________________
| પરિશિષ્ટ-૪
૨૩૩ ]
છઠ્ઠ વ્રત સāાઓ રાઈભોયણાઓ વેરમણ–દ્રવ્ય થકી અસણં, પાણં, ખાઇમં, સાઈમ, ચાર પ્રકારનું રાત્રિ ભોજન કરવું નહીં, કરાવવું નહીં, કરતા પ્રત્યે અનુમોદન આપવું નહીં, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી જાવજીવ સુધી, ભાવ થકી ઉપયોગ સહિત ત્રણ કરણને ત્રણ જોગે કરી નવ નવ કોટીએ પચ્ચકખાણ છઠ્ઠા રાત્રિ ભોજનને વિષે ૩૬ ભાગે કરી વિપરીત વર્તન કરી આત્માને મલિન કરીને અનંત સંસાર વધાર્યો હોય અને જાવજીવના સંયમમાં પાપ દોષ લાગ્યા હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. પાંચ સમિતિ:
પહેલી ઈરિયા સમિતિ દ્રવ્ય થકી છકાય જીવને જોઈ પોંજીને ચાલવું, ક્ષેત્ર થકી ધોંસર પ્રમાણે (સાડા ત્રણ હાથ) દષ્ટિ રાખી ચાલવું, કાળ થકી દિવસે જોઈને રાત્રિએ પોંજીને ચાલવું, ભાવ થકી ઉપયોગ સહિત પહેલી સમિતિને વિષે આજના દિવસ સંબંધી જાવજીવના સંયમમાં પાપ દોષ લાગ્યા હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
બીજી ભાષા સમિતિ- દ્રવ્ય થકી આઠ પ્રકારની ભાષા બોલવી નહીં. (૧) કર્કશકારી, (૨) કઠોરકારી, (૩) ભેદકારી, (૪) છેદકારી, (૫) વેકારી, (૬) વિરોધકારી, (૭) સાવધકારી, (૮) નિશ્ચયકારી, આ આઠ પ્રકારની ભાષા બોલવી નહીં, બોલાવવી નહીં, બોલતા પ્રત્યે અનુમોદન આપવું નહીં, ક્ષેત્ર થકી રસ્તે ચાલતા કારણ વિના બોલવું નહીં, કાળ થકી પહોર રાત્રિ વિત્યા પછી ગાઢે શબ્દ બોલવું નહીં, ભાવ થકી ઉપયોગ સહિત, બીજી ભાષા સમિતિને વિષે આજના દિવસ સંબંધી જાવજીવના સંયમમાં પાપ દોષ લાગ્યા હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડ.
ત્રીજી એષણા સમિતિ- દ્રવ્ય થકી આહાર, સ્થાનક, વસ્ત્ર, પાત્ર, ગ્રહતાં, ગવેષતાં સોળ ઉગમનના દોષ, સોળ ઉપાયખાના દોષ, દસ એષણાના દોષ, પાંચ માંડલાના દોષ, બેંતાલીસ-સુડતાલીસ તથા છ— દોષ રહિત આહાર પાણી લેવાં, ક્ષેત્ર થકી બે ગાઉ ઉપરાંત આહાર પાણી લઈ જઈ ભોગવવા નહીં, કાળ થકી પહેલાં પહોરના આહાર પાણી ચોથા પહોરે ભોગવવા નહીં, ભાવ થકી ઉપયોગ સહિત. ત્રીજી સમિતિને વિષે જાવજીવના સંયમમાં પાપ દોષ લાગ્યા હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
ચોથી આયાણ ભંડ મત્ત નિઓવણયા સમિતિ- આયાણ- લેવું, ભંડ–ઉપકરણ, મત્તમાત્રનું ભાજન, નિખેવણ-મૂકવું. દ્રવ્ય થકી ભંડોપકરણ જતનાએ લેવા મૂકવા, વાપરવા; ક્ષેત્ર થકી
જ્યાં-ત્યાં વિખણ-પિખણ મૂકવાં નહીં, કાળ થકી કાળે કાળે બે વખત પડિલેહણ કરવું, ભાવ થકી ઉપયોગ સહિત. ચોથી સમિતિને વિષે આજના દિવસ સંબંધી જાવજીવના સંયમમાં પાપ દોષ લાગ્યા હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં.
પાંચમી ઉચ્ચાર પાસવણ ખેલ જલ સિંઘાણ પારિઠાવણિયા સમિતિ- ઉચ્ચાર-વડીનીત, પાસવણ- લઘુનીત, ખેલ-બળખો, જલ-શરીરનો મેલ, સિંઘાણ-નાસિકાનો મેલ, પારિઠાવણિયા-પાઠવું. દ્રવ્ય થકી પરઠવા જતાં આવત્સહિ કહેવું, આવતાં નિસહી કહેવું, શક્રેન્દ્ર દેવની આજ્ઞા લેવી, નીચા નમીને પરઠવું, પરઠીને ત્રણવાર વોસિરોહ વોસિરહ કહેવું, પરણ્યા પછી આવીને ઈરિયા વહિયા પડિકમવા (ઈરિયા વહીનો કાઉસગ કરવો) ક્ષેત્ર થકી ગૃહસ્થને આંગણે પરઠવું નહીં, કાળ થકી દિવસે જોયેલી