________________
૨૫૦ |
શ્રી આવશ્યક સૂત્ર
દ્વીપ-સમુદ્ર છે. અસંખ્યાતા વાણવ્યંતરના નગરો છે. અસંખ્યાતા જ્યોતિષીનાં વિમાનો છે તથા અસંખ્યાતી દેવતાની રાજધાનીઓ છે. તેને મધ્યભાગે અઢીદ્વીપ છે. તેમાં જઘન્ય તીર્થકર વીસ અને ઉત્કૃષ્ટ હોય તો ૧૦ અથવા ૧૭૦, જઘન્ય બે ક્રોડ કેવલી અને ઉત્કૃષ્ટ નવ ક્રોડ કેવલી તથા જઘન્ય બે હજાર ક્રોડ સાધુ-સાધ્વી અને ઉત્કૃષ્ટ નવ હજાર ક્રોડ સાધુ-સાધ્વી બિરાજે છે. તેમને વંદામિ નમંસામિ સક્કરેમિ સમ્માણેમિ કલ્યાણ મંગલ દેવયં ચેઈયં પજ્વાસામિ. તેમજ તિરસ્કૃલોકમાં અસંખ્યાતા શ્રાવક-શ્રાવિકાજીઓ છે તેમના ગુણગ્રામ કરવા.
તિરછાલોકથી અસંખ્યાત ગુણો અધિક(મોટો) ઊર્ધ્વ લોક છે. તેમાં બાર દેવલોક, નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાન છે. તે સર્વમાં મળીને કુલ ચોરાશી લાખ, સત્તાણું હજાર, ત્રેવીસ(૮૪, ૯૭, ૦૨૩) વિમાનો છે. તે ઉપર લોકાગ્રે સિદ્ધ ક્ષેત્ર છે. ત્યાં સિદ્ધ ભગવંતજી નિરંજન, નિરાકાર બિરાજી રહ્યા છે. તેમને વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્યાણ, મંગલ, દેવય, ચેઈય, પક્વાસામિ.
તે ઊર્ધ્વલોકથી કાંઈક વિશેષ અધિક(મોટો) અધોલોક છે. તેમાં સાત નરકના ચોરાસી લાખ નરકાવાસા છે. સાત કરોડ બહોતેર લાખ ભવનપતિના ભવનો છે.
એવા ત્રણે લોકનાં સર્વ સ્થાનોમાં (પાંચ અનુત્તર વિમાનના દેવો સિવાય) સમકિત રહિત કરણી કરીને, આ જીવે અનંતી અવંતીવાર જન્મ-મરણ કરી સ્પર્શી મૂક્યા છે. તો પણ આ જીવનો પાર આવ્યો નહિ. એવું જાણી સમકિત સહિત શ્રુત (જ્ઞાન, દર્શન) અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી અજર, અમર, નિરાબાધ પરમ સુખને પામીએ. આ ધર્મધ્યાનનો ચોથો ભેદ કહ્યો. (ઈતિ ધર્મધ્યાનનો કાઉસગ્ગ સંપૂર્ણ)
ત્યારપછી પ્રગટપણે લોગસ્સ અને ઈચ્છામિ ખમાસમણો..બે વાર ઉત્કૃષ્ટ વંદનાનો પાઠ બોલવો.
સ્વામીનાથ ! સામાયિક એક ચઉવીસંલ્યો . વંદના ત્રણ, પ્રતિક્રમણ ચાર અને કાઉસગ્ગ પાંચ. આ પાંચે આવશ્યક પૂરાં થયા. તેને વિષે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો, માત્ર, મીંડું, પદ, અક્ષર, ગાથા, સૂત્ર ઓછું અધિક વિપરીત જણાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. છકો પચ્ચખાણ આવશ્યક -
(વિધિ—પૂજ્ય સાધુ-સાધ્વીજીઓ બિરાજતા હોય તો સવિધિ ત્રણ વંદના કરવી અને પચ્ચકખાણ ફરમાવશોજી' એમ વિનંતિ કરવી અને પચ્ચખાણ કરવા. પૂ. સાધુ-સાધ્વીજી બિરાજતા ન હોય તો વડીલ શ્રાવકજીને વિનંતિ કરવી અને કોઈ ન હોય તો પોતાની મેળે નીચે મુજબ પ્રત્યાખ્યાનનો પાઠ બોલી પચ્ચખાણ કરવા.) પાઠ-૩૯ : ચૌવિહાર પચ્ચકખાણ સૂત્ર:
ધારણા પ્રમાણે ચઉવિહંપિ આહાર પચ્ચકખામિ- અસણં, પાછું, ખાઈમ, સાઈમ અષ્ણત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ સમાવિવત્તિયાગારેણં અપ્પાણે વોસિરામિ. પાઠ-૩૮ઃ પ્રતિક્રમણ સમાપ્તિ સૂત્ર:
સ્વામીનાથ ! સામાયિક એક, ચકવીસત્યો બે, વંદના ત્રણ, પ્રતિક્રમણ ચાર, કાઉસગ્ગ પાંચ અને