના ફોતરા ઉડાડે અને ત્યાર પછી શુદ્ધ ચોખા પ્રાપ્ત કરે છે. દહીંમાં રહેલું માખણ-વલોણું થયા પછી અગ્નિ ઉપર ચડી, કીટું કાઢે, ત્યારે જ શુદ્ધ ધી રૂપે પ્રગટ થાય છે. તે જ રીતે બધી બાહ્ય આવશ્યક ક્રિયાઓ સંપન્ન થાય પછી આ ‘આવશ્યકસૂત્ર’ આવશ્યક ક્રિયાઓના અંતે પ્રતિક્રમણ એટલે શુદ્ધ આત્મતત્ત્વ તરફ આગે કૂચ કરવાની પ્રેરણા આપી જાય છે. આમ જુઓ તો નામ પણ ‘આવશ્યકસૂત્ર’ આપ્યું છે. પૂર્વની ક્રિયાઓ આવશ્યક છે. તે ખાસ વાત પ્રતિફલિત થાય છે અને બધુ જ્ઞાન મેળવ્યા પછી અર્થાત્ એકત્રીસ શાસ્ત્રો વાગોળ્યા પછી જો સાધક આવશ્યક ક્રિયાઓથી વંચિત રહે તો ખરેખર તે પ્રતિક્રમણ કરી શકે નહીં, જ્ઞાનપ્રાપ્તિ પછી ‘આવશ્યકસૂત્ર’ મુક્તિના તાળાને ખોલવાની કોઈ અનુપમ ચાવી હોય તેવું લાગે છે.
હવે આપણે પ્રતિક્રમણનો જે અર્થ રૂઢ થઈ ગયો છે તેનો સ્વીકાર કરીને પણ વિચારીશું કારણકે તેનો વિચાર પણ કરવો ઘટે છે. ગમે તેવા શક્તિ અર્થવાળા શબ્દો
AB
29