________________
૨૩૪ ]
શ્રી આવશ્યક સૂત્ર
જગ્યાએ રાત્રે પોંજીને પરઠવું, ભાવ થકી ઉપયોગ સહિત. પાંચમી સમિતિને વિષે જતા આવસ્યતિ ન કીધું હોય, આવતા નિસીહી ન કીધું હોય. શક્રેન્દ્ર દેવની આજ્ઞા ન લીધી હોય, નીચા નમીને પરહ્યું ન હોય, પરઠીને ત્રણ વાર વોસિરેહ-વોસિરહ ન કહ્યું હોય, આવ્યા પછી ઈરિયા વહિયા પડિકમ્યા ન હોય અને જાવજીવના સંયમમાં પાપ દોષ લાગ્યા હોય તો અરિહંત સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં. ત્રણ ગુતિઃ
(૧) મન ગુપ્તિ– મનને માઠી રીતે પ્રવર્તાવ્યું હોય (૨) વચન ગુપ્તિ- વચનને માઠી રીતે પ્રવર્તાવ્યું હોય (૩) કાય ગુપ્તિ- કાયાને માઠી રીતે પ્રવર્તાવી હોય ને જાવજીવના સંયમમાં પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આ આઠ પ્રવચન માતાને વિષે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણાચાર જાણતા અજાણતા આજના દિવસ સંબંધી જાવજીવના સંયમમાં મન વચન કાયાએ કરી પાપ દોષ લાગ્યા હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં.
અઢાર પાપસ્થાનક, પચીસ પ્રકારનું મિથ્યાત્વ, ચૌદ પ્રકારના સંમૂર્છાિમ, ઇચ્છામિ ઠામિ કાઉસગ્ગ, નવકાર મંત્ર, કરેમિ ભંતે તથા ચતારિ મંગલના પાઠ બોલવા ત્યારપછી ઈચ્છામિ ઠામિ સૂત્ર આલોઉં, ઈચ્છામિ પડિક્કમિઉં, પાંચ શ્રમણ સૂત્ર અને પાંચ ખામણા બોલવા..
છઠ્ઠા ખામણા ગુરુજીને ખમાવું, ગુણીને ખમાવુંઉપકારી ભાઈ બેનોને ખમાવું, ચોરાશી લક્ષ જીવા યોનિના જીવને ખમાવું, જેમ ખમાવું તેમ સમતા ભાવે ખમાવું. સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપ્લાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાયુકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિ કાય, બે લાખ બેઈદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચઉરિદ્રિય, ચાર લાખ નારકી, ચાર લાખ દેવતા, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્યની જાતિ એ ચોર્યાસી લાખ જીવાયોનિના જીવોને હાલતાં, ચાલતાં, ઉઠતાં, બેસતાં, છેદતાં, છેદાવતાં પાપ દોષ લાગ્યા હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં.
ખામેમિ સવૅજીવા- વગેરે કહેવું, ત્યારપછી બે વાર ઈચ્છામિ ખમાસમણોના પાઠથી ઉત્કૃષ્ટ વંદના કરવી. અહીં ચોથો આવશ્યક પૂર્ણ થાય છે. પાંચમો આવશ્યક :- પાંચમા આવશ્યકની આજ્ઞા લઈને દેવસી(રાઈ) પ્રાયશ્ચિત્ત વિશુદ્ધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ.. નમસ્કાર મંત્ર, કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ અને તસ્સ ઉત્તરી કરણેણંનો પાઠ ક્રમશઃ બોલી ધર્મધ્યાનનો અથવા ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરવો.
કાઉસ્સગ્ગ પૂર્ણ કરી પ્રગટપણે લોગસ્સ સૂત્ર બોલવું ત્યારપછી બે વાર ઉત્કૃષ્ટ વંદના કરીને પાંચમો આવશ્યક પૂર્ણ કરવો. છઠ્ઠો આવશ્યક - ગુરુ સમક્ષ ચૌવિહારના પચ્ચકખાણ કરવા. અંતે ત્રણ નમોન્ફર્ણ દ્વારા તીર્થકરોની સ્તુતિ કરી પ્રતિક્રમણ પૂર્ણ કરવું.