________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. પ્રતિક્રમણ એટલે શું?
આજે આપણે પ્રતિક્રમણ વિષે ઊંડો વિચાર કરતા પહેલા હર્ષની અભિવ્યક્તિ કરીએ કે “પ્રાણ આગમ પ્રકાશન’ આગમ સાગરને તરીને બત્રીસમાં “આવશ્યક સૂત્ર'રૂપ શાસ્ત્રના કિનારે પહોંચી રહ્યું છે. આપણું આ વહાણ વિજયધ્વજ સાથે કિનારા પર અટકશે અને બત્રીસ અનુવાદિત શાસ્ત્રરૂપ ખજાનાની પેટીઓ જ્યારે કિનારે ઉતરશે ત્યારે લાખો લાખો માણસોની અંતરમનની ભાવના રૂપી દિશાકુમારી અભિનવ સ્વાગત કરશે અને સ્વાગત ગીતની મધુર સ્વર લહરીઓ જ્યારે નંદીઘોષ કરશે ત્યારે હર્ષના વાદળાઓ છવાઈને અમૃતવર્ષા થાશે, તેમાં જરાક પણ શક નથી.
પ્રતિક્રમણ સૂત્ર છેલ્લું રાખવામાં આવ્યું છે, તે પણ વિચારણીય છે. અત્યાર સુધી પ્રતિક્રમણ શબ્દનો અર્થ પાપથી પાછા વળો, એવો કરવામાં આવે છે, પરંતુ તે અર્થ મનનીય છે. પાછુ વળવા માટે પ્રતિ ની સાથે જ જોડાય અર્થાત તિ અને આ બને ઉપસર્ગો સંયુક્ત થાય અને પ્રત્યે બને, ત્યારે પુનરાવર્તનની વાત આવે છે. જેમકે गमनसने प्रत्यागमन,कथनअने प्रत्याकथन,हारसने प्रत्याहारसारीत विपरीत દિશાની ક્રિયા માટે અથવા ક્રિયાની પ્રતિક્રિયા માટે આ ઉપસર્ગ જરૂરી થઈ જાય છે. જો કે અહીં પ્રતિ ઉપસર્ગ દિશા સૂચન કરે છે, લક્ષ નિર્ધારિત કરે છે, ગમ્ય સ્થાનને ઇગિત કરે છે અથવા વક્તાની એક નિર્દિષ્ટ ભાવનાના અંતિમબિંદુ સુધી પહોંચવાની ક્રિયાને સૂચિત કરે છે. અંગ્રેજીમાં પ્રતિનો અર્થ To થાય છે. જેમ કે- પ્રતિગમન એટલે To go થાય છે. આમ પ્રતિએ આગળના સાધ્યબિંદુ ઉપર લઈ જવા માટે પ્રેરિત કરે છે. ક્રમણનો અર્થ પગલા ભરવા, આગળ વધવું, જવાની તૈયારી કરવી, એક પ્રકારે જે સ્થાનમાં છે, ત્યાંથી વિદાય લઈ અન્ય સ્થાનમાં કે અન્યભાવમાં રમણ કરવા માટે, તે સ્થાન કે તે ભાવને સ્પર્શ કરવા માટે પગ ઉપાડવો તે ક્રમણનો અર્થ છે. પ્રતિ તે જૈનદર્શનનું જે આધ્યાત્મિક શુદ્ધ સ્વરૂપ છે અથવા મોક્ષભાવ છે. તેને સૂચિત કરે છે. પ્રતિ અને મણ આખા શબ્દનો અર્થ થયો કે શુદ્ધ ભાવ માટે પગલા ભરવા, લક્ષને પ્રાપ્ત કરવા માટે ભાવાત્મક કે ગુણાત્મક ક્રિયા કરવી, તેવો અર્થ થાય છે. To go, To pure spirite અર્થાત્ શુદ્ધ આત્મા પ્રત્યે કે નિર્મળ ચૈતન્ય પ્રત્યે ક્રમણ કરવું-જવું અથવા સંચરણ
#(
28
)