________________
શ્રી આવશ્યક સૂત્ર
અણુત્તર કેવલિયં પડિપુણ બ્રેઆઉય સંસુદ્ધ સલ્લકત્તર્ણ સિદ્ધિમÄ મુત્તિમÄ નિજાણમન્ત્ર નિવ્વાણમÄ અવિતહમવિસંધિ સવ્વદુખપહીભ્રમગ્યું. ઈન્હેં ઠિઆ જીવા સિત્ત્તાંત બુજતિ મુચ્છત પરિનિષ્વાતિ । સવ્વ દુક્ખાણ મંત કરત. તે ધમ્મ સદ્દહામિ પત્તિઆમિ રોએમિ ફાસેમિ પાલેમિ અણુપાલેમિ. તેં ધમ્મ સદ્દહતો પત્તિઅંતો રોઅંનો ફાસંતો પાલતો અણુપાલતો . તસ્સ ધમ્મસ કેવલી પણેત્તસ્સ અબ્યુટિઓમિ આરાહણાએ, વિરઓમિવિરાહણાએ, અસંજમ પરિયાણામિ, સંજમ ઉવસંપજ્જામિ, અબંભ પરિયાણામિ, બંભ ઉસપામિ, અકલ્પ પરિયાણામિ, કર્યાં ઉવસઁપામિ, અણ્ણાણું પરિયાણામિ, ણાણ ઉવસંપજ્જામિ, અકિરિય પરિયાણામિ, કિરિય ઉવસપામિ, મિચ્છાં પરિયાણામિ, સમ્મત્ત ઉવસંપજ્જામિ, અબોદ્ધિ પરિયાણામિ, બોહિ ઉવસંપામિ, અમÄ પરિયાણામિ, મર્ગી ઉવસંપજ્જામિ, જે સંભરામિ, જં ચ ન સંભરામિ, જે પિંડમામિ, જં ચ ન પડિકમામિ તસ્ય સભ્યસ્સ દેવસિયસ્સ અઈયારસ્ટ પડિકમામિ. સમોઽહં સંજય વિરય પડિહય પચ્ચક્ખાય પાવકમાં અનિયાળો દિકિસંપન્ને માયામોસો વિવજિઓ અઠ્ઠાઈસુ દીવસમુદ્દેસુ પથ્થરસ કમ્મભૂમિસુ જાવંત કેઈ સાહૂ યહરણ ગુચ્છન પડિગ્ગહધારા પંચ મહવ્વયધારા અદારસ સહસ્સ સીલંગ રહધારા અખ્ખય આયાર ચરિત્તા તે સવ્વ સિરસા મણસા મર્ત્યએણં વંદામિ .
પાઠ-૨૮ : પહેલા ખામણા :
(ખામણાની વિધિ : ભૂમિ ઉપર બંને ગોઠણ ઢાળી, બંને હાથની કોણીઓ નાભિએ અડાડીને રાખવી તથા બંને હાથ જોડી રાખી સ્થિર ચિત્તે ખામણા બોલવા)
૨૪૪
પહેલા ખામણા પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે જયવંતા તીર્થંકર દેવ બિરાજે છે તેઓને કરું છું. તે સ્વામીના ગુણગ્રામ કરતાં જઘન્ય રસ ઉપજે તો કર્મની ક્રોડો ખપે અને ઉત્કૃષ્ટ રસ ઉપજે, તો આ જીવ તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જે. હાલ બિરાજતા વીશ તીર્થંકરોના નામ કહું છું—
(૧) શ્રી સીમંધર સ્વામી, (૨) શ્રી જુગમંદિર સ્વામી, (૩) શ્રી બાહુ સ્વામી, (૪) શ્રી સુબાહુ સ્વામી, (૫) શ્રી સુજાતનાથ સ્વામી, (૬) શ્રી સ્વયં પ્રભ સ્વામી, (૭) શ્રી ઋષભાનન સ્વામી, (૮) શ્રી અનંતવીર્ય સ્વામી, (૯) શ્રી સૂરપ્રભ સ્વામી, (૧૦) શ્રી વિશાલપ્રભ સ્વામી, (૧૧) શ્રી વજ્રધર સ્વામી, (૧૨) શ્રી ચંદ્રાનન સ્વામી, (૧૩) શ્રી ચંદ્રબાહુ સ્વામી, (૧૪) શ્રી ભુજંગદેવ સ્વામી, (૧૫) શ્રી ઇશ્વર સ્વામી, (૧૬) શ્રી નેમપ્રભ સ્વામી, (૧૭) શ્રી વીરસેન સ્વામી, (૧૮) શ્રી મહાભદ્ર સ્વામી, (૧૯) શ્રી દેવજશ સ્વામી, (૨૦) શ્રી અજિતસેન સ્વામી.
એ જઘન્ય તીર્થંકર વીશ અને ઉત્કૃષ્ટ હોય તો ૧૬૦, તેઓને મારી(તમારી) સમય સમયની વંદના હોજો.
તે સ્વામીનાથ કેવા છે ? મારા તમારા મન મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી રહ્યા છે. સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે. ચૌદ રાજલોક અંજલિ જલ પ્રમાણે જાણી દેખી રહ્યા છે. તે સ્વામીને અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત તપ છે, અનંત ધૈર્ય છે અનંત વીર્ય છે, એ પટે ગુણે કરી સહિત છે. ચોત્રીશ અતિશયે કરી બિરાજમાન છે. પાંત્રીસ પ્રકારની સત્ય વચન વાણીના ગુણે કરી સહિત છે. એક હજારને અષ્ટ ઉત્તમ લક્ષણે કરી સહિત છે. અઢાર દોષ રહિત છે. બાર ગુણે કરી સહિત છે. ચાર કર્મ ઘનઘાતિ ક્ષય કર્યા છે. બાકીના ચાર કર્મ પાતળા પડયાં છે. મુક્તિ જવાના કામી થકા વિચરે છે. ભવ્ય જીવોના સંદેહ ભાંગે છે. સોંગી, સશરીરી, કૈવલજ્ઞાની, દેવલદર્શની,