________________
પરિશિષ્ટ-૫
થી
| ૨૪૫ |
યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે. ક્ષાયિક સમકિત, શુક્લ ધ્યાન, શુક્લ લેશ્યા, શુભ ધ્યાન, શુભ જોગ, ૬૪ ઈન્દ્રોના વંદનિક, પૂજનિક, અર્ચનિક છે. પંડિત વીર્ય આદિ અનંતગુણે કરી સહિત છે.
ધન્ય તે ગ્રામ નગર, રાયતાણી, પુર, પાટણ જ્યાં જ્યાં પ્રભુ દેશના દેતા થકા વિચારતા હશે, ત્યાં-ત્યાં રાઈસર, તલવર, માડંબિય, કોબિય, શેઠ, સેનાપતિ, ગાથાપતિ, સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે, સ્વામીનાં દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે, અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે તેમણે પણ ધન્ય છે.
- ધન્ય સ્વામીનાથ ! આપશ્રી પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજો છો. હું અપરાધી, દીન, કિંકર, ગુણહીન, અહીં બેઠો છું. આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ થયો હોય, તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજ્જો ભુક્કો કરી ખમાવું છું. પાઠ-ર૯ઃ બીજા ખામણા -
બીજા ખામણા અનંતા સિદ્ધ ભગવંતોને કરું છું. તે ભગવંતોના ગુણગ્રામ કરતા જઘન્ય રસ ઉપજે તો કર્મનો ક્રોડો ખપે અને ઉત્કૃષ્ટ રસ ઉપજે, તો આ જીવ તીર્થકર નામ ગોત્ર ઉપાર્જે. આ ભરતક્ષેત્રને વિષે ચોવીસ તીર્થકરો સિદ્ધ થયા. તેમનાં નામ કહું છું
(૧) શ્રી ઋષભદેવ સ્વામી, (૨) શ્રી અજિતનાથ સ્વામી, (૩) શ્રી સંભવનાથ સ્વામી, (૪) અભિનંદન સ્વામી, (૫) શ્રી સુમતિનાથ સ્વામી, (૬) શ્રી પદ્મપ્રભુ સ્વામી, (૭) શ્રી સુપાર્શ્વનાથ સ્વામી, (૮) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, (૯) શ્રી સુવિધિનાથ સ્વામી, (૧૦) શ્રી શીતલનાથ સ્વામી, (૧૧) શ્રી શ્રેયાંસનાથ સ્વામી, (૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી, (૧૩) શ્રી વિમલનાથ સ્વામી, (૧૪) શ્રી અનંતનાથ સ્વામી, (૧૫) શ્રી ધર્મનાથ સ્વામી, (૧૬) શ્રી શાંતિનાથ સ્વામી, (૧૭) શ્રી કુંથુનાથ સ્વામી, (૧૮) શ્રી અરનાથ સ્વામી, (૧૯) શ્રી મલ્લિનાથ સ્વામી, (૨૦) શ્રી મુનિસુવ્રત સ્વામી, (૨૧) શ્રી નમિનાથ સ્વામી, (૨૨) શ્રી નેમિનાથ સ્વામી, (૨૩) શ્રી પાર્શ્વનાથ સ્વામી, (૨૪) શ્રી વીર વર્ધમાન મહાવીર સ્વામી.
એ એક ચોવીશી, અનંત ચોવીશી પંદર ભેદે સીઝી, બુઝી, આઠ કર્મ ક્ષય કરી મોક્ષે પધાર્યા છે, તેમને મારી તમારી સમય સમયની વંદના હોજો, આઠ કર્મનાં નામ (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. એ આઠ કર્મ ક્ષય કરી, મુક્તશિલાએ પહોંચ્યા છે. તે મુક્તિશિલા ક્યાં છે ?
સમપૃથ્વીથી ૭૯૦ જોજન ઊંચપણે તારા મંડળ આવે છે. ત્યાંથી દશ જોજન ઊંચપણે સૂર્યનું વિમાન છે. ત્યાંથી ૮૦ જોજન ઊંચપણે ચંદ્રનું વિમાન છે. ત્યાંથી ચાર જોજન ઊંચપણે નક્ષત્રનાં વિમાન છે. ત્યાંથી ચાર જોજન ઊંચપણે બુધનો તારો છે. ત્યાંથી ત્રણ જોજન ઊંચપણે શુક્રનો તારો છે. ત્યાંથી ત્રણ જોજન ઊંચપણે બૃહસ્પતિ (ગુરુ)નો તારો છે. ત્યાંથી ત્રણ જોજન ઊંચપણે મંગળનો તારો છે, ત્યાંથી ત્રણ જોજન ઊંચપણે છેલ્લો શનિશ્ચરનો તારો છે, એમ નવસો જોજન સુધી જ્યોતિષ ચક્ર છે.
ત્યાંથી અસંખ્યાતા જોજનની ક્રોડા-ક્રોડી ઊંચપણે દેવલોક આવે છે. તેનાં નામ: (પહેલું) સુધર્મ, (૨) ઇશાન, (૩) સનકુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાંતક, (૭) મહાશુક્ર, (૮) સહસાર, (૯) આણત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ અને (૧૨) અય્યતા. ત્યાંથી અસંખ્યાતા જોજનની ક્રોડા-દોડી ઊંચપણે નવ રૈવેયક આવે છે. તેનાં નામ: (૧) ભદ્, (૨) સુભદ્, (૩) સુજાએ, (૪) સુમાણસે, (૫)