________________
| પરિશિષ્ટ-૫
થી
| ૨૪૯ ]
સ્વામિનાથ ! સામાયિક એક, ચઉવિસંથો બે, વંદના ત્રણ, પ્રતિક્રમણ ચાર, તે ચાર આવશ્યક પૂરા થયાં તેને વિષે વીતરાગ દેવની આજ્ઞામાં કાનો, માત્ર, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-૩પ: વિશુદ્ધિ સૂત્ર:
દેવસિય પાયચ્છિત્ત વિશુદ્ધનાર્થ કરેમિ કાઉસગ્ગ.
ત્યારપછી નવકાર મંત્ર, કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ, તસ્ય ઉત્તરીના પાઠ બોલી ધર્મ ધ્યાનનો કાઉસગ્ગ ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરવો. પાઠ-૩૬: ધર્મ ધ્યાનનો કાઉસ્સગ -
સે કિં તે ધમ્મક્ઝાણે ? ધમ્મક્ઝાણે ચઉāિહે ચઉપ્પડોયારે પષ્ણત્તે તે જહા- આણાવિજએ, અવાયવિજએ, વિવાગવિજએ, સંડાણવિજએ . ધમ્મસ્મર્ણ ઝાણ ચત્તારિ લક્ષ્મણા પણતા જહાઆણાઈ, નિસ્સગ્નઈ, ઉવએસઈ, સુત્તરુઈ. ધમ્મસ્મર્ણ ઝાણસ્સ ચત્તારિ આલંબણા પણત્તા તંજહાવાયણા, પુચ્છણા, પરિપટ્ટણા, ધમ્મકહા, ધમ્મસ્મર્ણ ઝાણસ્મ ચત્તારિ અણુષ્પહાઓ પણત્તાઓ તં જહાળગચ્છાણુષ્પહા, અણિચ્ચાયુષ્પહા, અસરણાણુષ્પહા, સંસારાણુપેહા . ધર્મ ધ્યાનના પહેલા ચાર ભેદ -
(૧) આણાવિજએ, (૨) અવાયવિજએ, (૩) વિવાગવિજએ, (૪) સંડાણવિજએ . પહેલો ભેદ–આણા વિજએ :- આણા વિજએ કહેતાં વીતરાગ દેવની આજ્ઞાનો વિચાર ચિંતવવો. વીતરાગ દેવની આજ્ઞા એવી છે કે– સમકિત સહિત શ્રાવકનાં બાર વ્રત, અગિયાર પડિમાં, સાધુજીનાં પાંચ મહાવ્રત તથા બાર ભિક્ષુની પડિમા શુભ ધ્યાન, શુભ જોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને છકાય જીવનની રક્ષા; એ વીતરાગ દેવની આજ્ઞા આરાધવી. તેમાં સમય માત્રનો પ્રમાદ ન કરવો. ચતુર્વિધ સંઘના ગુણકીર્તન કરવા. આ ધર્મ ધ્યાનનો પહેલો ભેદ કહ્યો. બીજો ભેદ–અવાય વિજએ - અવાય વિજએ કહેતાં જીવ સંસારમાં દુઃખ શા માટે ભોગવે છે? તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે- મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભયોગ, અઢાર પાપ સ્થાનક અને છકાય જીવની હિંસા, એથી કરીને જીવ દુઃખ પામે છે. એવું દુઃખનું કારણ જાણી, એવો આશ્રવ માર્ગ ત્યાગી, સંવર માર્ગ આદરવો. જેથી જીવ દુઃખ ન પામે. આ ધર્મ ધ્યાનનો બીજો ભેદ કહ્યો. ત્રીજો ભેદ-વિવાગ વિજએ - વિવાગ વિજએ કહેતાં– જીવ સંસારમાં સુખ અને દુઃખ ભોગવે છે તે શા થકી? તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે- જીવે જેવે રસે કરી પૂર્વે જેવાં શુભાશુભ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ ઉપાર્જન કર્યા છે, તે શુભાશુભ કર્મના ઉદયે, જીવ તે પ્રમાણે સુખ અને દુઃખ અનુભવે છે. તે અનુભવતાં થકા કોઈ ઉપર રાગ-દ્વેષ ન આણી સમતા ભાવ રાખી, મન, વચન, કાયાના શુભ યોગ સહિત શ્રી જૈન ધર્મને વિષે પ્રવર્તીએ. જેથી નિરાબાધ પરમસુખને પામીએ. આ ધર્મધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો. ચોથો ભેદ–સઠાણ વિજએ - સંહાણ વિજએ કહેતાં– ત્રણ લોકના આકારનો વિચાર ચિંતવવો. ત્રણ લોકના આકારનું સ્વરૂપ સુપઈઠીક – સરાવલાને આકારે છે. લોક જીવ-અજીવથી સંપૂર્ણ ભર્યો છે. મધ્યભાગે અસંખ્યાતા જોજનની ક્રોડા-ક્રોડી પ્રમાણ તિરછા લોક છે. તેમાં અસંખ્યાતા અસંખ્યાતા