________________
પરિશિષ્ટ-પ
છઠ્ઠા કર્યા પચ્ચક્ખાણ. આ છ એ આવશ્યક પૂરાં થયા એને વિષે શ્રી વીતરાગ દેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડું, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય, તો અરિહંત અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
૨૫૧
મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અવ્રતનું પ્રતિક્રમણ, પ્રમાદનું પ્રતિક્રમણ, કષાયનું પ્રતિક્રમણ, અશુભ યોગનું પ્રતિક્રમણ. આ સર્વ મળી ૮ર બોલના પ્રતિક્રમણને વિષે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, જાણતાં-અજાણતાં મન, વચન, કાયાએ કરી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય, તો અરિહંત, અનંત, સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
ગયા કાળનું પ્રતિક્રમણ, વર્તમાન કાળનો સંવર અને આવતાં કાળનાં પચ્ચક્ખાણ. તેને વિષે જે કોઈ પાપ દોષ લાગ્યો હોય, તો અરિહંત અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. કરેમિ મંગલ, મહા મંગલ, થવથુઈ મંગલ.
સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. સાચાની શ્રદ્ધા, ખોટાનું વારંવાર મિચ્છામિ દુક્કડં.
દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ, કેવલી ભાષિત દયામય ધર્મ. આ ત્રણ તત્ત્વ સાર, સંસાર અસાર.
નમોત્થણં સૂત્ર :
(વિધિ– ડાબો ગોઠણ ઊભો રાખી, જમણો ગોઠણ ધરતી ઉપર રાખી બંને હાથ જોડીને, મસ્તકે અંજલિ કરીને ત્રણ ‘નમોત્થણ’ કહેવા).
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયણું, નમો લોએ સવ્વ સાહૂણં .
શ્રી પ્રતિક્રમણ સૂત્ર સમાપ્ત